તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગઢડા(સ્વામીના) નગરપાલિકાનો ટુ-સ્ટારમાં સમાવેશ કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાં આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય ભારત સરકાર દ્વારા તા.20 જાન્યુ 2018ના સ્ટાર રેટીંગ પ્રોટોકોલ ફોર ગાર્બેજ ફ્રી સીટીઝ (સ્વચ્છતા અભિયાન) શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત ભારતના તમામ શહેરોને 1 થી 7 સ્ટાર રેટીંગ આપવામાં આવ્યા હતા. જેમાં ભારત સરકારની આ સ્ટાર રેટીંગની ગાઇડ લાઇન મુજબ ગઢડા(સ્વામીના) નગર પાલિકાનો ગારબેજ ફ્રી સીટી તરીકે ટુ-સ્ટાર રેટીંગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જે બાબતે ગઢડા નગર પાલિકા ચિફ ઓફિસર વિપુલભાઇ પરમાર તથા એ.એસ.આઇ. દેવેન્દ્રભાઇ રાવલને પ્રાદેશિક કમિશ્નરના હસ્તે પ્રમાણપત્ર એ એનાયત કરવામાં આવ્યુ હતુ. આ તબક્કે નગર પાલિકા દ્વારા શહેરી જનો તરફથી મળેલા સહકારને બિરદાવી સ્વચ્છતા ઝુંબેશને આગળ વધારવા અનુરોધ કર્યો હતો.તસવીર-પ્રભાકર મોદી

અન્ય સમાચારો પણ છે...