તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાટડીમાં નોળીયાએ ઘાયલ કરેલા 4 મોરને નવજીવન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી જીન રોડ પર ડિવોશન સ્કુલ પાસે નોળીયાનું ઝુંડ ચાર મોરને બચકા ભરી ગંભીર રીતે ઘાયલ કરી લોહિ લુહાણ કરી નાખ્યાં હતા. આ સમયે ત્યાંથી નીકળેલા જગદિશપ્રસાદ રાવલ અને નારણભાઇ પટેલ સહિતના ત્રણ શખ્સોએ નોળીયાના ચુંગાલમાંથી ચાર મોરને બચાવી પોતાના ઘેર લાવી એને સારવાર આપી નવજીવન બક્ષ્યું હતુ. અને આ ચારેય ઘાયલ મોરને વધુ સારવાર અર્થે બજાણા અભયારણ્ય વિભાગના કેર સેન્ટરમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે. રાષ્ટ્રીયપક્ષી મોરને બચાવી પાટડીના શખ્સોએ જીવદયાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતુ઼ં. આ અંગે બજાણા અભ્યારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટર સી.વી.સાણજાએ જણાવ્યુ કે પાટડી નારણભાઇ પટેલની વાડીમાંથી બજાણા કેર સેન્ટરમાં લવાયેલા ચારેય મોરને કોઇ રોગ લાગુ પડ્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હોવાથી તેઓ ઉડી નથી શક્તા. હાલમાં પશુ ચિકિત્સક અધિકારીને બોલાવીને ચારેય મોરની સારવાર કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો