તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડગામ સંસ્થામાં વિદેશી દાતાઓએ બાળકો સાથે ભોજન કર્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટડી | પાટડીના વડગામે 17 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે ગરીબ બાળકો માટે કામ કરતી લોકકલ્યાણ સેવા સંસ્થામાં મૂળ આણંદનાં બાંધણી ગામનાં વતની અને હાલ ઈંગ્લેન્ડ રહેતા લલીતાબેન રજનીભાઇ પટેલ તેમનાં સર્કલનાં વિમળાબેન પટેલ, શુશીલાબેન પટેલ, જયાબેન પટેલ સાથે છાત્રાલયનાં બાળકો સાથે સાત્વિક ભોજન કર્યું હતું. આ પરિવાર દર વર્ષે આ સંસ્થામાં 1 લાખથી વધુ રકમનું દાન કરે છે. આ પ્રસંગે સંસ્થાનાં મહામંત્રી વશરામભાઈ મકવાણાએ જણાવ્યું કે વિદેશમાં રહીને પણ ભારત દેશનાં ગરીબ વિધાર્થીઓ માટે ચિંતા કરે છે તેથી જ આ દેશ ભારત માતા કહેવાય છે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાનાં સંયોજક કંચનબેન મકવાણાએ કર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...