તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોરાજી અને જેતપુરમાંથી ગાંજો ઝડપાયો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોરાજીમાં રૂરલ એસ.ઓ.જી પોલીસ ટીમે રહેણાક મકાનમાંથી રૂ.56 હજારના ગાંજા જથ્થા સાથે શખ્સને ઝડપી પાડીને તપાસ હાથ ધરી છે. એસ.ઓ.જી પોલીસ ઈન્સ્પેકટ૨ એચ.જી.પલ્લાચાર્ય તથા પોલીસ ટીમને મળેલી બાતમીના આધારે ચમાલીયા વિસ્તારમાં અફઝલ ઉર્ફે પખ્તો અલા૨ભાઈ (ઉ.વ.39)ના કબ્જા ભોગવટાવાળા મકાનમાં ગેરકાયદે માદક પદાર્થ ગાંજાનું વેચાણ ક૨તો હોવાની હકીક્તના આધા૨ે દરોડો પાડતા માદક પદાર્થ ગાંજો 8 કિંગ્રા જેની કિંમત રૂ.56 હજારનો મુદામાલ મળી આવતા આરોપી વિરૂધ્ધમાં એન.ડી.પી.એસ.એકટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખારચિયામાં ગાંજાનું વાવેતર કરતો ખેડૂત ઝબ્બે
જેતપુરના ખારચિયા ગામે ગાંજાનું વાવેતર કરતા ખેડૂતને ઝડપી લઇ ગુનો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે. બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જેતપુર તાલુકાના ખારચિયા ગામે પ્રૌઢ દ્વારા પોતાના ખેતરમાં ગાંજાના છોડ વાવ્યા હોવાની બાતમી જેતપુર તાલુકા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી.ગોજીયાને મળતા ઇન્ચાર્જ સી.પી આઈ. વિજય જોશી, મહિપાલસિંહ ચુડાસમા સહિતના સ્ટાફે ખારચિયા ગામે વજુભાઇ અરજણભાઈ સેજલીયાની વાડી ખાતે દરોડો પાડતા ગાંજાના બે કિલો નવસો ગ્રામ લીલા છોડ કિંમત રૂ. 14,580નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી વજુભાઈ સેજલીયા સામે એન.ડી.પી. એસ. એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો