તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ પાસે અકસ્માત, 2નાં મોત, 3 ગંભીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અકસ્માત માટે કુખ્યાત બની ગયેલ ગોંડલ - મોવિયા રોડ પર ગતરાત્રિના વરના કાર પલટી મારી જતા બે યુવાનોના મોત નિપજ્યા હતા જ્યારે ત્રણ યુવાનોને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.

ગોંડલના મયંક કાંતિભાઈ માલવિયા (ઉ.વ.25, રહે લક્ષ્મણ નગર બસ સ્ટેન્ડ પાછળ), અર્જુન પ્રતાપરામ દુધરેજીયા (ઉ.વ. 25, રહે ભોજરાજપરા), વિજય કાંતિભાઈ રામાણી (રહે ભોજરાજપરા), સાગર વિનુભાઈ વિરડીયા (રહે ભોજરાજપરા) તેમજ ઇન્દ્રજીતસિંહ ભરતસિંહ જાડેજા (રહે વિક્રમસિંહજી રોડ ગોંડલ) ગતરાત્રિના દોઢ વાગ્યે મોવિયા ગામથી નાસ્તો-પાણી કરી મયંકની વરના કાર GJ3KC9717 માં બેસી ગોંડલ તરફ આવી રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ ના વળાંક પાસે કાર પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં મયંક તથા અર્જુનના કમકમાટીભર્યા મોત નીપજયા હતા, જ્યારે વિજય, સાગર તથા ઇન્દ્રજીતસિંહને ગંભીર ઇજા થતા ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા. ઘટનાની જાણ તાલુકા પોલીસને થતા પીએસઆઇ અજયસિંહ જાડેજા તેમજ રાઇટર મદનસિંહ ચૌહાણએ ઘટના સ્થળે દોડી જાય તપાસ હાથ ધરી હતી. અકસ્માતમાં મોતને ભેટનાર મયંક તથા અર્જુન બંને પરિવારમાં એકના એક જ પુત્ર હતા અને પરિવારના આધારસ્તંભ હતા.

અકસ્માત સમયે જ ગોંડલ નગરપાલિકાના એમ્બ્યુલન્સ ચાલક રસિકભાઈ ટીલાડા પાલિકાની એમ્બ્યુલન્સ લઈ ગોંડલ તરફ આવી રહ્યા હતા ત્યારે ઘાયલ યુવાનોને સત્વરે ખાનગી હોસ્પિટલે ખસેડી માનવતા બજાવી હતી.

ગોંડલ રહેતા યુવાનો રાત્રિના મોવિયા નાસ્તો કરી ઘર તરફ પરત આવી રહ્યા હતા ત્યારે કાર પલટી જતા બે પરિવારના એકના એક દીકરા છીનવાયા
ગોંડલ-મોવિયા વચ્ચે કાર પલટી જતાં મયંક માલવિયા અને અર્જુન દુધરેજીયા બે આશાસ્પદ યુવાન મૃત્યુ પામ્યા હતા. તસવીર : હિમાંશુ પુરોહિત

અન્ય સમાચારો પણ છે...