તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લીલીયાનાં સનાળીયા નજીક માર્ગ પર વનરાજોની લટાર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લીલીયા બૃહદગીર વિસ્તારમા મોટી સંખ્યામા સાવજો વસવાટ કરી રહ્યાં છે. અહી અવારનવાર માર્ગો પર સાવજો લટાર મારવા નીકળી પડે છે. ત્યારે અહીના સનાળીયા ગામના માર્ગ પર સવારના સુમારે સાવજો લટાર મારતા હોય અહીથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ સિંહ દર્શનનો લ્હાવો માણ્યો હતો.

બૃહદગીરના સાવરકુંડલા રંઘોળા હાઇવે પર સનાળીયા નજીક હાથીગઢ ચોકડી વિસ્તારમા સવારના સુમારે સિંહ અને સિંહણ લટાર મારતા માર્ગ પર નજરે ચડયા હતા. અહીથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો થોડીવાર માટે સિંહ દર્શન કરવા માટે થંભી ગયા હતા.

ઘટનાની જાણ થતા વનવિભાગનો સ્ટાફ અહી દોડી ગયો હતો અને સિંહ સિંહણને જંગલ તરફ ધકેલી દીધા હતા. બૃહદગીરના માર્ગો પર દરરોજ આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે. જો કે સિંહપ્રેમીઓએ એવુ પણ જણાવ્યું હતુ કે અહી અવારનવાર સાવજો માર્ગ પર આંટાફેરા મારતા હોય અકસ્માતનો ભોગ ન બને તે માટે માર્ગો પર સ્પીડબ્રેકર પણ મુકવામા આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો