તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપરના ક્રીડાંગણમાં યોજાયો રમતોત્સવ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી : મોરબીની નવયુગ શૈક્ષણિક સંકુલ દ્વારા બે દિવસીય રમતોત્સવની ઉજવણી કરવામાં આવી રમત-ગમતનું જીવન ઘણુ જ મહત્વ રહેલું છે. શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે રમત-ગમત પાયાની જરૂરિયાત છે. માટે વિવિધ પ્રકારની રમતો કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, વિવિધ એથ્લેટીક્સ પ્રવૃત્તિ, વિવિધ રીલેરમતો જેવી 20 વધુ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલાડીઓએ ખેલદિલીથી અલગ-અલગ રમતમાં ભાગ લઈ પોતાનુ કૌવત બતાવ્યું હતુ તેવું નવયુગના વ્યાયામ શિક્ષક શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતુ. આ તકે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી.ડી.કાજીયા દ્વારા મશાલ રેલીમાં મશાલ પ્રગટાવીને રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો સાથે ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...