Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીર સોમનાથ ના કોડીનાર તાલુકાનું મોરવાડ ગામ ખરા અર્થમાં
ગીર સોમનાથ ના કોડીનાર તાલુકાનું મોરવાડ ગામ ખરા અર્થમાં વિકાસશીલ ગામ બની રહ્યું છે.સરકારની વિવિધ યોજનાઓ નો અહીં સંપૂર્ણ અમલતો થાયજ છે. સાથોસાથ ગ્રામપંચાયત દ્વારા વિવિધ યોજનાઓ પણ ગામ ના દરેક ઘર સુધી પહોંચાડાઇ છે. ત્યારે અહિંહ રહેતા મોટા ભાગના લોકો શિક્ષિત છે. તો બીજી તરફ ગામની હરેક શેરીઓમાં સીસીટીવી કેમેરા લગાવ્યા છે.તો બીજી તરફ ગામની અંદર સરકારની બધી યોજના લાભ મળે તેવુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ગીર સોમનાથ ના કોડીનાર તાલુકાનું મોરવાડ ગામ સ્વચ્છ અને સ્વસ્થ ગામ છે. આ ગામના મોટા ભાગના રહીશો શિક્ષિત છે. ગામના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લાગેલા છે.અંદાજે બે હજાર ની વસ્તી ધરાવતું મોરવાડ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં શિક્ષણ ની સાથે વિજ્ઞાન અને ટેકનોલોજી થી જોડાયેલા રહે છે. આ ગામમાં સરકારની વિવિધ યોજનાઓનો પૂર્ણ પણે અમલ થાય છે. તો ગામના ગ્રેજ્યુએટ યુવાન સરપંચ ભરતભાઇ દ્વારા તથા તેમના સાથી સદસ્યોના સહકારથી ગામ લેવલે ઉડીને આંખે વળગે તેવી યોજના અમલમાં મૂકે છે.આદર્શ ગામ બને તે માટે ગામના દરેક લોકો સહકાર આપે છે. તેમજ ગ્રામ પંચાયત દ્વારા પણ સરકાર માં યોગ્ય રજૂઆતો કરાઇ છે.છેલ્લા ત્રણેક વર્ષ થી આવેલી નવી પંચાયત ની બોડીથી ગામ લોકો અત્યંત ખુશ છે.ગામના યુવા સરપંચની નેમ છે કે મોરવાડ ગામને ગુજરાત ના આદર્શ ગામોની યાદીમાં ટોચ પર મૂકવું અને ગ્રામવિકાસ લક્ષી વિવિધ યોજનાઓ નું અમલીકરણ કરવું તેમાં ગામ લોકો નો પુરે પૂરો સહકાર છે.