તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખતરના કડુ ગામે રામ સત્સંગ પથથી અંતિમયાત્રા કઢાઈ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કડુ ગામનાં ઠાકોર સમાજનાં મોટી ઉંમરનાં પરભુભાઈનું દેહાવસાન થતાં તેમનાં પરિવાર દ્વારા તેમની અંતિમ (પાલખી) યાત્રાને રામ સત્સંગ પથે જતાં હોઈ બેન્ડવાજા સાથે કાઢવામાં આવી હતી. કડુ ગામે વરસોથી વસતાં ઠાકોર સમાજનાં મોભી 80 વર્ષના પરભુભાઈ ગાંડાભાઈ લોલાડીયાનું દેહાવસાન થતાં તેમનાં પરિવારજનોમાં પુત્રો, પુત્રવધૂઓ,પૌત્રો વિગેરેનો હર્યો ભર્યો પરિવાર મૂકી જતાં તેમની અંતિમયાત્રા રામ સત્સંગ પથથી એટલે કે રામનાં શરણે જતાં હોઈ કોઈ શોક ન રાખતાં તેમને બેન્ડવાજા સાથે અંતિમ સ્થાને લઈ જવામાં આવી હતી. અંતિમ યાત્રામાં ઘોડાઓ, સત સ્વરૂપ રામનાં સ્તંભો અને તે પણ પોષાકધારીઓ સાથે પાલખી કાઢવામાં આવ્યા હતા.

બેન્ડવાજા સાથે પાલખીયાત્રા કાઢી

મારા બાપુજી કહેતા કે મનુષ્યનું મરણ થાય પછી તેની અંતિમ યાત્રા જો પાલખીમાં નીકળે તો તે જીવ મોક્ષના માર્ગે જાય છે. આથી અમોએ બેન્ડવાજા સાથે પાલખીયાત્રા કાઢેલ.
> માલજીભાઈ, મૃતકના પુત્ર.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો