તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિદેશના સેવકો આરોગ્ય અને શિક્ષણ માટે કટિબદ્ધ : મંડલેશ્વર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગતના ગામથી ખ્યાતી મેળવાનાર સાયલા લાલબાપાના અનેક સેવકો વિદેશમાં છે. સાયલા મંદિરના પ્રથમ મંડલેશ્વર અમેરીકાના પ્રવાસ દરમિયાન માનવસેવાના ચરિતાર્થ કરવા ધર્મપ્રચાર, પ્રતિષ્ઠા મહોત્સવ સહિત સંતસભામાં ઉપસ્થિત રહ્યા હતા. મંડલેશ્વરે કહ્યુ કે આરોગ્ય અને શિક્ષણ માટે વિદેશના સેવકો કટીબધ્ધ છે.

સાયલામાં સદાવ્રત અને માનવસેવાના અનેક કાર્યમાં અગ્રેસર છે. જેના કારણે ઉત્તર, દક્ષિણ ગુજરાતના સેવકો મોટા પ્રમાણમાં જોવા મળે છે. ભગત લાલબાપાના અનેક સેવકો વિદેશમાં આસ્થા સ્થાને જોવા મળે છે. ત્યારે સાયલા મંદિરના મહંત દુર્ગાદાસજીએ પ્રથમ મંડલેશ્વર માધવદાસને ધર્મપ્રચાર માટે અમેરીકા મોકલ્યા હતા. કડવા પાટીદાર સમાજ આયોજીત શિકોગો અને ન્યુજર્સીમાં ઉમિયા માતાની પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપસ્થિત રહ્યા હતા. કેન્સીયા, એટલાન્ટા, મેકનોલીયા, ન્યુયોર્ક સહિત અનેક શહેરમાં લાલબાપાના માધવદાસજીની પધરામણી કરીને ધર્મપ્રચાર, સંતસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમેરીકામાં 45 દિવસમાં 25 ધર્મસભા કરીને વિદેશી સેવકોને માધવદાસજીએ માનવસેવાના મુલ્યો સમજાવ્યા હતા. ત્યારે અમેરીકા સ્થિત સેવકોઓએ ભારતના બાળકોને શિક્ષણ અને આરોગ્યથી વંચીત ન રહે તે માટે તન,મન અને ધનથી સેવાની તત્પરતા બતાવતા ધર્મસભા સફળ બની હતી. સાયલા લાલબાપા મંદીરના પ્રથમ મંડલેશ્વર વિદેશયાત્રાથી પરત ફરતા વેપારી મહામંડળના મનુભાઇ રાજપુત,એહમદભાઇ,રતીભાઇ પટેલ,હરગોવિંદભાઇ,ગીરીશભાઇ પ્રજાપતિ સહિત ગ્રામજનોએ ભાવભર્યુ સ્વાગત કરી આર્શિવાદ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...