તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબીમાં ધામધૂમથી ગણગૌર પર્વ ઉજવાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | ચૈત્ર સુદ ત્રીજના દિવસે ભગવાન શંકર અને પાર્વતીના સ્વરૂપે ઇશ્વર-ગવરનો લગ્નોત્સવ, ગણગૌર, મોરબીમાં ધામધૂમથી સંપન્ન થયો હતો. માહેશ્વરી સમાજમાં યોજાતા આ પ્રસંગ નિમિતે દર વર્ષની જેમ ઇશ્વર અને ગવર સમાજના બે પરિવારોએ અપનાવ્યા હતાં. આ વખતે ઇશ્વર બંસીધર અંબરામ ભઠ્ઠડ પરિવારે તથા ગવર નેણુમલ તોલારામ કચોરિયા પરિવારે અપનાવ્યા હતાં. ધૂળેટી પછી શરૂ થયેલો આ તહેવાર સોમવાર સુધી ચાલ્યો હતો. આજે સાચુકલા લગ્ન પ્રસંગની જેમ ઇશ્વરનો વરઘોડો નીકળ્યો હતો અને તે કન્યા પક્ષના નિવાસે પહોંચ્યો હતો. અને ત્યાં લગ્નવિધિ સંપન્ન થઇ હતી. સમગ્ર સમાજ આ પ્રસંગમાં ઉમંગભેર જોડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...