Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મૂળીમાંથી રૂ.19200ની મત્તા સાથે 4 જુગારી ઝડપાયા
મૂળી કોળીપરામાં બાતમીનાં આધારે પોલીસે રેડ કરી હતી. જેમાં ચાર જુગારીને ઝડપી 19200નો મુદ્દામાલ જપ્ત કરવામાં
આવ્યો હતો.
મુળી તાલુકામાં કેટલાક સમયથી પોલીસ દ્વારા દારૂ અને જુગારની બદી નાબુદ કરવા રેડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે મૂળી પીએસઆઇ ડી.જે.ઝાલાનાં માર્ગદર્શન નીચે હર્ષરાજસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ, રાયસંગભાઇ, અશોકસિંહ, યુવરાજસિંહ સહિતનાં એ મૂળી કોળીપર વિસ્તારમાં કમલેશભાઇનાં મકાનમાં ચાલતા જુગાર ધામ પર રેડ કરતા નાશભાગ મચી ગઇ હતી. પરંતુ પોલીસ તૈયારી સાથે જતા મૂળી કોળીપરાનાં કમલેશભાઇ રમેશભાઇ વસવેલીયા, ભીંડીપાનાં રવિભાઇ જાદવભાઇ ઉતેરીયા, આંબડેકરનગરનાં હરેશભાઇ દિનેશભાઇ પરમાર, ચંદુભાઇ ચતુરભાઇ કેરાળીયા ઝડપાઇ ગયા હતા.જયારે આંબેડકરનગરનાં રમેશભાઇ પરમાર ભાગી છુટવામાં સફળ રહ્યા હતા.પોલીસે સ્થળ પરથી ગંજીપાના 10,700 રોકડા,3 મોબાઇલ સહિત 19200નો મુદામાલ ઝડપી કાર્યવાહી કરાતા જુગારીઓમાં ફફડાટ
ફેલાયો છે.
કોળીપરાના શખ્સોની અટકાયત કરાઇ
બાતમીના આધારે દરોડાથી દોડધામ