યુવતીઓનાં ફોટા વાયરલ કરી સગપણ તોડાવતી ગેંગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઊનાના સૈયદ રાજપરા ગામે માછીમારી કરતા ગરીબ પરીવારોને માથાભારે શખ્સોની ગેંગ બનાવી પજવણી કરી બહેન દિકરીની છેડતી કરી તેના ફોટો-વિડીયો બનાવી બ્લેક મેઇલ કરતા હોવા છતાં પોલીસ દ્વારા આવી ફરીયાદ સામે મૌન બની જતાં નિર્દોષ પરીવારજનો પરેશાન બની
ગયા છે.

આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ સૈયદ રાજપરા ગામના મોહનભાઇ માધાભાઇ કોટડીયાએ નવાબંદર મરીન પોલીસમાં તેમજ ગામના પાંચ શખ્સો સામે લેખીત ફરીયાદ આપી જણાવેલ કે પીરૂ ભગન બાંભણીયા, તેનો ભાઇ તેમજ નિલેશ ઉકા ચૌહાણ, સંજય લાખા ચાૈહાણ, રમેશ દેવા મજીઠીયા સહીતના શખ્સોની ગેંગ હોય ગામમાં બહેન દિકરીઓની છેંડતીઓ કરી તેના ફોટા ગેરકાયદેસર પાડી તેને બ્લેક મેઇલ કરી પૈસા પડાવવાનું કામ કરતા હોય અને નિર્દોષ પરીવારોને પરેશાન કરાતા હોવા અંગે રજુઆત કરેલ છે. સગપણ થયેલ દિકરીઓના ફોટા બીજા સાથે ચોટાડી આવા ફોટા દિકરીઓની સગાઇ કરાય હોય તે પરીવારોને મોકલી ખોટી રીતે હેરાન કરી પૈસાની માંગણી કરાતી હોય છે. અને પૈસા ન આપે તો સગપણ તોડાવી નાખવાની ધમકી આપી બ્લેક મેઇલ કરતા હોવાની પોલીસમાં આ બાબતે ફરીયાદ કરતા છતાં આવા શખ્સો સામે કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ગામમાં ખુલ્લે આમ ફરી દાદાગીરી કરી હેરાન કરતા હોવાનું પણ પોલીસ રજુઆતમાં જણાવેલ છે. આવા માથાભારે શખ્સો સામે તાત્કાલીક પગલા ભરવા માંગણી ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...