તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢડાના ST કંડક્ટરે 19 હજારનો મોબાઈલ પરત કર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા(સ્વામીના) એસ.ટી. ડેપો સંચાલિત ધંધુકા રૂટની બસમાં એક મુસાફરનો ૧૯ હજારની કિંમતનો મોબાઇલ ફોન પરત કરી કંડકટરે પ્રેરક માણિકતાનું ઉદાહરણ પૂરુ પાડેલ છે.

આ બસમાં મુસાફરી કરી રહેલા મુસાફર પોલીસ કોન્સ્ટેબલ વાલાણી મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન શરતચૂકથી મોબાઇલ સરકીને પડી ગયેલ હતો. તેમજ પોતાના સ્ટેશને મોબાઇલ ફોન ભૂલીને ઉતરી ગયા હતા. આ દરમિયાન બસના કંડકટર હરવિજયસિંહને આ મોબાઇલ મળી આવ્યો હતો. જે મોબાઇલ કંડકટર દ્વારા ડેપો મેનેજર રામદેવસિંહ ને જમાં કરાવી મૂળ માલિકની તપાસ ખાતરી કરીને આ એન્ડ્રોઇડ મોબાઇલ પરત કરી ઉમદા ફરજ સાથે પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરુ પાડ્યુ હતુ. વર્તમાન સમયમાં મોબાઇલ યુગમાં અનેક જગ્યાએ મોબાઇલ ચોરાઇ જવા અને ખોવાઇ જવાના કિસ્સામાં લોકો મનોવૃતિ બગાડીને પરત કરવાના બદલે મફતિયો મોબાઇલ રાખી લેતા હોય છે. ત્યારે આ કિસ્સામાં મૂળ માલિકને રૂબરૂ બોલાવી ખોવાયેલો મોબાઇલ પરત કરવાની કંડકટરની પ્રમાણિકતાને બિરદાવવામાં આવી હતી.

આજના જમાનામાં પ્રામાણીકતા તો ક્યાંક ખોવાઇ જ ગઇ છે. કેમકે તેની જગ્યા ચોરી, લૂટફાટ, ધોખાખોરી અને અપરાધો એ લીધી છે. આજના કલયુગમાં કંડકટર કલ્યાણજી જેવા માણસો મળવાનો જાણે રેતની અંદર સોય શોધવા જેવી અઘરી વાત થઈ ગઈ છે. આ પ્રકારના કાર્યોને સદેવ સમાજ અને પ્રવર્તમાન સરકાર બીદાવે તેમજ પ્રામાણીકતાની ભાવના સદેવ દરેક નાગરિકના હ્યદયમાં વિરાજે તેના પ્રયાસો આવકાર્ય છે. અંતમાં ખરેખર આજના વર્તમાન સમયના રામ કહિ શકાય આ પ્રકારના દરેક લોકોને જે સદેવ પ્રામાણિકતા દાખવે છે.

અન્ય સમાચારો પણ છે...