ગેસ સિલીન્ડરના ભાવમાં રૂપિયા 149નો વધારો કરી પ્રજા પર કમ્મરતોડ ફટકો : ધારાસભ્ય ઠુમર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમા સરકારે 14.2 કિલોગ્રામ વજનવાળા રાંધણગેસ સિલીન્ડરના ભાવમા રૂપિયા 149 સુધીનો ભાવ વધારો ઝીંકીને તેમજ પાંચ કિલો વજનવાળા સિલીન્ડરમા રૂપિયા 52 જેટલો ભાવ વધારો ઝીંકીને મોંઘવારીથી તોબા પોકારી ઉઠેલી જનતાને વધુ એક કમ્મરતોડ ફટકો માર્યો હોવાનુ ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે એક નિવેદનમા
જણાવ્યું હતુ.

લાઠી, બાબરા વિસ્તારના ધારાસભ્ય વિરજીભાઇ ઠુંમરે વધુમા જણાવ્યું હતુ કે મોદી સરકારે દર મહિને રાંધણગેસની સબસીડી અને તેના બજાર ભાવમા ફેરફાર કરવાની નીતિ અપનાવી છે. પરંતુ મોદી સરકારે ફયુઅલ સબસીડીમા કાપ મુકયા પછી ઓઇલ માર્કેટીંગ કંપનીઓએ ભાવ જાહેર કરવાનુ બંધ કરી દીધુ તેથી મોદીના શાસનમા એલપીજીના ભાવોમા વખતો વખત થયેલા વધારા ઉપર કોઇનુ ધ્યાન ગયુ નથી જયારે કે એલપીજી સિલીન્ડરનો ભાવ 900 નજીક પહોંચી ગયો છે.

તેમણે એમપણ જણાવ્યુ હતુ કે સામાન્ય પ્રજા મોંઘવારીના ડોઝ સહન કરી શકતી નથી અને આર્થિક ક્ષેત્રે હિન્દુસ્તાન ખતમ થઇ ચુકયુ છે. ત્યારે વિશ્વ લેવલની ભાજપ પાર્ટી ભારત દેશનુ અને રાજયનુ અન્યત્ર ધ્યાન ખેંચવા માટે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ જેને હિન્દુસ્તાનની પ્રત્યે નીતિ કેવી છે તે સારી રીતે જાણીએ છીએ છતા પણ ભાજપ અને વડાપ્રધાન પોતાની વાહવાહી કરવા માટે 100 કરોડથી વધારે ખર્ચ કરી ટ્રમ્પને લાવી હિન્દુસ્તાનની સામાન્ય પ્રજા પર ભાવ વધારાનો બોજો પોતાની વાહવાહી કરવા તો નથી નાખ્યો ને ? તેવા સવાલો ધારાસભ્ય ઠુંમરે ઉઠાવ્યા હતા. તેમણે વધુમા જણાવ્યું હતુ કે રસોઇ ગેસના કુલ 27.6 કરોડ ગ્રાહકો પૈકી બે કરોડ જેટલા ગ્રાહકોને સબસીડી
મળતી નથી.

રસોઇ ગેસના કુલ 27.6 કરોડ પૈકી 2 કરોડ ગ્રાહકોને સબસીડી મળતી નથી

અન્ય સમાચારો પણ છે...