તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢડાના પટેલ સમાજના અગ્રણીનું નિધન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઢડા(સ્વામીના) મુકામે વિવિધ સેવાકીય ક્ષેત્રના અગ્રણી તથા પટેલ સમાજના દાનવીર મોહનભાઇ હરિભાઇ ભીંગરાડીયા (ઉં.વ.85) નો સુરત મુકામે શુક્રવારે દેહ વિલય થતા સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ છે.

સ્વ.મોહનદાદા દ્વારા ગઢડા કેળવણી મંડળ, તેમજ પાંજરાપોળ જીવદયા પ્રવૃત્તિ સહિત અનેક સંસ્થાઓમાં આર્થિક સામાજીક યોગદાન સાથે મૂક સેવક તરીકે સુવાસ ફેલાવી હતી. સ્વ.મોહનભાઇની ગુણાનુવાદ સભાનું આયોજન ગઢડા નાગરીક સમિતિ, કેળવણી સમાજ અને પટેલ સમાજના ઉપક્રમે આજે, રવિવારે સાંજે 8 કલાકે એમ.એમ. હાઇસ્કૂલ ખાતે રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...