તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખંભાળિયામાં િજલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળ વચ્ચે ગાંધીગીરી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત રાજયના પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓના મુદ્દે હડતાલ આંદોલનનો પ્રારંભ તા. 15થી કરવામાં આવ્યો છે. જેમાં જામનગર સહિત દેવભૂમિ દ્વારકા િજલ્લાના પણ આશરે અઢીસો જેટલા કર્મચારીઓ જોડાયા છે. આ હડતાલના પગલે કર્મચારીઓની ગાંધીગીરીના પગલે અધિકારીઓને ગુલાબનું ફુલ આપી વિનંતી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત અનુસાર રાજયના અારોગ્ય કર્મચારીઓ દ્વારા તા. 15થી હાથ ધરવામાં આવેલ અચોકકસ મુદ્દતના હડતાલને દશમાં દિવસે આરોગ્ય કર્મચારીઓએ તેમની માંગણીઓ ઉચ્ચ કક્ષાએ સરકારના કાન સુધી પહોચે તે માટે ખંભાળિયા સ્થિત દ્વારકા િજલ્લાની કલેકટર કચેરીમાં ગાંધીગીરી રજુ કરી કાર્યક્રમ યોજવામાં આવ્યેા હતો.

આ અંગે કલેકટર કચેરીના ગેઇટ પાસે કર્મચારીઓએ એકત્ર થઇ િજલ્લા કલેકટર, િજલ્લા વિકાસ અધિકરી, િજલ્લા પંચાયતના ઇન્ચાર્જ પ્રમુખ સહિતને ગુલાબનું ફુલ આપી આ અધિકારીઓ, હોદેદારોને તેઓ દ્વારા કર્મચારીઓની ઉપવાસી છાવણીની મુલાકાત લઇ તેઓની માંગણી સરકાર સુધી પહોચાડવા માટે વિનંતી કરી હતી.

ઉપરાંત િજલ્લા પંચાયતના બજેટ માટેના જનરલ બોર્ડની મિટીંગમાં આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે તમામ સભ્યો દ્વારા ઠરાવ પસાર કરી રાજય સરકારમાં ત્વરીત નિકાલ થાય તે માટે રજુઅાત પણ કરવામાં આવી હતી. હવે પ્રશ્નના નિરાકરણની કર્મચારીઓ રાહ જોઇને બેઠા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો