તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

29 એપ્રિલે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, મોટાપા જેવા રોગોની નિ:શુલ્ક ચિકિત્સા શિબીર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢ | રાણાવાવ ચોક સ્થિત પતંજલિ ચિકિત્સાલય ખાતે 29 એપ્રિલે નિ:શુલ્ક ચિકિત્સા શિબીર યોજાશે. સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાનાર શિબીરમાં પતંજલિ યોગપીઠ હરિદ્વારના અનુભવી વૈધ દ્વારા તમામ દર્દીઓની નિ:શુલ્ક ચિકિત્સા કરવામાં આવશે. આ શિબીરમાં ડાયાબિટીઝ, બ્લડ પ્રેશર, મોટાપા તેમજ અન્ય અસાધ્ય રોગોથી પિડાતા દર્દીઓનું નિદાન કરવામાં આવશે તેમજ યોગ પ્રાણાયામના નિષ્ણાંત યોગ શિક્ષક સાજીદાબેન ખખ્ખર દ્વારા માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ યોગગુરૂ બાબા રામદેવ અને બાલકૃષ્ણ મહારાજની પ્રેરણાથી કરાશે. ચિકિત્સા શિબીરનો લાભ લેવા 9879330786 ઉપર અથવા રૂબરૂ સંપર્ક સાધી નામ નોંધાવી આપવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...