તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજુલાના દરિયાકાંઠે ખારાશ અટકાવવા પાળા બંધાશે, ચાર કરોડની ગ્રાન્ટ મંજુર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજુલાના દરિયાકાંઠે આવેલા ગામોના હિતમાં યોગ્ય નિર્ણય થતા આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. અહી બંધારા બનાવવા માટે સરકારમા રજુઆત કરવામા આવી હતી જેને પગલે સરકાર દ્વારા અહી ચાર કરોડ જેવી રકમ મંજુર કરતા લોકોએ રાહત અનુભવી છે.

જાણવા મળતી વિગત મુજબ રાજુલાના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા સરકારમાં રજુઆત કરવામાં આવી હતી કે રાજુલાના દરિયાકાંઠાના ગામો જેવા કે ચાંચ, ખેરા પટવા, સમઢીયાળા સહિતના ગામો દરિયાકાંઠે આવેલા ગામો છે. પોતાની ફળદ્રુપ જમીનમાં ખારાશ વધતા ખેડૂતોને ભારે મુશ્કેલી પડે છે. આ બાબતે આ ગામોના હિતમાં અહીં પાળાઓ બનવા જરૂરી છે તેવી રજુઆત કરવામાં આવી હતી.

જેના અનુસંધાને આવા ગામોમાં ખારાશ અટકાવવા પાળાઓ બનાવવા ગુજરાત સરકાર દ્વારા 4 કરોડના કરોડના કામોને તાંત્રિક મંજૂરી મળી જતા આ વિસ્તારની જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમા દરિયાનુ પાણી ઘુસી જતા જમીનમા ખારાશ વધી ગઇ હતી જેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો