આર્મીમાં પસંદ થઇ 267 યુવાનોએ ગોહિલવાડનું નામ રોશન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં જામનગર ખાતે આર્મી ભરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના 12 જિલ્લાના ઉમેદવારોએ ભાગ લીધો હતો અને 917 ઉમેદવારો ભાગ લીધો હતો જેમાં સૌથી વધુ ગોહિલવાડનાં 267 ઉમેદવારોએ આર્મીમાં પસંદગી પામી ગોહિલવાડની ધરાનું નામ રોશન કર્યું હતું.

જામનગર ખાતે વર્ષ 2019માં આર્મી ભરતી રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર સહિત સમગ્ર રાજ્યના યુવાનોએ ભાગ લીધો હતો. તાજેતરમાં જાહેર થયેલ પરિણામ મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના 12 જિલ્લાના 917 ઉમેદવારો આર્મીમાં પસંદગી પામ્યા હતા અને તમામ જિલ્લાની સરખામણીમાં ભાવનગર જિલ્લાના સૌથી વધુ 267 યુવાનો સોલ્જર જનરલ ડ્યુટીમાં પસંદગી પામ્યા હતા. આ અાર્મી ભરતી રેલીના અનુસંધાને ભાવનગર મદદનીશ રોજગાર કચેરી દ્વારા સ્વામી વિવેકાનંદજી તાલીમનું વિનામુલ્યે આયોજન કરાયું હતું.

આ સ્વામી વિવેકાનંદજી તાલીમ વિવિધ 2 કેટેગરીમાં યોજાઇ હતી જેમાં 60 ઉમેદવારો અને 24 ઉમેદવારો એમ બે વિભાગમાં તાલીમ યોજાઇ હતી જેમાં કુલ 84 ઉમેદવારોએ ભાવનગર મદદનિશ નિયામક રોજગાર કચેરી હેઠળ તાલીમ લઇ જામનગર આર્મી ભરતી રેલીમાં 34 ઉમેદવારોની પણ પસંદગી થઇ હતી.

જિલ્લા પ્રમાણે પાસ થયેલ ઉમેદવારો

જિલ્લોઉમેદવારો

અમરેલી 43

ભાવનગર 267

બોટાદ 44

દેવભૂમિ દ્વારકા54

ગીર સોમનાથ103

જામનગર 62

જુનાગઢ 73

જિલ્લોઉમેદવારો

કચ્છ 62

મોરબી13

પોરબંદર37

રાજકોટ39

સુરેન્દ્રનગર110

બહારના જિલ્લા10

કુલ 917

રોજગાર કચેરી દ્વારા તાલીમમાં 34 યુવાનોની પસંદગી પામ્યા

અન્ય સમાચારો પણ છે...