તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોંડલમાં મહિલાઓને રોજગારી મળે તે માટે નિ:શુલ્ક તાલીમ વર્ગો યોજવામાં આવશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોંડલ | ગોંડલ નગરપાલિકાનાં એન.યુ.એલ.એમ. વિભાગ અંતર્ગત મહીલાઓને રોજગારી મળી રહે તે હેતુથી કૌશલ્ય તાલીમ અને સ્થળ નિર્ધારણ નિ:શુલ્ક તાલીમ વર્ગો નું આયોજન કરાયું છે. આ તાલીમ વર્ગો માં છ માસ માટે શિવણ તથાં બ્યુટી પાર્લર ની તથાં આઠ માસ માટે જનરલ નર્સીંગ ની તાલીમ અપાશે.ધારાસભ્ય ગીતાબા જાડેજા તથાં એન.યુ.એલ.એમ.નાં ચેરમેન અપઁણાબેન આચાર્ય એ જણાવ્યું કે સામાન્ય પરીવારની મહીલાઓ પગભર બની પરીવાર ને સ્વમાનભેર મદદરુપ બની શકે જેથી વિના મુલ્યે આયોજીત આ તાલીમ વર્ગો નો લાભ લેવાં તેમણે અપીલ કરીછે. તાલીમ વર્ગો માં જોડાવા ઇચ્છુક બહેનો એ આધારકાડઁ, રેશનકાર્ડ, લીવીંગ સર્ટી સહીત પોતાનાં જરુરી ડોકયુમેન્ટ સાથે નગરપાલિકા એન.યુ.એલ.એમ શાખાનો સંપર્ક કરવાં યાદી માં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...