મૂળી PGVCLમાં પૈસા આપો તો જ કામ થાય : ઉમરડાના ગ્રાહકોની ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મૂળી તાલુકાનાં ઉમરડા ગામનાં બે ખેડૂતો પોતાનાં કનેશન માટે કોટેશન ભરવા જતા કાર્યપાલકે તેમની પાસે નાણા માંગ્યા હોવાની લેખિતમાં રજુઆત કરાઇ છે. જયારે કાર્યપાલક ઇજનેરે પોતાને બદનામ કરવા ખોટી રજૂઆત કરતા હોવાનુ જણાવી રહ્યા છે.

મૂળી તાલુકામાં આવેલ કચેરીઓમાં જાણે વગર નાણાએ કોઇ પણ કામ જ ન થતા હોય તેમ આ અધિકારીઓ સામાન્ય ખેડુતોને પણ બક્ષતા ન હોય તેમ ઉમરડાનાં બે ખેડૂતો પાસે નાણા માંગ્યાની ફરિયાદ થતા ચકચાર ફેલાઇ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે મૂળી તાલુકાનાં ઉમરડા ગામે રહેતા અને ખેતી કરી જીવન ગુજારતા કનુભાઇ એસ કરપડા અને રાધેશ્યામ દુધરેજીયા બુધવારે મૂળી પીજીવીસીએલ કચેરીએ પોતાના મંજુર થયેલ ખેતીવાડીના વીજકનેકશન માટે કોટેશન ભરવા માટે ગયા હતા. તે સમયે કાર્યપાલક ઇજનેર પાસે સહિ કરાવવા અને નાણા ભરવા જતા તેમને જણાવેલ કે તમારૂ કનેકશન મંજુર નહી થાય અને કનુભાઇને પાંચ હજાર તેમજ રાધેશ્યામને 10 હજાર ભરવાનુ કહી જેમ ફાવે તેમ બોલી ઓફિસમાંથી બહાર કાઢી મુકતા આ બંને ખેડુતો દ્રારા મૂળી પોલીસ તેમજ જીલ્લા કક્ષાએ રજુઆત કરી યોગ્ય પગલા ભરવા માંગ કરાતા ચકચાર ફેલાઇ છે. આ અંગે કાર્યપાલક ઇજનેર રત્નાબેન ચૌધરીએ જણાવ્યું કે આ બન્ને ભાઇ મને બદનામ કરવા ખોટી રજૂઆત કરે છે અત્યાર સુધી કોઇ ફરિયાદ આવી નથી તેમ છતા નિયમ પ્રમાણે જે થતુ હશે તેમજ કરવામાં આવશે.

મને બદનામ કરવા ખોટી રજૂઆત કરે છે : કાર્યપાલક ઇજનેર

ખેડૂતો દ્વારા મૂળી પોલીસ તેમજ જિલ્લા કક્ષાએ રજૂઆત

_photocaption_મૂળી પીજીવીસીએલ કચેરીની તસવીર.*photocaption*
અન્ય સમાચારો પણ છે...