ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભાવનગર | કોળીયાક નિવાસી (હાલ ભાવનગર) સ્વ. બળવંતરાય મથુરદાસ પાઠકના નાનાપુત્ર તુષારભાઇ બળવંતરાય પાઠક (ઉ.વ.41) તા.27/9ને શુક્રવારે ગૌલોક પામેલ છે. તે નીતિનભાઇ, પુષ્કરભાઇના નાનાભાઇ, જાગૃતિબેન પ્રદિપકુમાર પંડ્યા, હેમાબેન પંકજકુમાર વ્યાસ, અલ્પાબેનના નાનાભાઇ, સ્વ. મગનલાલ ચત્રભુજ પંડ્યાના ભાણેજ થાય. તેમની સાદડી (બેસણું) તા.28/9ને શનિવારે 3.30 થી 6, રૈકવ બ્રાહ્મણ જ્ઞાતિ છાત્રાલય, કકુરામ મંદિર સામે ખાંચામાં, સિંધુનગર, ભાવનગર રાખેલ છે.

સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ

બોરડાવાળા, હાલ વાપી | સ્વ.પુષ્કરરાય કાંતિશંકર જોષીના પુત્ર દિપકભાઇ પી. જોષીના પુત્ર આશુતોષ ડી. જોષી (ઉ.વ.8) તા.24/9ના વાપી મુકામે અવસાન પામેલ છે. તેમની ધાર્મકવિધિ-ધાર્મિક સ્થળે/તિર્થ સ્થળે રાખેલ છે.

ક્ષત્રિય

સેંદરડા (તા. સિહોર) | હાલ સોનગઢ નિવાસી ભીખુભા ભુરૂભા ગોહિલ તા.24/9ના અવસાન પામેલ છે. તે પ્ર. ગંભીરસિંહ ગોહિલ, સ્વ. વિજયસિંહ (ખાંભા)ના મોટાભાઇ, મંગળસિંહ, કરણસિંહના પિતાજી, યશપાલસિંહ, નયપાલસિંહ, જયદેવસિંહના મોટાબાપુ, હરદેવસિંહ, હરપાલસિંહ, કાળુભાઇના દાદાજી થાય. તેમની ઉત્તરક્રિયા તા.29/9ના સોનગઢ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

શ્રીમાળી સોની

ભાવનગર | અમરેલી નિવાસી ગો.વા. નટવરલાલ પ્રાણલાલ મુંજપરાના પત્ની જયાબેન નટવરલાલ પ્રાણલાલ મુંજપરા તા.26/9ને ગુરૂવારે શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. રમણીકભાઇ, સ્વ. ભોગીભાઇ, સ્વ. છોટાભાઇ, સ્વ.મનહરભાઇ, સ્વ. દલીચંદભાઇ, ચુનીભાઇના ભાભી, સ્વ. ઇન્દુબેન, આત્મારામભાઇ, શાંતુબેન ભક્તિદાસ, સ્વ. પુષ્પાબેન હર્ષદરાયના ભાભી, વિજયભાઇ, ભદ્રેશભાઇ, સ્વ. વર્ષાબેન જયેશકુમાર, અલકાબેન શૈલેષભાઇ, જાગૃતિબેન હિતેશકુમારના માતુશ્રી થાય. તેમની સાદડી તા.28/9ને શનિવારે સવારે 9.30 થી 10.30 ભાવનગર મુકામે સોની જ્ઞાતિની વાડી, હલુરીયા ચોક, નીચેના ભાગમાં રાખેલ છે.

લુહાર

વાળુકડ (બાઇનું) હાલ સુરત | પ્રભાબેન લલ્લુભાઇ ડોડીયા (ઉ.વ.81) તા.27/9ને શુક્રવારે શ્રીજીચરણ પામેલ છે. તે લલ્લુભાઇ જીવરાજભાઇ ડોડીયાના પત્ની, ચિમનભાઇ, નંદલાલભાઇ, પ્રવિણભાઇ, કમુબેન ધીરજલાલ રાઠોડ (રોયલ)ના માતુશ્રી, સ્વ. માવજીભાઇ (સણોસરા)ના લઘુબંધુના પત્ની, સ્વ. વાલજીભાઇ (રતનપર), પોપટભાઇ (રેવા), વજુભાઇ (કૃષ્ણપરા), નટુભાઇ (જાળીયા, અાંકોલાળી)ના ભાભી, ગારીયાધારવાળા સ્વ. દુલાભાઇ કાનજીભાઇ સિદ્ધપુરા, સ્વ. બાબુભાઇ કાનજીભાઇ, સ્વ. મનજીભાઇ કાનજીભાઇના બેન થાય. તેમનું બેસણું તા.28/9ને શનિવારે લક્ષ્મીનગરની વાડી, ઇશ્વર કૃપાની બાજુમાં, વરાછા ખાતે રાત્રે 8 થી 10 રાખેલ છે.

ધોબી

ભડી ભંડારીયા, હાલ ભાવનગર | સ્વ. જીવણભાઇ કાનજીભાઇના દિકરા દિપકભાઇ જીવણભાઇ ગોહેલ (ઉ.વ.37) તા.27/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે હિરજીભાઇ કાનજીભાઇના ભત્રીજા, રાજુભાઇ, મુકેશભાઇ, માલતીબેનના નાનાભાઇ, ઇશાંત, પ્રાંજલ, આસ્થાના પિતાશ્રી, પોપટભાઇ, ભીખાભાઇ, રાજુભાઇ, હર્ષદભાઇ, અશોકભાઇના નાનાભાઇ, રાજુભાઇ જીવણભાઇ વાળા (મહુવા)ના સાળા, ગીરીશભાઇ બચુભાઇ ચૌહાણના જમાઇ, જયેશ, જીતેષભાઇના બનેવી, મહેન્દ્રભાઇ મેઘજીભાઇ વાઘેલા, બાબુભાઇ જીવાભાઇ વાઘેલા, ભીમજીભાઇ જીવાભાઇ વાઘેલાના ભાણેજ, બીપીનભાઇ ભુપતભાઇ પરમાર (તળાજા)ના માસીયાઇ ભાઇ થાય. તેમની બંને પક્ષની સાદડી સાથે તા.28/9ને શનિવારે સાંજે 4 થી 6, રક્ષેશ્વર મહાદેવ મંદિર પાછળ, 12 નંબરના બસ સ્ટેન્ડ પાછળ, ભરતનગર, ભાવનગર રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.3/10ને ગુરૂવારે રાજુભાઇના નિવાસસ્થાને પ્લોટ નં.8608, યોગેશ્વરનગર, શાકમાર્કેટની પાછળ, ભરતનગર, ભાવનગર રાખેલ છે.

વાળંદ

ભાવનગર | સ્વ. મોહનલાલ નાનજીભાઇ વાજા (દામનગર, ભાવનગર)ના જમાઇ ભરતકુમાર તુળશીભાઇ ગોહેલ (ઉ.વ.63, સિહોર) તા.25/9ને બુધવારે રામચરણ પામેલ છે. તે સ્વ.અરવિંદભાઇ મોહનલાલ વાજા, રાજુભાઇ મોહનલાલ વાજા, દિલીપભાઇ મોહનલાલ વાજા, કિશોરભાઇ બચુભાઇ વાજા, દિનેશભાઇ બચુભાઇ વાજા (દામનગર)ના બનેવી, ગુણવંતરાય મોહનલાલ બુધેલીયા (ભાવનગર), જીવરાજભાઇ રામજીભાઇ વકાણી (માલપરા)ના સાઢુભાઇ, આનંદભાઇ અરવિંદભાઇ વાજા, સમીરભાઇ અરવિંદભાઇ વાજા, ચંદેશભાઇ અરવિંદભાઇ વાજા, બંકીમભાઇ રાજુભાઇ વાજા, યશભાઇ દિલીપભાઇ વાજાના ફૂવા, મુન્નાભાઇ ગુણવંતરાય બુધેલીયા, કાળુભાઇ ગુણવંતરાય બુધેલીયા, રાકેશભાઇ જીવરાજભાઇ વકાણીના માસા થાય. તેમની પિયર પક્ષની સાદડી તા.28/9ને શનિવારે સાંજે 4 થી 6, વાળંદ જ્ઞાતિની વાડી, ભરતનગર, 12 નંબરના બસ સ્ટેન્ડ પાસે, ભાવનગર ખાતે રાખવામાં આવેલ છે.

કુંભાર

મહુવા | સ્વ.મથુરભાઇ કાનજીભાઇ પરમારના પત્ની સંતોકબેન (ઉ.વ.78) તે કાંતીભાઇ, પ્રવિણભાઇ, ભુપતભાઇ, લાભુબેન વલ્લભભાઇ વાઘેલાના માતુશ્રી, શાંતિભાઇ, સુરેશભાઇ(ઘુઘાભાઇ), દિલીપભાઇ, હર્ષાબેન શાંતિલાલ કાબીયાણીના મોટાબા, ચંપાબેન ત્રિકમલાલ ડાભીના કાકી, શરદ, સ્વ.મનોજ, રાહુલ, સુનિલ, સાગર, ગોપાલ, સ્વ.ગૌત્તમ, બીના, રવિના, ગીતા, અરૂણા, ભૂમિ, કાજલ, પૂજા, સોનલ, દિવ્યા, કિરણ, રીતુ, નેહા, ધારા, મંથનના મોટીબા તા.27/9ને શુક્રવારે અવસાન પામેલ છે. તેમની સાદડી તા.30/9ને સોમવારે ગુર્જર પ્રજાપતિની વાડી જુના સદ્દભાવના હોસ્પિટલ સામે બહેનો માટે સાંજે 4 થી 6 કલાકે તથા ભાઇઓ માટે રાત્રે 8.30 થી 9.30 કલાકે તથા ઉત્તરક્રિયા તા.7/10ને સોમવારે જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.

સોરઠીયા આહિર

ખારડી, તા. તળાજા | બાઘાભાઇ ભાભાભાઇ ભંમર (ઉ.વ.65) તા.24/9ને મંગળવારે રામચરણ પામેલ છે. તે પાતાભાઇ બાઘાભાઇ, નાજાભાઇ બાઘાભાઇ, શામળાભાઇ બાઘાભાઇના પિતાશ્રી, કાળુભાઇ, આપાભાઇના મોટાભાઇ, વિજાણંદભાઇ ઉનડભાઇ, ભીખાભાઇ વીરાભાઇ, સ્વ. આલાભાઇ કાદુભાઇા કાકાના દિકરા ભાઇ, દુદાણાના કામળીયા વાસીયાંગભાઇ ઉગાભાઇ, સામતભાઇ ઉગાભાઇના બેનના દિકરા ભાણેજ, ભીખાભાઇ કાળાભાઇ (ઇટીયા)ના સાળા થાય. તેમની ઉત્તરક્રિયા (પાણીઢોળ) તા.4/10ને શુક્રવારે તેમના નિવાસસ્થાને (વાડીએ) ખારડી મુકામે રાખેલ છે. નાત તેડુ રાખેલ છે.

રબારી

ગુંદાળા, તા. ગઢડા (સ્વા.) | હિમાબેન સોંડાભાઇ રગિયા (ઉ.વ.85) તા.26/9ને ગુરૂવારે અવસાન પામેલ છે. તે જબરાભાઇ સોંડાભાઇનાં માતુશ્રી, પાંચાભાઇ લાખાભાઇ, હાજાભાઇ રૂડાભાઇ, ગેલાભાઇ સુરાભાઇનાં કાકી થાય. તેઓનો લૌકિક (કાણ) વ્યવહાર તેમના નિવાસસ્થાને પાંચ દિવસ સુધી રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.4/10ને શુક્રવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

ખરક

હાજીપર, તા. તળાજા | સ્વ. બાલાભાઇ વશરામભાઇ ખોડિફાડના પત્ની રાધાબેન (ઉ.વ.81) તા.27/9ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે કેશવભાઇ, ધનજીભાઇ, સ્વ. મોહનભાઇ, રાણાભાઇ, દુલાભાઇ, લક્ષ્મણભાઇના માતુશ્રી, પ્રેમજીભાઇ હરીભાઇ, કાનજીભાઇ, નાનજીભાઇના કાકી, અમીત, અનિલ, મહેશ, સંજય, કમલેશ, અભય, વિવાતના દાદીમાં, થોરડી સુરાણી સ્વ. બચુભાઇ જસમતભાઇ, સ્વ.સવજીભાઇ, બોઘાભાઇ, પરશોત્તમભાઇ, સ્વ. રામજીભાઇ ગીલાભાઇ, સ્વ. ગીગાભાઇ, મેઘાભાઇના બેન થાય. તેમનું ઉત્તરક્રિયા તા.8/10ને મંગળવારે કારજ દિવસના રાખેલ છે. (પિયર પક્ષની કાણ હાજીપર સાથે રાખેલ છે.)

તળપદા કોળી

ઉમણીયાવદર | બાલુબેન બીજલભાઇ ચૌહાણ (ઉ.વ.111) તે સ્વ.નાનજીભાઇ, છગનભાઇ, ખીમાભાઇ, સવજીભાઇ, મંગાભાઇ, ધીરૂભાઇના માતુશ્રી, સામતભાઇ ચીથરભાઇ શિયાળના બહેન તા.26/9ને ગુરૂવારે રામચરણ પામેલ છે. તેમનુ ઉત્તરકારજ તા.6/10ને રવિવારે તેમના નિવાસ સ્થાને ઉમણીયાવદર મુકામે રાખેલ છે.

તળપદા કોળી

ભાવનગર | હરજીભાઇ ખોડાભાઇ જેઠવા (ઉ.વ.74) તા.26/9ને ગુરૂવારે અક્ષરવાસ પામેલ છે. તે સ્વ. ગીતાબેન, રમેશભાઇ, હંસાબેનના પિતાશ્રી, કોમલબેન, ગૌત્તમભાઇ, દેવાંગના દાદા થાય. તેમનું બેસણું તા.28/9ને શનિવારે સાંજે 4 થી 6, તેમના નિવાસસ્થાને રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.3/10ના તેમના નિવાસસ્થાને બી-1167, ઇન્દ્રપ્રસ્થનગરી, કાળીયાબીડ, ભાવનગર રાખેલ છે.

તળપદા કોળી

નાના પીપળવા | જેરામભાઇ દુદાભાઇ શિયાળ (ઉ.વ.70) તે ભગવાનભાઇ, મથુરભાઇના મોટાભાઇ, હિંમતભાઇ, ધરમશીભાઇ, એભલભાઇ (આચાર્ય, સિદસર), વલ્લભભાઇ, જેન્તીભાઇના પિતાશ્રી, રમેશભાઇ(મંથન સ્ટીડીયો, મહુવા), નાનજીભાઇ, કલ્પેશભાઇના દાદાશ્રી તા.23/9ને સોમવારે સ્વર્ગવાસ થયેલ છે. તેમનુ ઉત્તરકારજ તા.4/10ને શુક્રવારે નાના પીપળવા મુકામે રાખેલ છે.

વણકર

દેવગાણા, હાલ વરતેજ | સ્વ. વાલજીભાઇ દેવજીભાઇ સોલંકીના પત્ન કંકુબેન વાલજીભાઇ સોલંકી (ઉઉવ.85) તા.26/9ને ગુરૂવારે અવસાન પામેલ છે. તે સ્વ.મેઘજીભાઇના નાનાભાઇના પત્ની, સ્વ. આલજીભાઇ, સ્વ. તેજાભાઇ, સ્વ. લાલજીભાઇના ભાભી, જયંતિભાઇ, અમુલખભાઇ, ચંદ્રકાન્તભાઇ, સ્વ. મોહનભાઇ (જેષ્ઠારામભાઇ), નિર્મળાબેન, સ્વ. બાલુબેનના માતુશ્રી, જયાબેન, રતનબેન, હંસાબેન, પુરીબેન, લક્ષ્મીબેન (FHW, વરતેજ)ના સાસુમાં, દિપક, કિશોર, શ્વેતા, રણજીત, દિલિપ, પ્રતિક, દ્વિજેશ, મનિષ, વર્ષા (ટીનુ), સંધ્યા, દ્રિપાલના દાદીમાં, રમેશભાઇ, સુનિલભાઇ (RDD ઓફિસ, ડ્રાઇવર)નાં મોટાબા, કમળેજ નિવાસી સ્વ. પાલજીભાઇ, વેલજીભાઇ, સ્વ. હિરાભાઇ વેલજીભાઇ, સ્વ. દેહાભાઇ વેલજીભાઇ (બોમ્બે)ના બેન, ગામ ભુંભલી ગામ સુમરાના ભાણેજ થાય. તેમની ઉત્તરક્રિયા તા.30/9ને સોમવારે વરતેજ મુકામે તેમના નિવાસસ્થાને ઝાલાના પેટ્રોલ પંપની બાજુમાં, દિવસના (સવારે) રાખેલ છે.

