તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલ નંદનવન સોસાયટીમાં દબાણો હટાવવા વેદનાપત્ર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ગુંદાળા રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં કેટલાક રહીશો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હોય તે ઉપરાંત નળ કનેક્શન ના જોડાણ સહિત અનેક પ્રશ્નો ઉદભવ્યા હોય સ્થાનિક દ્વારા નગરપાલિકા તંત્ર તેમજ પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી જો પ્રશ્નનું તાકીદે નિવારણ કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી પણ આપવામાં આવી હતી.

શહેરના ગુંદાળા રોડ પર આવેલ નંદનવન સોસાયટીમાં રહેતા ભાવેશભાઈ દેવજીભાઈ ગાબાણી દ્વારા પાલિકા તંત્ર તેમજ પ્રાંત અધિકારી ને લેખિતમાં અરજ કરવામાં આવી હતી કે નંદનવન સોસાયટીમાં કેટલાક રહીશો દ્વારા બિનઅધિકૃત બાંધકામ ખડકી દેવામાં આવ્યું છે, તે ઉપરાંત ભૂતિયા નળ કનેક્શન જોડાણ પણ કરવામાં આવ્યું છે જેના થકી અન્ય રહીશોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આ ઉપરાંત આ વિસ્તારમાં કેટલીક જગ્યાએ કમરતોડ સ્પીડ બ્રેકર પણ બનાવવામાં આવ્યા છે જેના કારણે અવારનવાર સીનીયર સીટીઝનો અને નાના બાળકો અકસ્માતોના ભોગ બની રહ્યા છે તો આવા સ્પીડ બ્રેકરોને તાકીદે દૂર કરવા માંગ કરી હતી. એ ઉપરાંત ઉપરોક્ત પ્રશ્નોનું તાકીદે નિરાકરણ કરવામાં નહીં આવે તો આગામી તારીખ 22 ના સરકારી કચેરી સામે આત્મવિલોપન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હજુ થોડા સમય પૂર્વે પણ દબાણ મામલે આત્મવિલોપનની ચિમકી ઉચ્ચારાઇ હતી અને આત્મવિલોપનનો પ્રયાસ પણ કરાયો હતો ત્યારે આ ઘટનાને સાધારાણ ગણી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...