તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાયલાના ડોળીયા ગામની કન્યા પ્રાથમિક શાળા અને ગ્રામજનોને જવાના

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાયલાના ડોળીયા ગામની કન્યા પ્રાથમિક શાળા અને ગ્રામજનોને જવાના સાંકડા રસ્તે મકાનનો સાથે વીજ વાયર પસાર થતા જોવા મળે છે. વીજ પોલ અભાવે ભયના માહોલમાં વિદ્યાર્થી અને ગ્રામજનો પસાર થઇ રહ્યા છે. આ બાબતે તંત્રને અનેક રજુઆત કરવા છતા વીજ પોલ અને વીજ વાયરો બાબતે કોઇ કાર્યવાહી ન કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળે છે.

સાયલાના ડોળીયા ગામની 5000ની વસ્તી છે. વારંવાર વિજ તંત્ર વીજચોરીની કામગીરી બતાવી રહ્યુ છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામની કન્યા પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગ્રામજનોને જવાના એક માત્ર ગામ તરફ જતા મુખ્ય વીજ વાયરો સાથેનો વીજ પોલ ભયના ઓથાર નીચે જોવા મળે છે. 200થી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જોખમ હોવાનું તેમજ રહેણાંકના વિસ્તારના મકાનોની દીવાલમાં સાથે ખુલ્લા વીજ વાયરો છે. આ બાબતે સરપંચ દિલીપભાઇ સણોથરાએ અનેક રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા ગ્રામજનોનો રોષ વધી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો