તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૂનાગઢમાં 4 શખ્સોએ યુવાનને લમધાર્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૂનાગઢનાં મતવાવાડમાં રહેતા વિમલ મનસુખભાઇ ચાવડા (ઉ. 29) નામનાં યુવાને ખાણ ફળિયામાં રહેતા વસીમ અને શાહનવાઝ તેમજ અંબાઇ ફળિયામાં રહેતા રાજેશ શર્મા અને ભરત શર્મા સામે એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે, ચારેયએ અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખી પોતાને વાંઝાવાડમાં આંતરી લઇ લોખંડના સળિયા અને ધારીયાથી અને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. બનાવની વધુ તપાસ ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...