તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોટડાસાંગાણીના મોટામાંડવા નજીક દારૂ સાથે 4 ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોટડાસાંગાણી પોલીસે મોટા માંડવા નજીક ચાર શખ્સોને કારમાં વિદેશી દારૂ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે જ્યારે અન્ય એક શખ્સ નાશી જતા તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસે કાર સહિત કુલ રૂ.5.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કોટડાસાંગાણી પોલીસના પીએસઆઈ કે.બી.સાંખલા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોટા માંડવા ગામના ગેટ પાસેથી બ્લેક કલરની સ્કોર્પીઓ કાર પસાર થતા અટકાવી તલાસી લેતા તેમા વિદેશી દારૂની બોટલો સાથે કુલ 4 શખસ કુલદિપસિંહ ઉર્ફે કાનો જીતેન્દ્રસિંહ જાડેજા ઉ.વ.૨૨ રહે-ખરેડા તા.કોટડાસાંગાણી તથા છત્રપાલસિંહ ઉર્ફે મુન્નો મનોહરસિંહ જાડેજા ઉ.વ.૪૦ તથા દશરથસિંહ ઘનશ્યામસિંહ જાડેજા ઉ.વ.૩૬ તથા સંદિપસિંહ મહિપતસિંહ ચુડાસમા ઉ.વ.૩૫ નંબર વગરની કાળા કલરની સ્કોર્પીયો કારમા વિદેશી દારૂની બોટલો નંગ-૧૦૭ કી.રુ.૫૮,૩૦૦ તથા બિયરના ટીન નંગ-૪૮ કી.રુ.૪,૮૦૦ તથા સ્કોર્પીયો કાર કી.રુ.૫,૦૦,૦૦૦ સાથે કુલ કી.રુ.૫,૬૩,૧૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...