તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરીકાની ધરતી પર પ્રથમવાર 25 કુંડી મહાવિષ્ણુયાગ યોજાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમેરિકાનાં જ્યોર્જિયા રાજ્યના સવાનાહ ખાતે વીસ એકરમાં પાણીના વિશાળ સરોવર સહિત પચાસ એકરમાં પથરાયેલ સ્વામીનારાયણ ગુુરુકુલ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠાનમ્ એસજીવીપીની નૂતન શાખા સનાતન મંંદિરમાં 17 થી 21 એપ્રિલ દરમિયાન મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. ભૂમિ પૂજન કરી દ્રોણેશ્વર ગુરૂકુલનાં કોઠારી સ્વામી હરીકૃષ્ણદાસજીનાં હસ્તે ધ્વજારોહણ કરાયું હતું. માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી પણ ધર્મોત્સવમાં જોડાયાં છે. માધવપ્રિયદાસજી સ્વામીના વ્યાસપદે શ્રીમદ્ ભાગવત કથા બાળમંચ, યુવા મંચ સહિતનાં અનેકવિધ આયોજન પણ કરાયાં છે. મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત અમેરીકાની ધરતી પર પ્રથમ વખત ૨૫ કુંડી મહાવિષ્ણુયાગનું આયોજન કરાયું છે. યજ્ઞ વિધિ ગુરુકુલના પૂર્વ છાત્રો કિશોરભાઇ દવે, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રાધ્યાપક યોગેશભાઇ પંડ્યા અને અજય મહારાજ કરાવશે. યજ્ઞશાળાના નિર્માણ કાર્યમાં અમેરિકાના સ્થાનિક હરિભકતો તથા લંડનથી ગોવિંદભાઇ રાઘવાણી, જીતુભાઇ હાલાઇ, દિપેશ ભૂડીયા, કાંતિલાલ ભૂડિયા, રાહુલ વેકરિયા વગેરે જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...