તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સલામતિ,સુરક્ષાને ધ્યાનમાં લઇને તળાજા તાલુકા મથકે સબ જેલની જરૂર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
તળાજા તાલુકા મથકે સબ જેલ બનાવવા તથાઅન્ડર ટ્રાયલ આરોપીઓ માટે ભોજન પ્રબંધ કરવા તળાજા બાર એસો.ની માંગવધુ હકુમત ધરાવતી કોર્ટ સ્થાપીત થતા આરોપીનું પ્રમાણ વધતા જરૂરીયાત ઉભી થવા પામી છે.

તળાજા તાલુકા મથકે ન્યાયની કાર્યવાહી માટે ત્રણ વર્ષથી સ્થાપિત થયેલ અદ્યતન કોર્ટમાં ક્રમશ: વધુ હકુમત ધરાવતી સક્ષમ ટ્રાયલ અદાલતો કાર્યરત થતા. અહીંની કોર્ટમાં ચાલતા અન્ડર ટ્રાયલ કેસો (યુ.ટી.પી.) માં બહાર ગામની જેલોમાંથી ન્યાયનાં કામ માટે લવાતા આરોપીઓ સામેની કાર્યવાહી ઘણી વખત આખો દિવસ ચાલતી હોય અને લાંબો સમય રોકાવાનું થતું હોય ત્યારે આવા આરોપીઓ માટે તળાજા ખાતે સબ જેલ સ્થાપવા અને તથા આરોપીઓ માટે ભોજનનો પ્રબંધ કરવા તળાજા વકીલ મંડળ દ્વારા અવારનવાર રજુઆતો થયેલ છે.

તળાજા તાલુકા મથકે ઘણા સમયથી નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી કાર્યરત છે. ઉપરાંત તળાજાનાં અદ્યતન ન્યાય મંદિરમાં જાન્યુઆરી 2019 થી ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ સિનિયર ડીવીઝનની ફુલ ટાઇમ કોર્ટ કાર્યરત છે. તેમજ સરકારનાં ન્યાય વિભાગ દ્વારા આગામી 31/1/2020 થી વધુ હકુમત ધરાવતી એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટની સુવિધા આપવાનો લેટર મળતા તળાજાનાં ક્રીમીનલ સેશન્સ કેસો અને ગંભીર પ્રકારનાં ગુનાનાં કેસોમાં અન્ડર ટ્રાયલ આરોપીઓ લાવવાનું પ્રમાણ વધે ત્યારે સલામતી અને સુરક્ષા માટે તળાજા ખાતે સબજેલ સ્થાપીત કરવા તથા અન્ડર ટ્રાયલ કેસનાં આરોપીઓ માટે ભોજન માટે ભોજનનો પ્રબંધ કરવાની તાતી જરૂરીયાત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો