ખંભાળિયામાં સોમયજ્ઞમાં નંદ મહોત્સવથી યજ્ઞસ્થળ બન્યું ગોકુળ, આજે અક્ષતવર્ષા-વચનામૃત યોજાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાના આંગણે સૌ પ્રથમ વખત યોજાયેલા ઐતિહાસિક સોમયજ્ઞમાં નંદમહોત્સવથી યજ્ઞ સ્થળ ગોકુળિયું બન્યું હતું.રથયાત્રા અને ધ્વજારોહણ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં.સોમયજ્ઞની શુક્રવારે પૂર્ણાહુતિ થશે.

ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં મહાપ્રભુજીની બેઠક નજીક ખૂબજ પુણ્યશાળી મનાતા સોમયજ્ઞનો રવિવારથી પ્રારંભ થયો છે.ધર્મવિદો,વૈષ્ણવ શ્રેષ્ઠીઓ દ્વારા સોમયજ્ઞની વિધિ શાસ્ત્રોકત રીતે કરાવામાં આવી રહી છે.સોમયજ્ઞમાં બુધવારના રાત્રે યોજાયેલા નંદ મહોત્સવમાં હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા યજ્ઞસ્થળ ગોકુળિયું બન્યું હતું.ગુરૂવારે યજ્ઞ પરિસરમાં રકતદાન કેમ્પ યોજાયો હતો.જેમાં બહોળી સંખ્યામાં રકતદાતાઓને રકતદાન કરી સમાજસેવાનું ઉદાહરણ પુરૂં પાડયું હતું.ગુરૂવારે સાંજે રથયાત્રા અને ધ્વજારોહણના કાર્યક્રમ યોજાયા હતાં.જેનો લાભ બહોળી સંખ્યામાં ભાવિકોએ લીધો હતો.છ દિવસના સોમયજ્ઞની શુક્રવારે પૂર્ણાહુતિ થશે.આ પ્રસંગે વચનામૃત,અક્ષતવર્ષા,અગ્નિહો સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...