લખતરમાં રખડતા આખલાઓના ત્રાસથી છૂટકારો અપાવો : વેપારીઓ

Lakhtar News - get rid of bullies stranded in the text merchants 064019

DivyaBhaskar News Network

May 24, 2019, 06:40 AM IST
લખતરમાં રખડતા આખલાઓના કારણે થતા અકસ્માતો અને તેમના ત્રાસથી વેપારીઓ પરેશાન થઇ ગયા હતા. આથી ગ્રામપંચાયતમાં લેખિત આવેદન પાઠવી આખલાઓને પકડીને મહાજન પાંજરાપોળમાં મુકવા અને શાકમાર્કેટ બકાલીઓને ખુલ્લામાં ન બેસવા દેવા અંગે લેખિત ફરીયાદ કરાઇ હતી.

લખતર મેઈન બજારમાં આવેલ શાકમાર્કેટ નજીકનાં વેપારીઓ દ્વારા લખતર ગ્રામપંચાયતનાં સરપંચ તથા મંત્રીને ઉદ્દેશીને લખાયેલી લેખિત ફરિયાદ કરાઇ હતી. જેમાં જણાવાયા મુજબ શાકમાર્કેટની બહાર શાકભાજી વેચતા બકાલીઓ દ્વારા બહાર ફેંકવામાં આવતાં શાકભાજીનાં કારણે સાંજનાં સમયે આખલાઓ બેફામ બનતા હોવાથી રાહદારીઓને પરેશાની ભોગવવી પડે છે. રોષે ભરાયેલા વેપારીઓએ લેખિત અરજી કરી શાકમાર્કેટ બકાલીઓને અન્ય જગ્યા ફાળવવા અને રખડતા આખલાને પકડી પાંજરાપોળમાં મુકવા માંગ કરાઇ છે.

લખતરના વેપારીઓએ ગ્રામપંચાયતમાં લેખીત રજૂઆત કરી હતી.

X
Lakhtar News - get rid of bullies stranded in the text merchants 064019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી