તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ

ધારી| લીલાબેન બાબુલાલ ભટ્ટ તા.8-4ના રોજ અવસાન પામેલ છે. તે અશોકભાઇ બાબુલાલ ભટ્ટ, રજનીકાંત બાબુલાલ ભટ્ટના માતુશ્રી, સ્વ.ગણપતરાય ભાયશંકરભાઇ ભટ્ટ(અમરેલી), દિલીપભાઇ ભાયશંકરભાઇ ભટ્ટ(અમરેલી)ના ભાભી થાય. તેમનું ઉઠમણું તા.11-4ને ગુરૂવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મોચી જ્ઞાતિની વાડી, મધુવન સોસાયટી, ધારી મુકામે રાખેલ છે.

ક્ષત્રિય

ચભાડીયા તા.(ગઢડા સ્વા.)| રામદેવસિંહ મંગળસિંહ ગોહિલ(અેક્સ આર્મી) તા.9-4ને મંગળવારના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ.દિલુભા મંગળસિંહ, સુખદેવસિંહ મંગળસિંહ, સ્વ.જગદીશસિંહ મંગળસિંહના નાનાભાઇ, જીતેન્દ્રસિંહ રામદેવસિંહના પિતાજી, ચેતનસિંહ સુખદેવસિંહ, કૃષ્ણદેવસિંહ સુખદેવસિંહના કાકા, ઘનશ્યામસિંહ મહિપતસિંહના કાકા થાય. તેમની ઉતરક્રિયા તા.19-4ને શુક્રવારના રોજ ચભાડીયા મુકામે રાખવામાં આવેલ છે.

ક્ષત્રિય

જાળીયા તા.વલ્લભીપુર|જાળીયા નિવાસી સ્વ.ઘનશ્યામસિંહ નારૂભા ગોહિલના પત્ની નંદકુંવરબા ઘનશ્યામસિંહ ગોહિલ ( ઉ.વ.91)તા.8-4ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ.લગ્ધીરસિંહ, અનિરૂધ્ધસિંહ (ઉર્ફે ગુરૂ), દિગ્વીજયસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ (ST ડ્રાઇવર, ડેપો ભાવનગર)ના માતૃશ્રી થાય તથા તોગુભા, પરાક્રમસિંહ પ્રભાતસિંહના કાકીમાં થાય તથા કૃષ્ણકુમારસિંહ, છત્રપાલસિંહ, અર્જુનસિંહ, અમરદિપસિંહ, ઋુતુરાજસિંહ, પાર્થરાજસિંહના દાદીમાં થાય તેમની ઉત્તરક્રિયા તા.16/4ને મંગળવારે અમારા નિવાસ સ્થાને જાળીયા મુકામે રાખેલ છે.

ક્ષત્રિય

સિક્કા /સોનગઢ| સોનગઢ હાલ સિક્કા નિવાસી મીનાબા સુરેન્દ્રસિંહ ગોહિલ ( ઉ.વ.60) તા.7-4ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે સુરેન્દ્રસિંહ કનુભા ગોહિલ (સિક્કા હાઇસ્કુલ નિવૃત પ્રિન્સિપાલ)ના પત્નિ, સ્વ. કલ્યાણસિંહ ભગવતસિંહ, સ્વ. લાલુભા ગગુભા, ઘનશ્યામસિંહ બાલુભા, હરભમસિંહ ભગવતસિંહ, કિરીટસિંહ ગગુભા ગોહિલના ભત્રીજાવહુ, પદયુમનસિહ કે. ગોહિલ, જયસિંહ કે. ગોહિલ(આચાર્ય અમરગઢ શાળા ) બળદેવસિંહ કે. ગોહિલ (જામનગર), નળવીરસિંહ, ભરતસિંહ, વિરપાલસિંહ, હરપાલસિંહ, ચંદ્રસિંહ, ધર્મેન્દ્રસિંહ, દિવ્યરાજસિંહ ગોહિલના ભાભી , બાલકૃષ્ણ સિંહના માતૃશ્રી, ઇન્દ્રજીતસિંહ, અશ્વિનસિંહ, જોગેન્દ્રસિંહ, હર્ષદીપ સિંહ, ભવદીપસિંહ, ઓમદેવસિંહ, ધ્રુવરાજસિંહ, તીર્થરાજસિંહના ભાભૂમાં થાય. તેમની ઉત્તરક્રિયા સિક્કા મુકામે તા.15-4ને સોમવારના રોજ નિવાસસ્થાને રાખેલ છે.

કારડિયા રાજપૂત

લવરડા| રળિયાતબેન જોધાભાઇ ચૌહાણ (ઉ.વ.77) તા.9-4ને મંગળવારે રામચરણ પામેલ છે. તે મનજીભાઇ, જેરામભાઇના માતૃશ્રી, જોધાભાઇ રતનશંગભાઇના પત્ની, હમજીભાઇ રતનશંગભાઇના નાનાભાઇના પત્ની, ડાયાભાઇ, ખોડાભાઇ, પોપટભાઇ, જીલુભાઇ, વનરાજભાઇના ભાભી, શંભુભાઇ, ભૂપતભાઇના કાકી, હિતેશભાઇ, અનિલભાઇ, સંદીપભાઇ રણજિતભાઇના મોટાબા, સ્વ.જોધાભાઇ ઘેલાભાઇ રાઠોડ (મોખડકા)ના બહેન, નારશંગભાઇ રાઠોડ, અભેશંગભાઇ, જેરામભાઇના ફઇ થાય. તેમનો લૌકિક વ્યવહાર તા.11-4ને ગુરુવારે, તા.12/4ને શુક્રવારે લવરડા મુકામે, બેસણું તા.12/4ને શુક્રવારે સાંજે 4 થી 6, ભાવનગર મુકામે રાખેલ, તા.13/4ને શનિવારે સુરત મુકામે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. ઉત્તરક્રિયા તા.15-4ને સોમવારે લવરડા મુકામે રાખેલ છે.

મારૂ દરજી

ભાવનગર | પરમાર સમિતકુમાર બાબુલાલ(હાલ બોમ્બે)ના પત્નિ પુષ્પાબેન સમિતકુમાર (ઉ.વ.64) તા.6-4ના રોજ રામચરણ પામેલ છે. તે સોનલ(USA), ઉર્વિ (USA), નેહા(UK)ના માતુશ્રી, સકુંતલબેન વ્રજલાલ પરમારના ભત્રીજા વહુ, અજય, અમિત પરમારના ભાભી, ઉષાબેન અમિતકુમાર પરમારના જેઠાણી, ક્રીસ, હિમાંશુના ભાભુ, અશોકભાઇ રસિકલાલ પઢિયાર(હાલ બોમ્બે), નિરૂબેન જીતેશકુમાર જેઠવા(હાલ ભાવનગર)ના મોટાબેન થાય. તેમની સાદડી તા.11-4ના રોજ મારૂદરજી જ્ઞાતિની વાડી, ગુણાતીતનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે, આનંદનગર ખાતે સાંજે 4 થી 6 રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.15-4ને સોમવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

લુહાર સુથાર

ભીમડાદ તા.ગઢડા(સ્વા.)| પરમાર બચુભાઇ પરશોતમભાઇ ભુવા (ઉ.વ.76) તા.9-4ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તે ગં.સ્વ.મંજુલાબેન બચુભાઇના પતિ, રાજુભાઇ બચુભાઇ પરમારના પિતા, નટુભાઇ પરશોતમભાઇ પરમારના મોટાભાઇ, મુકેશભાઇ નટુભાઇ પરમાર, કિશોરભાઇ નટુભાઇ પરમાર, સ્વ.કમલેશભાઇ નટુભાઇ પરમારના દાદા, અશોકભાઇ અમરશીભાઇ વાળા(રાજકોટ), બકુલભાઇ ભીખાભાઇ મકવાણા(આણંદ), સંજયભાઇ ભીખાભાઇ કારેલીયા(રાજકોટ) વાળાના સસરા થાય. તેમનો લૌકીક વ્યવહાર બેસણું તા.11-4ને ગુરૂવારના રોજ, ઉતરક્રિયા તા.20-4ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાને ભિમડાદ મુકામે રાખેલ છે.

મોભ

ઘાંટરવાળા તા.તળાજા| ધીરૂભાઇ એભલભાઇ મોભ (ઉ.વ.61) તા.7-4ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે મોભ ઉગાભાઇ, જેતુભાઇ, બાબાભાઇના મોટાભાઇ, જોરૂભાઇના કાકાના દિકરા, દિનુભાઇના કાકા, ભાવેશભાઇ, શીવરાજભાઇ, વિજયભાઇ, રવિરાજભાઇ, ધર્મરાજભાઇના મોટાબાપુ, બાબાભાઇ સુરીંગભાઇ, ભોજભાઇ આલીંગભાઇ, ભાભલુભાઇ ઓઢાભાઇના કાકા થાય. તેમની દશા તા.17-4ને બુધવારે, ઉતરક્રિયા તા.18-4ને ગુરૂવારે ઘાંટરવાળા મુકામે રાખેલ છે.

તળપદા કોળી

ભાવનગર | અંજુબેન વિજયભાઇ ચૌહાણ (ઉ.વ.60) તા.8-4ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તે સ્વ.વિજયભાઇ ગોરધનભાઇ ચૌહાણના પત્નિ, સ્વ.ગોરધનભાઇ ચૌહાણના પુત્રવધુ, નિલેશ, વિમલ, પુનમના માતુશ્રી, સ્વ.ધનજીભાઇ, સ્વ.હિંમતભાઇ, હરેશભાઇ, કિશોરભાઇ, રામજીભાઇ, ભરતભાઇ, પરશોતમભાઇના ભત્રીજાવધુ, દિલીપભાઇ, દિપીનભાઇ, સુધીરભાઇ, હરેશભાઇ, યોગેશભાઇના ભાભી, બટુકકુમાર ગોહેલ(જુના રતનપર)ના સાસુ, ગોહેલ ધનજીભાઇ, જેન્તીભાઇ, દિલીપભાઇ, પ્રકાશભાઇ, પંકજભાઇના બેન થાય. તેમનું બેસણું તા.12-4ને શુક્રવારે સાંજે 4 થી 6 વડવા કોળી જ્ઞાતિની વાડી, સંસ્કાર હોલ, પાનવાડી ખાતે, તેમની ઉતરક્રિયા તા.16-4ને મંગળવારે સવારે વડવા પાનવાડી લિંમડી ચોક ખાતે રાખેલ છે.(સુંવાળા પ્રથા બંધ રાખેલ છે.)

તળપદા કોળી

અકવાડા| અંબાબેન રૂખડભાઇ ગોહેલ (ઉ.વ.77) તા.9-4ને મંગળવારના રોજ રામચરણ પામેલ છે. તે કેશવભાઇ, ગોવિંદભાઇના માતુશ્રી, જવેરભાઇ ઓઘડભાઇ, જીણાભાઇ બચુભાઇ, વલ્લભભાઇ બચુભાઇના ભાભી, ધીરૂભાઇ, વલ્લભભાઇ, ભુપતભાઇ, મનજીભાઇ, ભરતભાઇ, જગદીશભાઇના ભાભુ, વેગડ આણંદભાઇ ઘેલાભાઇ, નાગજીભાઇ ઘેલાભાઇ(ચિત્રાવાડી)ના બેન થાય. તેમના સુંવાળા, બેસણું તા.11-4ને ગુરૂવારના રોજ અાખો દિવસ, તેમનું ઉતરકારજ તા.17-4ને બુધવારના રોજ તેમના નિવાસસ્થાને અકવાડા મુકામે રાખેલ છે.

તળપદા કોળી

ભાવનગર | શૈલેષભાઇ બાબુભાઇ ડાભી (ઉ.વ.35) તા.8-4ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તે સ્વ.બાબુભાઇ છગનભાઇ ડાભી, સ્વ.બેબીબેન બાબુભાઇ ડાભીના પુત્ર, હિરાભાઇ મગાભાઇ ડોડીયા, ભુપેશભાઇ બાબુભાઇ ડાભી, જયેશભાઇ બાબુભાઇ ડાભીના નાનાભાઇ, રતીલાલ નારણભાઇ, હિરાભાઇ નારણભાઇ બારૈયાના ભાણેજ થાય. તેમના સુંવાળા તા.11-4ને ગુરૂવારે રાખેલ છે. બેસણું સાંજે 4 થી 6 તેમના નિવાસે વડવા, લીંબડી ચોક ભાવનગર ખાતે રાખેલ છે.

હિન્દુ

હડમતિયા તા.ઉમરાળા| જોગદિયા શામુબેન ટાભજીભાઇ તા.7-4ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે બાબુભાઇ ટાભજીભાઇ જોગદિયા, સ્વ.હરીભાઇ ટાભજીભાઇ જોગદિયાના માતુશ્રી, સંજયભાઇ બાબુભાઇ, કિશોરભાઇ બાબુભાઇ, પરેશભાઇ હરીભાઇ જોગદીયાના દાદી, ખોડાભાઇ કાનજીભાઇ, રમેશભાઇ કાનજીભાઇ પરમાર(કોળી)ના બેન થાય. તેમનું બારમું(ઉતરક્રિયા) તા.13-4ને શનિવારના દિવસે હડમતિયા મુકામે રાખેલ છે.

હિન્દુ

માંડવધાર/સુરત| નરશીભાઇ ભીમજીભાઇ ચાવડા (ઉ.વ.52) તા.7-4ના રોજ અવસાન પામેલ છે. તે લીલીબાના પુત્ર, ગણપતભાઇ, ગટોરભાઇના ભાઇ, સતિષભાઇ, પ્રદિપભાઇના પિતા, ઉમેશભાઇ, કલ્પેશભાઇ, મેહુલભાઇના કાકા થાય. તેમનો લાૈકીક વ્યવહાર તા.11-4ને ગુરૂવારે માંડવધાર તા.ગઢડા(સ્વા.) મુકામે, બેસણું તા.13-4ને શનિવારે સાંજે 7 થી 9 કલાકે સુરત ગોવિંદજી હોલ, શિવમ પાર્ક સોસાયટી સામે, ડભોલી રોડ, સુરત મુકામે, ઉતરક્રિયા તા.18-4ને ગુરૂવારે માંડવધાર મુકામે રાખેલ છે.

મુસ્લિમ મરણ
સુન્ની સોરઠીયા મુસ્લિમ ઘાંચી

બાબરા| રેમાનભાઈ ગફુલભાઈ મેતરના પત્ની જીલુબેન (ઉ.વ.68) (અમૃતવેલ વાળા) તા.9-4ના રોજ અવસાન થયેલ છે. તે મ.કાળાભાઈ જમાલભાઈ અગવાનના પુત્રી, સતારભાઈ, ઇભુભાઈ, મ.નકુભાઈ, નુરાભાઇ, બાબુભાઈ, હસનભાઈના મોટાબેન, ઈસુબભાઈ, ઈકબાલભાઈના વાલીદા થાય. તેમની જીયારત તા.11-4ના રોજ સવારે 10 કલાકે પુરુષો માટે અમરાપરા મદ્રેસા, બહેનો માટે તેમના ઇન્દિરા નગર ખાતેના નિવાસે રાખેલ છે

સિપાઇ

સિહોર| મર્હુમ બિલાલભાઇ અહમદભાઇ દસાડિયાના ઔરત હમીદાબેન (ઉ.વ.80) તા.9-4ને મંગળવારે ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મ.રહીમભાઇ જીણુભાઇના નાનાભાઇના ઔરત, દસાડિયા તાજભાઇ બિલાલભાઇ, અલીભાઇ, સલીમભાઇના બા, જાવેદ, સમીર, આફતાબ, અમાનના દાદી, અબ્દુલભાઇ અલારખભાઇ મલેક, મ.ઇકબાલભાઇ અલારખભાઇ મલેકના બહેન, મ.ઇનુશભાઇ રહેમાનભાઇ (બોટાદ), યુનુસભાઇ રસુલભાઇ (ભાવનગર), મ.રહીમભાઇ રહેમાનભાઇ મલેકના સાસુ થાય. તેમની પુરુષો માટેની જીયારત તા.11-4ને ગુરુવારે સવારે 8:30 કલાકે જુમ્મા મસ્જિદમાં, ઔરતો માટેની જીયારત સિપાઇ જમાતખાના, પીંજારાનો ઢાળ, જલુનો ચોક, સિહોર ખાતે રાખેલ છે.

સિપાઇ

સિહોર| મલેક અમીનાબેન સુલેમાનભાઇ ખુદાપાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મહેબુબભાઇ(ગાંધીનગર), શબ્બીરભાઇ મલેક (જીલ્લા પંચાયત, ભાવનગર) ના મોટાબેન, મ.સરદારભાઇ, મ.હૈદરભાઇ, મ.ઉસ્માનભાઇ (મુખી), મ.દિલાવરભાઇ (સાં.કુંડલા), મ.અકબરભાઇ, અહેમદભાઇ(કુકુભાઇ)ના ભાણેજ, મુનાભાઇ બાવામીયા મુન્શીના ભાભી થાય. તેમની જીયારત તા.11-4ને ગુરૂવારે સવારે 8:30 થી 9:30 કલાકે મર્દો માટે જુમ્મા મસ્જીદ, શિહોર ખાતે રાખેલ છે.

મુસ્લીમ

ભાવનગર | બીબીબેન અ.રહેમાનખાન ખુદાની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મ.પઠાણ મુનાવરખાન અ.રહેમાનખાન(મ્યુનિ)ના વાલીદા, મ.પઠાણ રહીમખાં ફતેખાં(જે.બી.ગોળવાળા)ના ભાભી, મ.પઠાણ કરીમખાં, હુશેનખાં, યુસુફખાં, ગફારખાં, દિલાવરખાં, મહેબુબખાં, મ.ઇનાયતખાં,(જે.બી.ગોળવાળા)ના મોટીમાં, પઠાણ ઇસ્માઇલખાં, અનવરખાંના સાસુ, આશીફખાન(પપ્પુ કટલેરીવાળા)ના દાદી, ઇમ્તિયાઝ ચાંદભાઇ(પાવઠીવાળાના દાદી સાસુ), મ.પઠાણ અલીખાં, મહમદખાંના કાકી, મ.પેઇન્ટર ઇદ્રીશખાં મહમદખાંના વેવાઇ થાય. તેમની જીયારત મર્દોમાં તા.10-4ને બુધવારે સવારે 8:30 કલાકે મસ્જીદે હવ્વા મફતનગરમાં, ઔરતોમાં બેઠી જીયારત મહેફિલે મોહબ્બત સિપાઇ જમાતખાના સાંઢિયાવાડમાં રાખેલ છે.

મુસ્લીમ

કુંભણ| રાઠોડ ભલાભાઇ ભીખુભાઇ અલ્લાહપાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે મ.દાદુભાઇ ભીખુભાઇ, મ.ગલાલભાઇ ભીખુભાઇના મોટાભાઇ, મહેબુબભાઇ ભીખુભાઇના ભાઇ, મુનાભાઇ, કાદરભાઇના વાલીદ, દોલુભાઇ કાળુભાઇ બેલીમ, ભીખુભાઇ કાળુભાઇ, કેસરભાઇના બનેવી, મુનાભાઇ કેહરભાઇ ખોખર, મહમદ રીજવાન અલીમુદીનના સસરા થાય. તેમની જીયારત તા.10-4ને બુધવારે સવારે 10 કલાકે તેમના નિવાસે કુંભણ રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...