તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાેંડલ પાસે ભત્રીજાના અકાળે મોતનાં આઘાતમાં કાકાનું હૃદયરોગથી મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ પાસે ભત્રીજાના અકાળે મોતના આઘાતમાં કાકાનું પણ હૃદયરોગથી મોત થયું હતું. તાલુકાનાં દેરડી કુંભાજી રહેતા ભીખુભાઈ બચુભાઈ વરણાગરનું ગત સાંજે શ્રીનાથગઢ નજીક બાઇક અકસ્માતમાં મોત નિપજ્યું હતું. શુક્રવારે સવારે તેમની અંતિમયાત્રા બાદ પરીવાર સાથે ઘરે બેઠેલા મૃતકનાં કાકા બટુકભાઇ વરણાગર ને છાતીમાં તિવ્ર દુખાવો ઉપડતાં કોઇ સારવાર મળે તે પહેલાંજ એટેક નાં ભારે હુમલાથી તેનું મોત નિપજતાં પરીવાર માં રોકકળ મચી જવા પામી હતી અને ભત્રીજાની અંતિમક્રિયાની થોડી કલાકો બાદ કાકાની પણ અર્થી ઉઠતા પરીવારજનો હતપ્રત બન્યા હતાં.

ભત્રીજાનાં અકાળે મોતનો આઘાત સહન ના કરી સકતા કાકા બટુકભાઇ દોઢ વષઁ પહેલાં પુત્ર સહીતનાં પરીવાર સાથે વ્યવસાય માટે દેરડીથી જસદણ સ્થાઇ થયાં હતાં. જસદણ નવા બસસ્ટેન્ડ પાસે તેમનો પુત્ર વિજય લોટ દળવાની ઘંટી ચલાવતો હતો. ગત સાંજે ભત્રીજા ભીખુભાઈનાં અકસ્માતનાં ખબર મળતા બટુકભાઇ જસદણથી ગોંડલ સિવિલ હોસ્પિટલ દોડી ગયાં હતાં અને વ્હાલસોયા ભત્રીજાની અચાનક વિદાયથી ગમગીન બન્યાં હતાં. ભીખુભાઈનાં મૃતદેહને વહેલી સવારે ગોંડલ હોસ્પિટલથી દેરડી લઇ જવાયા બાદ સવારે અંતિમયાત્રા વેળા પણ સાથેજ રહેલા બટુકભાઇથી આઘાત સહન નહી કરી શકતા બપોરનાં સમયે હ્દયરોગના હુમલાનો શિકાર બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...