વણકર

ભાવનગર | વિનુભાઇ દાનજીભાઇ વાજા (ઉ.વ.66)તે સ્વ.દાનાભાઇ ભગવાનભાઇ વાજાના પુત્ર, રમેશભાઇ, ચંદુભાઇ, ગણેશભાઇ, મોહનભાઇ સોલંકી, જસવંતભાઇ, બાબુભાઇ, રામુબેન (નેસડી), ગાૈરીબેન (ભરૂચ), લીલાબેન (તોતણીયાળા), દેવુબેન (ભાવનગર)ના મોટાભાઇ, કિશોરભાઇ, ગૌતમભાઇ, પારૂબેન (બાવળીયાળી), ગીતાબેન (બાવળીયાળી)ના પિતાશ્રી, હિમતભાઇ, જયેશભાઇ, શૈલેષભાઇ, અશોકભાઇ, વિજયભાઇ, પ્રિયાસુભાઇ, જયેશભાઇ, ક્રિસભાઇના મોટાબાપુ તા.26-9ના રામચરણ પામેલ છે. તેનુ બારમુ તા.28-9ના શનીવારના સવારે ભાવનગર બોરડીગેટ, મહાત્માગાંધી સોસાયટી, પ્લોટનં-9 રાખેલ છે.

હિન્દુ

રાજપરા નં-2 | દયાળભાઇ ગોવીન્દભાઇ ગોહેલ (ઉ.વ.90)તા.27-9ના રોજ દેવલોક પામેલ છે. તે ચંદુભાઇ દયાળભાઇ, અશોકભાઇ દયાળભાઇ, ધનસુખભાઇ દયાળભાઇ, ભરતભાઇ દયાળભાઇ, વલ્લભભાઇના મોટાભાઇ થાય. તેનુ બેસણુ તા.30-9ના સોમવારે 4 થી 6 તેના નિવાસસ્થાને રાખેલ છે. તથા ઉતરક્રિયા તા.8-10ના મંગળવારે રાખેલ છે.

જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી

મહુવા | વરધિલાલ વનમાળીદાસ મારફતીયાના પુત્ર અનોપચંદભાઇ (ઉ.વ.90) તે સ્વ.રમણીકલાલ, નગીનભાઇના ભાઇ, સ્વ.વિરેન્દ્ર, જયેશ, સંજય, જીજ્ઞેશ, વિપુલ, હીરેન, સાધ્વીજી હિતજ્ઞા મ.સા., ઇલાબેન સતીષકુમાર(દાઠા), મનીષાબેન યોગેશકુમાર (દેવગાણા)ના પિતાશ્રી તા.27/9ને શુક્રવારે અવસાન પામેલ છે. તેમની સાદડી તા.28/9ને શનિવારે બપોરે 3.30 થી 5.30 કલાકે જૈન ભુવન, જૈન દેરાસર શેરી, કેબીનચોક મહુવા મુકામે રાખેલ છે.

દશાશ્રીમાળી

ભાવનગર | કલકત્તા નિવાસી (હાલ ભાવનગર) ત્રિલોકભાઇ દ્વારકાદાસ શાહ (ઉ.વ.86) તે મિતેષભાઇ શાહ (મધુસીલીકા પ્રા. લી.)ના પિતાશ્રી, જિગીષાબેન મિતેષભાઇ શાહના સસરા, કેશવીબેન મિતેષભાઇ શાહના દાદાજી, પ્રિતીબેન જીતેન્દ્રભાઇ સંઘવી, મોનાબેન હસમુખભાઇ શાહ, સાધનાબેન રાજેશભાઇ શાહના પિતાશ્રી તા.26/9ના અરીહંતશરણ પામેલ છે. તેમની પ્રાર્થના સભા તા.28/9ને શનિવારે સવારે 9.30 થી 11, દિપક હોલ, સંસ્કાર મંડળ, ભાવનગર રાખેલ છે.

મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરા

ગારિયાધાર | તૈયબઅલી જીવાજીભાઇ માકડા (ઉ.વ.92) તે આબીદભાઇ, મ. હીઝાબેન (તળાજા), રેહાનાબેન, હરૈય્યાબેન (ભાવનગર), શહેનાઝબેન (મુંબઇ), સકીનાબેન (અમદાવાદ)ના બાવાજી તા.27/9ને શુક્રવારે ખુદાતઆલાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તેમની જીયારત તથા ચાલીસમાના સિપારા તા.29/9ને રવિવારે સૈફીબાગ, ગારિયાધાર ખાતે રાખેલ છે.

સીપાઇ

ભાવનગર | શેખ ઉમરભાઇ મહમદભાઇ (ઉ.વ.83 રહે વડવા સીદીવાડ) તા.27-9ના અલ્લાની રહેમતમાં પહોચી ગયેલ છે. તે ઝીલ પાનવાળા ઇકબાલભાઇ (SBS), એયુ.શેખ તલાટીમંત્રી, હમીદભાઇ ઝીલપાન ના વાલીદ, નાનુભાઇ મરચાવાળાના મોટાબાપુ, રજાકભાઇ મહંમદભાઇ પોલીસવાળાના મોટાભાઇ થાય. તેની જીયારત તા.29-9ના રવિવારના રોજ ગોસીયા મસ્જીદ વાડી, વડવા તલાવડી, સવારના 8-30 કલાકે રાખેલ છે. ઓરતોની જીયારત બાપેસરા જમાત ખાને ઉપલા માળે રાખેલ છે. હિન્દુભાઇ માટે બેસણુ તા.29-9ના તેના નિવાસસ્થાને સાંજે 4-30 થી 5-30 રાખેલ છે.

સિપાઇ

ભાવનગર | કુરેશી હાજીબશીરભાઇ હાજીઅબ્દુલ રહેમાન (રણજી ટ્રોફી ક્રિકેટર નિવુત એસ.બી.આઇ કર્મચારી)નો ઇન્તેકાલ તા.23-9ને સોમવારના રોજ થયેલ છે. તે અસ્માબેનના પિતા, શોએબભાઇના સસરા, મ.હૈયાતભાઇ (જલપરી) મજીદભાઇ (જલપીર)ના નાનાભાઇ, હમીદ સબીરના પિતાશ્રી થાય. તેનુ બેસણુ તા.28-9ના 4 થી 6 દિપકહોલ, સંસ્કાર મંડળ, ભાવનગર ખાતે રાખેલ છે.

ઘાંચી

ભાવનગર | મ.રેમાનભાઇ કાસમભાઇ સૈયદ (ટપાલી)ના દિકરા હા.નુરમહમદભાઇ રેમાનભાઇ સૈયદ (ઉ.વ.88)ખુદાની રહેમતમાં પહોચી ગયેલ છે. તે મ.પીરભાઇ, મ.અબ્દુલભાઇ, મ.હાજીભાઇ, મ.ઇસાભાઇ, મ.અલારખભાઇ, અલીભાઇ (ટપાલી), મુસાભાઇના ભાઇ, હા.સતારભાઇ, રફીકભાઇ, ઇસુબભાઇના પિતાશ્રી, રફીકભાઇ અલીભાઇ સોઢા, મુસ્તુફભાઇ મહમદભાઇ અગવાન, રહીમભાઇ અલારખભાઇ મહેતર શિહોરવાળાના સસરા, અહમદભાઇ ગફુલભાઇ મહેતર, ઉસ્માનભાઇ ગફુલભાઇ મહેતર ભાવનગરવાળાના બનેવી થાય. તેની કુરાન ખ્વાની ચેલમ તા.28-9 શનિવારે સવારે 9 થી 10 ઓરતો માટે મદિનાબાગ પુરૂષો માટે મદિના મસ્જીદ નવાપરા રાખેલ છે. તથા હિન્દુભાઇઓનુ બેસણુ તા.28-9ને શનિવારે 4 થી 6 મદિનાબાગ નવતરા ભાવનગર ખાતે રાખેલ છે.

મુસ્લિમ

ભાવનગર | મીઠુભાઇ જુસબભાઇ (ઉ.વ.98)તા.27-9ના રોજ ઇન્તકાલ થયેલ છે. મ.ઇસાકભાઇ જુસબભાઇના મોટાભાઇ, અલીભાઇના બાપુજી, ઉમરભાઇ (સી ડીવીઝન)ના કાકા, જુસબભાઇ (એપોલો હોટલ)ના દાદા થાય. તેની ઝારત રવીવારના તા.29-9ના સવારે 10 કલાકે તેના નિવાસસ્થાને દુધાળા નં-2 રાખેલ છે.

મુસ્લિમ

ભાવનગર | મ.અકબર બેગ અબ્દુલ બેગ (પાનવાળા)ના ઔરત મુમતાજબેન તા.27-9ના રોજ અલ્લાહપાકની રહેમતે પહોચી ગયેલ છે. મરદોની જીયારત તા.29-9ને રવિવારે સવારે 8-30 કલાકે અમીપરા મસ્જીદે રાખેલ છે. અને ઔરતોની જીયારત બાપેસરા જમાતખાના નિચેના ભાગે રાખેલ છે. તે મ.એહમદબેન, મ.રહીમબેગ, મ.ગફારબેગના નાનાભાઇના આોરત, સાજીદભાઇ, જાહીદબેગના વાલીદા, મગબુલભાઇ, ફીરોજભાઇ, અલ્તાફભાઇ, જાદીદભાઇ, અફજલભાઇના સાસુ, મહુવાવાળા કુરેશી હાજી રશુલભાઇ, અબ્દુલ કાદરના મોટાબેન, હાજી અફજબેગ, અબ્બાસબેગ, મુસ્તાકબેગના કાકી થાય.

મુસ્લિમ

ભાવનગર | પઠાણ હબીબખાન કાળુખાનના દિકરા પઠાણ દોલતખાન હબીબખાન આજે અલ્લાહ પાકની રહેમતમાં પહોચી ગયેલ છે. તે મ.રમજાનખાન, મ.અનવરખાન, હારૂનખાન, ગફારખાન, અશરફખાનના ભાઇ, પઠાણ આસીફખાન, મોસીનખાન (લાલો), યુનુસખાનના વાલીદ, હબીબાણી સાબીરભાઇ યુસુફભાઇના સસરા, મ.અબ્દુલખાન કાળુખાનના ભત્રીજા, મલેક રસીદભાઇ, રજાકભાઇ, ઇદ્રીસભાઇના બનેવી, કુરેશી કરીમભાઇ હુસેનભાઇ (શિકારી), હાજી અલીભાઇ હુસેનભાઇ કમળલોજવાળા, કુરેશી દાદુભાઇ હુસેનભાઇ લાકડાવાળા, કુરેશી દિલાવરભાઇ હુસેનભાઇના ભાણેજ, અબ્દુલરહેમાન હુસેનભાઇ, રહિમભાઇ મલેકના સાળા થાય. તેની જીયારત તા.29-9ના રવિવારે ઇમામવાડા મસ્જીદમાં સવારે 8-30 કલાકે તથા અૌરતોની જીયારત તેના ઘરે અલ્કા ટોકીઝ, જુસબ બાવાનો ડેલો, ભાવનગર રાખેલ છે.
અન્ય સમાચારો પણ છે...