તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાર ખૂનખાર કેદી બૅરેકનું તાળું તોડી 14 ફૂટની દીવાલ કૂદીને ભાગી ગયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લાની જેલોમાં પૈસા ફેંકોને તમામ પ્રતિબંધીત સુખ સાહ્યબી ભોગવવાની વિગતો તો બહાર આવી ચૂકી છે. ત્યારે લીંબડીની સબજેલમાં રાખવામાં આવેલા ખૂનખાર 4 કેદી બેરેકનું તાળું તોડી 14 ફૂટ ઊંચી દીવાલ કૂદીને ફરાર થઈ જતાં જેલની સુરક્ષા સામે પણ અનેક સવાલો ઊભા થયા છે.

લીંબડીની સબજેલમાંથી એક સાથે 4 કેદી ફરાર થઈ જવાની ઘટના બનતાં જેલતંત્રની ગંભીર બેદરકારી સામે આવી જ છે, સાથેસાથે પોલીસ તંત્ર પણ દોડતું થઈ ગયું છે. લીંબડીની સબજેલમાં 5 બેરેકમાં 35 કેદીને રાખવાની સગવડતા સામે 49 કેદીને રાખવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં, આટલી મોટી સંખ્યામાં રહેલા ખૂનખાર કેદીને સાચવવા માટે 1 જેલર, 4 કોન્સ્ટેબલ અને 1 વોર્ડન એમ માત્ર 6 કર્મચારીનો સ્ટાફ 24 કલાક કેદીઓ પર નજર રાખવા મૂકવામાં આવ્યો છે. આ જેલમાં બેરેક નં 2માં કાચા કામના કુલ 6 કેદી રાખવામાં આવ્યા હતા. દરમિયાન રવિવારે સાંજે તમામ કેદીઓને જેલમાં રાખીને લૉક કરી દેવામાં આવ્યું હતું, જેમાં બેરેક નં 2માં રાખવામાં આવેલા 4 ખૂનખાર આરોપી જેલનું તાળું તોડીને બેરેકની બાજુમાં જ આવેલી 14 ફૂટની દીવાલ કૂદી તાર ફેન્સિંગ તોડીને રાત્રીના અંધારામાં ફરાર થઈ ગયા હતા. સવારે 7 વાગે તાળું ખોલવા માટે જેલનો કર્મચારી આવ્યો ત્યારે આ બેરેકમાંથી 4 આરોપી ફરાર થઈ ગયાની જાણ થઈ હતી જ્યારે અન્ય 2 કેદી જેલમાં જ હતા. 4 ખૂનખાર આરોપી ભાગી ગયાની જાણ થતાં ડીએસપી મહેન્દ્રકુમાર બગડિયા, ડીવાયએસપી ડી. બી. બસીયા, મામલતદાર મહાવીરસિંહ રાણા તથા એલસીબી અને એસઓજી સહિતની સ્થાનિક પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આરોપીઓનું પગેરું દબાવવા માટે જિલ્લાના રસ્તાઓ ઉપર નાકાબંધી કરવામાં આવી હતી.

આ 4 ભાગી છૂટ્યા
વિજય અનકભાઈ કરપડા, રામરડા, મૂળી

ગુનો : વગડીયામાં વેપારી પર ફાયરિંગ કરી જાનથી મારી નાંખવાની ધમકી जेलજેલમાં 8-2-2019થી

દિનેશ ઉર્ફે દેવ શુકલ, રેલનગર, રાજકોટ

દિનેશ ઉર્ફે દેવ શુકલ, રેલનગર, રાજકોટ

ગુનો : થાનમાં વર્ષ 2012માં હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો.

જેલમાં 8-12-2019થી

ગુનો : થાનમાં વર્ષ 2012માં હત્યાના ગુનામાં સજા ભોગવી રહ્યો હતો.

જેલમાં 8-12-2019થી

રમેશ ઉર્ફે જગદીશ કારૂ, ભીમાસર, અંજાર

ગુનો : અનાથ યુવતીને ગર્ભવતી બનાવી ત્રાસ આપી મરવા માટે મજબૂર કરી હતી.

जेलજેલમાં 8-12-2019થી

મયુરસિંહ ઉર્ફે સાગર જાડેજા,માંડવી

ગુનો : સાયલા શહેરમાં આંગડિયા પેઢીમાં થયેલી લૂંટના પ્રકરણમાં સામેલ હતો

जेलજેલમાં 14-10-19થી

જેલની 5 બૅરેકમાં 35 કેદીને રાખવાની સગવડતા, જેની સામે 49 કેદીને રાખવામાં આવ્યા છે
સમગ્ર ઘટનામાં તપાસ માગી લે તેવા મહત્ત્વના 3 મુદ્દા
તાળું કાપવા તીક્ષ્ણ હથિયાર ક્યાંથી, કેવી રીતે આવ્યું?

શાંત વાતાવરણમાં તાળું કાપ્યું છતાં ખબર કેમ ન પડી?

જેલની 14 ફૂટ ઊંચી દીવાલ કેવી રીતે કૂદ્યા?

અગાઉથી પ્લાન બનાવ્યો હશે, મદદગારો બહારથી દીવાલ ઉપર ચઢ્યા હોઇ શકે છે
જે કેદી ભાગી ગયા છે તેમની બેરેકની બાજુ માં જ દીવાલ આવેલી છે. 14 ફૂટની દીવાલ કૂદીને સરળતાથી ભાગી શકાય તેમ નથી પરંતુ જેલની બહારની દીવાલ પાસે કચરો પડ્યો છે, જેના ઉપર ચડીને બહારથી દીવાલ ઉપર સરળતાથી ચડી શકાય તેમ છે. આમ, જેલમાંથી ભાગવાનો માસ્ટર પ્લાન અગાઉથી જ બનાવ્યો હશે. બહારથી મદદ કરવા માટે આવેલા લોકો દીવાલ ઉપર ચડી ગયા હોય અને તેમની મદદથી જ કેદીઓ દીવાલ કૂદીને ભાગી ગયા હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

ખાટલે મોટી ખોડ, જેલમાં CCTV णજ નથી
સરકાર વાહનચાલકોને દંડવા માટે સરકાર હાઈ-વે પર કરોડોના ખર્ચે સીસીટીવી કૅમેરા લગાવે છે, જે આરોપીઓને પકડવા માટે મદદરૂપ પણ થાય છે પરંતુ લીંબડી જેલમાં ખાટલે મોટી ખોડ હોય તેમ જેલમાં સીસીટીવી કૅમેરા જ નથી. જ્યાં આટલી મોટી સંખ્યામાં કેદીઓ રાખવામાં આવ્યા હોય અને ત્યાં કૅમેરા જ ન હોય તે તો ગંભીર બેદરકારી સામે આવી હતી.

જેલ પાસે તો સીસીટીવી છે નહીં હવે રસ્તાના કૅમેરાથી તપાસ શરૂ કરીશું
 ‘પેરોલ ફર્લો, એલસીબી, એસઓજી અને લોકલ પોલીસ ટીમોની રચના કરવામાં આવી છે. 4માંથી 3 આરોપી બીજા જિલ્લાના રહેવાસી હોવાથી તે જિલ્લા અને તાલુકા પોલીસ મથકે જાણ કરી દેવામાં આવી છે. લીંબડી સબજેલમાં તો સીસીટીવી નથી પરંતુ શહેરના રસ્તા પરના સીસીટીવી કૅમેરાના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં ચારેય આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે.’ ડી. વી. બસીયા, ડીવાયએસપી, લીંબડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો