ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રીમાળી બ્રાહ્મણ

ભાવનગર | સિહોર વાળા સ્વ.વસંતરાય મુળશંકર ત્રિવેદીના જયેષ્ઠ પુત્ર દિલીપભાઇ (ઉ.વ.69) તા.1-4ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે નીલાબેનના પતિ, ગિરીશભાઇ ત્રિવેદી(ગાંધીસ્મૃતિ ખાદી ભંડારવાળા), જયોત્સનાબેન ત્રિવેદી, દર્શનાબેન અોઝાના ભાઇ, દાઠાવાળા સ્વ.હર્ષદરાય મનોહરદાસ ઓઝાના જમાઇ, અજીતભાઇ ઓઝા(નિવૃત કસ્ટમ)ના બનેવી, હસમુખભાઇ એચ.ત્રિવેદી(નિવૃત તાર ઓફિસ), ગૌતમભાઇ એચ.ઓઝા(નિવૃત યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કાંુ લિ)ના સાળા, સ્વ.કનૈયાલાલ, સ્વ.અનીલભાઇ રતીલાલ ઓઝાના ભાણેજ, ચિરાગ ત્રિવેદીના કાકા, મેઘા(સ્વીટુ), ચાંદની(બંસી), ઋષિલ(શ્યામ)ના મામા થાય. તેમની સાદડી તા.6-4ને શનિવારના રોજ સાંજેે 4:30 થી 6:30 ભગવાનેશ્વર મહાદેવ મંદીર, સુભાષનગર ભાવનગર ખાતે રાખેલ છે. પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે. લૌકીક વ્યવહાર બંધ રાખેલ છે.

સિહોર સંપ્રદાય ઔ.અ.બ્રાહ્મણ

ભાવનગર | સ્વ.હિંમતલાલ મોહનલાલ દવેના પુત્ર જીતેન્દ્રભાઇ હિંમતલાલ દવે(રિટાયર્ડ ઓફીસર SBS) (ઉ.વ.66) તા.4-4ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે ગીતાબેન જે.દવેના પતિ, ધર્મન દવે(ઇન્ફોસિસ પુના)ના પિતાશ્રી, ડો.શરદ દવે(અમદાવાદ), દૈવ્યાનીબેન ભટ્ટ, ઉર્મીલાબેન ભટ્ટ, સુધાબેેન ભટ્ટ, પારૂલબેન ભટ્ટ, કુસુમબેન મહેતા, રૂપલબેન પવાર, કુમુદબેન દવેના ભાઇ, સ્વ.શાંતીલાલ મોહનલાલ દવે(દીપ પાર્ટી પ્લોટ)ના જમાઇ, હસમુખરાય દવે(એડવોકેટ અમદાવાદ), સ્વ.પ્રવિણભાઇ દવે, અશ્વિનભાઇ દવે, દિપકભાઇ દવે, આશાબેન ભટ્ટના બનેવી થાય. તેમની સાદડી તા.6-4ને શનિવારે સાંજે 5 થી 7 દીપ પાર્ટી પ્લોટ, મહિલા કોલેજ પાસે, બ્લડ બેંક રોડ, ભાવનગર રાખેલ છે. બંને પક્ષની સાદડી સાથે રાખેલ છે.

શિહોર સંપ્રદાય ઔદિચ્ય અગિયારસે બ્રાહ્મણ

ભાવનગર |રમણિકલાલ કરૂણાશંકર ભટ્ટ(નિવૃત ડી.ઇ.ઓ કપોળવાડી) (ઉ.વ.86) તા.4-4ને ગુરૂવારના રોજ અક્ષરવાસી થયેલ છે. તે સ્વ.કાશીબેન, કરૂણાશંકર ભટ્ટના નાના પુત્ર, સ્વ.અરૂણાબેન(બેબીબેન)ના પતિ, સ્વ.મીનાબેન પ્રવિણકુમાર ત્રિવેદી, રેખાબેન કિરીટકુમાર દવે, સ્વ.યોગેશભાઇ, સ્વ.રાજુભાઇ(જી.પી), હરેન્દ્રભાઇ(મ્યુ.ઓડિટ)ના પિતાશ્રી, જાગૃતિબેન, શિલ્પાબેન, દિપીકાબેનના સસરા, ઉર્વશી નિતેશકુમાર પંડયા, ધ્યેય, શ્રુતિ, સ્વરા, નિશાંતના દાદા, સ્વ.કાંતિલાલ, સ્વ.કૃષ્ણલાલના નાનાભાઇ, સુર્યકાન્તભાઇ, જીતેન્દ્રભાઇ, શરદભાઇના કાકા, સંજય, જયદીપ, અભિષેક, દેવાંગના નાનાજી, શ્વસુર પક્ષે સ્વ.હરીકૃષ્ણ જયાનંદ દવેના જમાઇ, સ્વ.જર્નાદનભાઇ, સ્વ.મહેન્દ્રભાઇ, રાજેનભાઇ(અમદાવાદ), તરૂબેન રણજીતભાઇ ભટ્ટ(અમદાવાદ)ના બનેવી, જીતેન્દ્ર જર્નાદનભાઇ દવે, કેતન મહેન્દ્રભાઇ દવે, નેહા અજયભાઇ ભટ્ટ, નંદનભાઇ રણજીતભાઇ ભટ્ટ, રાઘવ રાજેનભાઇ દવેના ફુવા થાય. તેમની સંયુક્ત સાદડી તા.6-4ને શનિવારે સાંજે 4:30 થી 6:30 રામવાડી, વિભાગ નં-1 ભીડભંજન મહાદેવ સામે રાખેલ છે.

સીમ્બર સમ્વાય ઔદિચ્ય બ્રાહ્મણ

મહુવા| દાઠા નિવાસી હાલ મહુવા પુરૂષોતમભાઇ મોહનલાલ રાજ્યગુરૂ (ઉ.વ. 88) તા.4-4ને ગુરૂવારે સ્વર્ગવાસી થયેલ છે. તે હરેશભાઇ (આચાર્ય કન્યા શાળા દાઠા), છાયાબેન હર્ષદરાય પંડયા(મુંબઇ), દિપ્તીબેન હરેશભાઇ વ્યાસ(મહુવા) ના પિતાશ્રી, સ્વ.લાભશંકર, સ્વ.રતિલાલભાઇના નાનાભાઇ, મનસુખલાલ, દિનકરાય, ચીમનલાલ, સ્વ.પ્રહલાદરાય, કનૈયાલાલ શાંતિલાલ(નવસારી)ના મોટાભાઇ, સ્વ.અંજવાળીબેન હરગોવિંદદાસ પંડયા (મહુવા), ગં.સ્વ.મંજુલાબેન શાંતિલાલ વડિયા,(ભાવનગર),ગં.સ્વ.નિર્મળાબેન જયંતિલાલ ભટ્ટ (નવસારી), હિરાબેન જયોતિન્દ્ર ભટ્ટ (મહુવા)ના મોટાભાઇ, સ્વ.પુરૂષોતમદાસ કાળીદાસ ભટ્ટ (ભગુડા)ના જમાઇ, સ્વ.મોહનલાલ મોરારજી પંડ્યા (સાવરકૂંડલા)ના વેવાઇ, શાંતિલાલ નર્મદશંકર જોષી (માંડળ)ના સાઢુભાઇ થાય. તેમની સંયુકત સાદડી તા.6-4 ને શનિવારે સાંજે 4 થી 6.30 કલાકે જ્ઞાતિની વાડી અમૃતબાગ મહુવામા રાખેલ છે. લૌકીક પ્રથા બંધ છે.

મચ્છુકાઠીયા મોઢ બ્રાહ્મણ

ઢસા| ગં.સ્વ. રંજનબેન ધીરજલાલ ત્રિવેદી (ઉ.વ.75) તા.5-4ને શુક્રવારે અવસાન થયેલ છે. તે પંકજભાઇ, જીતેન્દ્રભાઇ, રાજેશભાઇ, ભાવનાબેન રાજેશકુમાર ત્રિવેદી(લાઠી)ના માતુશ્રી, મહેશભાઇ લલ્લુભાઇ ત્રિવેદીના ભાભી, દિપકભાઇ, મુકેશભાઇ, ગીરીશભાઇ, યજ્ઞેશભાઇ, વિમલભાઇ, વિમલભાઇના કાકી, સ્વ.કાંતિલાલ બાલાશંકર પંડયા(લાઠી), મુકુંદભાઇ પંડયા કોટડાપીઠાના બેન થાય. તેમનું સાસરીપક્ષ, પિયરપક્ષનું બેસણું તા.7-4ને રવિવારે બપોરે 3 થી 6 કલાકે તેમના નિવાસસ્થાને ઢસા રાખેલ છે.

મોઢ બ્રાહ્મણ

અમરેલી|ગં.સ્વ.રંજનબેન ધીરજલાલ ત્રિવેદી (ઉ.વ.75) તા.5-4ને શુક્રવારે અવસાન પામેલ છે. તે પંકજભાઇ, જીતેન્દ્રભાઇ રાજેશભાઇ, ભાવનાબેન રાજેશભાઇ ત્રીવેદી(લાઠી)ના માતુશ્રી થાય. તેમની સાસરીયાપક્ષ, પિયરપક્ષનું બેસણું તા.7-4ને રવિવારે બપોરે 3 થી 6 સ્વામિવિવેકાનંદ સોસાયટી-2 ઢસાગામ ખાતે નિવાસસ્થાને રાખેલ છે.

દશા પાલિવાલ બ્રાહ્મણ

તરસરા તા.તળાજા| ધાંધલ્યા નરભેરામભાઇ ભગવાનભાઇ (ઉ.વ.78) તા.4-4ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તે ધાંધલ્યા ભીખાભાઇ ભગવાનભાઇના નાનાભાઇ, ધાંધલ્યા મકનભાઇ ભાણજીભાઇના કાકાના દિકરા, સ્વ.બાબુભાઇ શામજીભાઇ, ખાટાભાઇ શામજીભાઇના દાદાના દિકરા, ધાંધલ્યા દિપકભાઇ, જયશ્રીબેન, લત્તાબેનના પિતાશ્રી, વિપુલભાઇ ભીખાભાઇના કાકા, લાધવા કરૂણાશંકરભાઇ મોહનભાઇ (રાળગોન), બારૈયા સ્વ.લખમણભાઇ રવજીભાઇ, વેણીભાઇ રવજીભાઇ(ઇસોરા)ના મામા, પંડયા સ્વ.વનમાળીભાઇ મેઘજીભાઇ (ઘાંટરવાળા)ના બનેવી થાય. તેમનું બેસણું તા.6,8-4ને શનિવારે, સોમવારે (બે દિવસ) તેમના નિવાસસ્થાને, બવળીકાણ સાથે રાખેલ છે. સુંવાળા તા.8-4ને સોમવારના રોજ રાખેલ છે.

ક્ષત્રિય

ભાવનગર | મુ.સણોસરા(તાડી) હાલ ભાવનગર બજુબા દેવુભા જાડેજા (ઉ.વ.90) તા.5-4ને શુક્રવારે સ્વર્ગવાસી થયેલ છે. સ્વ.દેવુભા દોલુભા જાડેજાના પત્નિ, જોરૂભા દોલુભા જાડેજા ભાભી, અજીતસિંહ, મહિપતસિંહ, ઘનશ્યામસિંહ, નિરૂભા, જસુભા, પ્રદ્યુમનસિંહના માતુશ્રી, નરેન્દ્રસિંહ, કિરીટસિંહ, પ્રવિણસિંહ, ચંદ્રસિંહના ભાભુમાં, ગોહિલ અનિરૂધ્ધસિંહ જોરૂભા (ભારોલી)ના સાસુમાં થાય. તેમનું બેસણું તા.8-4ને સોમવારે 4 થી 6 તેમના નિવાસસ્થાને પ્લોટ નં-3 નિર્ભય સોસાયટી, ભાવનગર રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.11-4ને ગુરૂવારે શ્રી બજરંગદાસબાપા સાંસ્કૃતિક હોલ, મિલેટ્રી સોસાયટી ખાતે રાખેલ છે.

ક્ષત્રિય

ટીંબડી(ધ્રોલ ભાયાત)/ભાવનગર | સ્વ.દાનુભા શિવુભા જાડેજાના પત્નિ બાયરાજબા (ઉ.વ.80) તા.5-4ને શુક્રવારના રોજ દેવલોક પામેલ છે. તે સ્વ.જાડેજા ચંદ્રસિંહ, સ્વ.રાજેન્દ્રસિંહના માતુશ્રી, રૂતુરાજસિંહના દાદીમા, સ્વ.પંુજુભા, કરણસિંહ, મહેન્દ્રસિંહ, હનુભા, સ્વ.રણધીરસિંહના ભાભી, મહાવિરસિંહ, અજીતસિંહ, સ્વ.ઘનશ્યામસિંહ, પ્રદિપસિંહ, ગજેન્દ્રસિંહના કાકીમાં, રાજપાલસિંહ, જયદેવસિંહ, પ્રવિણસિંહ, સ્વ.વિક્રમસિંહ, ધર્મેન્દ્રસિંહ, હિતેન્દ્રસિંહ, જીતેન્દ્રસિંહ, રવિરાજસિંહ, ભુપેન્દ્રસિંહ, ભગીરથસિંહના ભાભુમાં, યોગેન્દ્રસિંહ, વિરેન્દ્રસિંહ, રામદેવસિંહ, રાજદીપસિંહ, વિશ્વદીપસિંહ, પ્રતિપાલસિંહ, જયદીપસિંહ, ભવ્યરાજસિંહ, શોર્યરાજસિંહના દાદીમાં થાય. તેમનું બેસણું તા.8-4ને સોમવારે વડવા નવી ગરાશીયા વાડ, જાડેજાની ડેલીમા સાંજે 3:30 થી 6 કલાકે રાખેલ છે. ઉતરક્રિયા તા.11-4ને ગુરૂવારે તેમના નિવાસસ્થાને મોરલીધરની જગ્યા ચાવડી ગેટ પાસે રાખેલ છે.

ક્ષત્રિય

મોટી પાણિયાળી(વાડી વિસ્તાર)| વાળા બોઘુભા દાદુભા (ઉ.વ.66) તા.3-4ને બુધવારના રોજ રામચરણ પામેલ છે. તે દેવરાજસિંહ, ભુપતસિંહ વાળા(SRP ગૃપ, રાજકોટ)ના પિતાશ્રી, વાળા રૂખડભાઇ ડી.(ડાયરેકટર મા.યાર્ડ પાલિતાણા), ઓખુભા, તખુભા, ગોલણસિંહ, વેજુભા વાળાના મોટાભાઇ થાય. તેમનું બેસણું તા.6-4ને શનિવારે, તા.8-4ને સોમવારે મોટી પાણિયાળી મુકામે રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.14-4ને રવિવારે તેમના નિવાસસ્થાને મોટી પાણિયાળી(ખોડીયાર નગર) મુકામે રાખેલ છે.

પટેલ

સાવરકુંડલા|મગનભાઈ ભીખાભાઇ સુતરિયા, પ્રવીણભાઈ ભીખાભાઇ સુતરિયાના માતૃશ્રી સાકરબેન ભીખાભાઇ સુતરિયા (ઉ.વ.82) તા.1-4ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.7-4ને રવિવારના રોજ સાંજના ૪ થી ૬ કલાકે, સંપનાથ મહાદેવ મંદિર, વિદ્યુતનગર, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

કારડીયા રાજપુત

ઝાંઝમેર તા.તળાજા| પરમાર પોપટભાઇ જીવાભાઇ (ઉ.વ.95) તા.5-4ને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તે રામશંગભાઇ જીવાભાઇ, સ્વ.ખાટાભાઇ જીવાભાઇના મોટાભાઇ, વજાભાઇ પોપટભાઇ, રવજીભાઇ પોપટભાઇ, અરજણભાઇ પોપટભાઇ, સ્વ.ગોવીંદભાઇ પોપટભાઇ, હમજીભાઇ પોપટભાઇ, પ્રાગજીભાઇ પોપટભાઇના પિતાશ્રી, જેરામભાઇ રામશંગભાઇ, મનુભાઇ ખાટાભાઇ, પથુભાઇ ખાટાભાઇ, ભુુપતભાઇ ખાટાભાઇ, ઉદયશંગભાઇ રામશંગભાઇના મોટા બાપુશ્રી થાય. તેમની ઉતરક્રિયા તા.16-4ના રોજ ઝાંઝમેર નિવાસસ્થાને રાખેલ છે.

રાવળ જોગી

ઉમરાળા| મંજુબેન સોંડાભાઇ બોડાણા (ઉ.વ.56) તા.4-4ને ગુરૂવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તે સોંડાભાઇ રામજીભાઇ બોડાણાના પત્નિ, દિલીપભાઇ રામજીભાઇ બોડાણાના ભાભી, રાજુભાઇ સોંડાભાઇ, ભરતભાઇ સોંડાભાઇના માતુશ્રી, બાબુભાઇ નાગજીભાઇ મકવાણા, ગોરધનભાઇ નાગજીભાઇ મકવાણા(ભાવનગર)ના બેન થાય. તેમનું શંખઢોળ તા.12-4ને શુક્રવારના રોજ દિવસના રાખેલ છે.

બ્રહ્મક્ષત્રિય

અમરેલી| પ્રતાપરાય દેવચંદભાઇ જોગીના પુત્ર મહેશભાઇ(કાળુભાઇ) (ઉ.વ.56) તા.5-4ને શુક્રવારના રોજ અવસાન પામેલ છે. તે ઉમેશભાઇ, હિતેશભાઇના મોટાભાઇ, સિધ્ધાર્થના પિતાશ્રી થાય. તેમનું ઉઠમણું તા.6-4ને શનિવારે સાંજે 5 કલાકે માતુશ્રી ગંગાબાઇવાડી, જૈન દેરાસર પાસે, અમરેલી ખાતે રાખેલ છે.

લોહાણા

ભાવનગર | સ્વ.રમકણીકલાલ ઓધવજી કારીયાના પુત્ર રમેશભાઇ રમણીકલાલ કારીયા(બી.એસ.એન.એલ)ના પત્નિ વર્ષાબેન (ઉ.વ.51) અવસાન પામેલ છે. તે સમીરભાઇ કારીયા(મારવાડી કોલેજ પ્રોફેસર રાજકોટ), લીનાબેન કલ્પેશકુમાર માવાણીના માતુશ્રી, મનીષભાઇ કારીયા(મુંબઇ), દેવીબેન નરેશકુમાર સરૈયા, હંસાબેન જીતેન્દ્રકુમાર પોંદાના ભાભી, સાવરકુંડલાવાળા પરશોતમભાઇ પોપટભાઇ માનસેતાના દિકરી, હરેશભાઇ, હિતેન્દ્રભાઇના બેન થાય. તેમની ઉઠામણાની ક્રિયા, પિયરપક્ષની સાદડી તા.6-4ને શનિવારે બપોરે 4:30 થી 6 કલાકે લોહાણા મહાજનની વાડી ખાતે રાખેલ છે.

લુહાર

ભાવનગર | ત્રાપજવાળા હાલ ભાવનગર સ્વ.માધવજીભાઇ પુવેરભાઇ ચૌહાણના પુત્ર કાંતીભાઇ માધવજીભાઇ ચૌહાણ (ઉ.વ.76) તા.3-4ને બુધવારે રામચરણ પામેલ છે. તે વિજયભાઇ, હરેશભાઇ, ભાવનાબેન વૃજલાલ પરમાર(સુરેન્દ્રનગર), વર્ષાબેન બાલમુકુન્દ મકવાણા(અમદાવાદ), કલ્પનાબેન પરેશકુમાર રાઠોડ(અમદાવાદ)ના પિતાશ્રી, સ્વ.બાબુભાઇ, સ્વ.મનસુખભાઇ, સ્વ.પોપટભાઇના નાનાભાઇ, શાંતિભાઇ, હસમુખભાઇના મોટાભાઇ, વિમળાબેન કાંતીલાલ ડોડીયા(સિહોર), સાવિત્રીબેન ચંદ્રકાંતભાઇ ઉમરાણીયા(અમદાવાદ)ના ભાઇ, અશ્વીનભાઇ, હર્ષદભાઇ, અશોકભાઇના કાકા, નિતીનભાઇ, હિરેનભાઇ, કિશન, ભાવિન, ભૌતિક, નિખીલ, ભાગ્યશ્રીના દાદા, અનંતરાય ભગવાનભાઇ સિધ્ધપુરા(ખોપાળા), બટુકભાઇ ડુંગરશીભાઇ, બળવંતભાઇ ડુંગરશીભાઇ(ગઢાળી)ના બનેવી થાય. તેમનું બેસણું તા.6-4ને શનિવારે સાંજે 4 થી 6 લુહાર જ્ઞાતિની વાડી, વિશ્વકર્મા હોલ, ટોપથ્રી પાસે, તળાજા રોડ, ભાવનગર રાખેલ છે.

લુહાર

ખોપાળા| ત્રાપજ નિવાસી હાલ ભાવનગર કાન્તીલાલ માધવજીભાઇ ચૌહાણ (ઉ.વ.75) તા.3-4ને બુધવારે રામચરણ પામેલ છે. તે બટુકભાઇ ડુંગરશીભાઇ સિધ્ધપુરા(પુર્વ ગઢાળી), અંતુભાઇ ભગવાનભાઇ સિધ્ધપુરા(ખોપાળા), બળવંતભાઇ ડુંગરશીભાઇ સિધ્ધપુરા(ખોપાળા), સ્વ.મનજીભાઇ હરજીવનભાઇ સિધ્ધપુરા(અડતાળા), કાળુભાઇ હરજીવનભાઇ સિધ્ધપુરા(કાંપરડી), કિશોરભાઇ હરજીવનભાઇ સિધ્ધપુરા(ગઢાળી), રસીકભાઇ અમૃતભાઇ સિધ્ધપુરા(પરવાળા), મહેશભાઇ અમૃતભાઇ સિધ્ધપુરા(પરવાળા)ના બનેવી થાય. તેમનું સસરાપક્ષનું બેસણું તા.6-4ને શનિવારે અંતુભાઇના નિવાસસ્થાને ખોપાળા મુકામે દિવસન દરમિયાન રાખેલ છે.

બાબર

કદમગીરી| શામજીભાઇ બોઘાભાઇ વાળા તા.2-4ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તે સ્વ. વલ્લભભાઇ, ગભાભાઇ, કાળુભાઇના પિતાશ્રી, પ્રેમજીભાઇના નાનાભાઇ, નથુભાઇ, જીવનભાઇ, મકનભાઇ, બીજલભાઇ(વાળુકડ), રૂખડભાઇ, પ્રાગજીભાઇ, છગનભાઇના કાકા, નાગજીભાઇ, હિંમતભાઇ, ધીરૂભાઇ પીયાવા, નાથુભાઇ ઘેટી, અમરાભાઇ અંબાડા, લાલજીભાઇ કોવાયાના મામા, ઘુસાભાઇ બાઢડા, મુકેશભાઇ સરકડીયા, મનસુખભાઇ મોલી નાળીયેરીના સસરા, કાનાભાઇ, મધુભાઇ, પોપટભાઇના બનેવી, દિપક, રવી, સુધીર, ખુશાલ, રવજીભાઇ ભાલર(મ.ભ.ચો)ના દાદા થાય. તેમની ઉતરક્રિયા તા.13-4ને શનિવારે તેમના નિવાસ્થાને કદમગીરી મુકામે રાખેલ છે.

વાળંદ

ભાવનગર | વિનુભાઇ (ઉકાભાઇ) બચુભાઇ વાઘેલાના પત્નિ પુષ્પાબેન (ઉ.વ.68) તા.4-4ને ગુરૂવારે સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.કાળુભાઇ કુબેરભાઇ વાજા, સ્વ.મનુભાઇ કુબેરભાઇ વાજા, સ્વ.બાબુભાઇ કુબેરભાઇ વાજા, જગદીશભાઇ કુબેરભાઇ વાજા, જેન્તીભાઇ નાનુભાઇ વાજા, સ્વ.વસનબેન નાનજીભાઇ વિસાણીના બેન, હિંમતભાઇ કાળુભાઇ, ભદ્રેશભાઇ બાબુભાઇ, અશ્વિનભાઇ મનુભાઇ, અલ્પેશભાઇ જગદીશભાઇ, સુનીલભાઇ જેન્તીભાઇ વાજાના ફઇબા થાય. તેમની પિયરપક્ષની સાદડી તા.8-4ને સોમવારે સાંજે 4 થી 6 કલાકે ભરતનગર ભાવનગર વાળંદજ્ઞાતિની વાડીઅે રાખેલ છે.

તળપદા કોળી

ભાવનગર | ધનજીભાઇ ભાણાભાઇ જેઠવા (ઉ.વ.95) તા.4-4ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તે નાગજીભાઇ ભાણાભાઇ જેઠવા, સ્વ.બાલુબેેન બોઘાભાઇ ગોહેલ, ધુડીબેન જાદવભાઇ બારૈયા, અમરતબેન ચિથરભાઇ બારૈયાના ભાઇ, સ્વ.નોંઘાભાઇ ધનજીભાઇ, સ્વ.ભોપાભાઇ ધનજીભાઇ, ધરમશીભાઇ ધનજીભાઇ, વિટ્ઠલભાઇ ધનજીભાઇ, સવજીભાઇ ધનજીભાઇ, ઓતીબેન નાનજીભાઇ ગોહેલ, નંદુબેન લક્ષ્મણભાઇ બારૈયા, દવુબેન ઝવેરભાઇ ઢાપાના પિતાશ્રી, લવજીભાઇ નાગજીભાઇ, ભગવાનભાઇ નાગજીભાઇ, વશરામભાઇ નાગજીભાઇ, ઠાકરશીભાઇ નાગજીભાઇના દાદા, સકુબેન નરશીભાઇ બાટીયા, ગીતાબેન મનિષભાઇ ઢાપા, ગણેશભાઇ, તુળશીભાઇ, પ્રવિણભાઇ, મનસુખભાઇ, પરેશભાઇ, નરેશભાઇ, મુકેશભાઇ, કલ્પેશભાઇ, સંજયભાઇ, વિજયભાઇ, હિતેશભાઇ, દિપકભાઇ, આકાશભાઇ, વિરાજભાઇના દાદા થાય. તેમના સુંવાળા તા.8-4ને સોમવારે, તેમની ઉતરક્રિયા તા.15-4ને સોમવારે નિવાસસ્થાને પ્લોટ નં.2410 ખોડલકૃપા શહેરફરતી સડક, શિવાજી સર્કલ ઘોઘારોડ ભાવનગર રાખેલ છે.

તળપદા કોળી

નીચડી તા.તળાજા| ઢાપા વજાભાઇ નારણભાઇ (ઉ.વ.81) તા.5-4ને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તે જવેરભાઇના પિતાશ્રી, ઢાપા જવેરભાઇ ઝંુઝાભાઇ, ધીરાભાઇ શીવાભાઇ, રૈયાભાઇ વેલાભાઇના કાકા, બાંભણીયા બુધાભાઇ વિહાભાઇ(કેરાળા)ના બનેવી, ભીલ મથુરભાઇ સુખાભાઇ(કેરાળા), ભીલ બાબુભાઇ વેલાભાઇ(નીચા કોટડા)ના મામા, હરેશ, લખમણ, રમેશ, નાનજી, એભલ, રાઘવ, અરવિંદ, અશ્વિન, સંતોષના દાદા થાય. તેમની ઉતરક્રિયા તા.16-4ને મંગળવારના રોજ નીચડી મુકામે રાખેલ છે.(ભરણા પ્રથા બંધ છે.)

વણકર

બેલા તા.તળાજા| મણીબેન વશરામભાઇ પડાયા (ઉ.વ.85) તા.4-4ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તે સ્વ.વશરામભાઇ બીજલભાઇ પડાયા(કોન્ટ્રાક્ટર)ના પત્નિ, સ્વ.મુળજીભાઇ બીજલભાઇ પડાયાના નાનાભાઇના પત્નિ, સ્વ.લાખુબેન મુળજીભાઇ પડાયાના દેરાણી, અરવિંદભાઇ, દલપતભાઇ, ડાયાભાઇ, મનોજભાઇ, દિનેશભાઇ(કોન્ટ્રાક્ટર), સ્વ.મંજુબેન, મોતીબેનના માતુશ્રી, માધાભાઇ, તેજાભાઇ, પ્રવિણભાઇ, દેવુબેન, પાલુબેન, પ્રેમુબેન, ડાહિબેનના કાકી, જયંતિભાઇ બોરીચા, કિશોરભાઇ પરમાર, બીજલભાઇ બોરીચા, કાળુભાઇ સુમરા, કેશુભાઇ રાઠોડ, જીવરાજભાઇ કણબીના સાસુમા, માખણીયા નિવાસી સ્વ.ઉકાભાઇ મારૂ, મગનભાઇ મારૂ, સ્વ.માવજીભાઇ મારૂ, ગીરધરભાઇ મારૂના બેન, જયંતીભાઇ, ચંદ્રેશભાઇ, અજય, મહેશ, અનિલ, વિશાલ, પ્રકાશ, અભય, રવિના દાદીમાં થાય. તેમનું બેસણું તા.8-4ને સોમવારે સાંજે 4 કલાકે ગોપનાથ રોડ, શાસ્ત્રીનગર, તળાજા મુકામે તેમના નિવાસ્થાને રાખેલ છે. બારમાની વિધી તા.14-4ને રવિવારે સવારે બેલા મુકામે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

વણકર

ભાવનગર| માજી કોર્પોરેટર સ્વ.આતુભાઈ ભીખાભાઈ ધારૈયાના પત્ની અમરબેન આતુભાઈ ધારૈયા તા.3/4ને બુધવારે રામચરણ પામેલ છે. તે ગિરધરભાઈ ધારૈયા (BMC), દિપકભાઈ ધારૈયા (BMC), પ્રતાપભાઈ ધારૈયા (IPCL), મંજુલાબેન જીતુભાઈ બોરીચા (મુંબઈ), ગીતાબેન વિનોદભાઈ સોલંકી (શિહોર)ના માતુશ્રી, નાજાભાઈ મૂળાભાઈ મારૂ, જસાભાઈ મૂળાભાઈ મારૂ(કમળેજ)ના બેન થાય. તેમના બારમાની વિધી (ઉત્તરક્રિયા) તા.7/4ને રવિવારે સવારે 9 કલાકે વણકર જ્ઞાતિની વાડી, દિપકચોક રાખેલ છે.

મોચી

દેવગાણા| મકવાણા નીતેષભાઇ ગુણુભાઇ (ઉ.વ.44) તા.5-4ને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તે ગુણુભાઇ રૂડાભાઇના પુત્ર, સ્વ.છગનભાઇ રૂડાભાઇ, ચંદુભાઇ રૂડાભાઇના ભત્રીજા, સુમિત, જલ્પાબેનના પિતાશ્રી, મહેશભાઇ, નરેશભાઇના મોટાભાઇ, રમેશભાઇ, રાજેશભાઇ, પ્રકાશભાઇના મોટાબાપુજીના દિકરા, ઢુંઢસર મુંજાણી ધનજીભાઇ જેરામભાઇના જમાઇ, વરલ સ્વ.ચીનુભાઇ કુરજીભાઇના ભાણેજ, હર્ષાબેન, વિણાબેન, સોનલબેન, હિનાબેન આશાબેનના મોટાભાઇ થાય. તેમનું બેસણું દેવગાણા મુકામે રાખેલ છે.

મુસ્લિમ મરણ
સિપાહી

ભાવનગર | મહેબુબખાન જાફરખાન પઠાણ(ST ડ્રાઇવર ભાવનગર ડેપો) (ઉ.વ.56) તા.5-4ના રોજ ખુદાની રહેમતમાં પહોંચેલ છે. તે મ.જાફરખાન સુલેમાનખાનના દિકરા, મહમદખાન(ફોજદાર), દિલાવરખાન પઠાણના નાનાભાઇ, પાલિતાણાવાળા મહેબુબખાન હાજી હુસેનખાન, દિલાવરખાન હાજી હુસેનખાન પઠાણ(દવાખાનાવાળા)ના બનેવી, પાલિતાણાવાળા સાદીકભાઇ સિકંદરભાઇ કુરેશી, જાવેદખાન અહેમદખાન પઠાણના સસરા, મહમદખાન જમાલભાઇ કુરેશી(ST), અલીભાઇ, જમાલભાઇ કુરેશી(SBI)વાળાના ભાણેજ, અનવરખાન પઠાણ(હેડ કોન્સટ. નિવૃત), ગુલમહંમદખાન પઠાણ(નિવૃત ASI), ઇબ્રાહીમખાન (પાનવાળા)ના કાકાના દિકરા ભાઇ થાય. તેમની જીયારત પુરૂષોની તા.7-4ને સવારે 8:30 કલાકે બાપેસરા, હનિફીયા મસ્જીદ, ઔરતોની જીયારત મેમણ જમાતખાના વડવા ખાતે 10કલાકે રાખેલ છે. હિંદુ ભાઇઓ માટે બેસણું તા.8-4ને સોમવારે 4 થી 6 તેમના ઘરે હાદાનગર નેરાપાસે, મેઇન રોડ, પ્લોટ નં-40 ખાતે રાખેલ છે.