ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશ્નોરા બ્રાહ્મણ

ઉના| સ્વ.જગજીવનભાઇ રણછોડભાઇ દવેના પત્નિ વિદ્યાબેન (ઉ.વ.99) તા.10-5ને શુક્રવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તે રાજુભાઇ દવે (ઉના), સ્વ.સંજુબેન શરદચંદ્ર વ્યાસ (ઉના), સરોજબેન ઉમાકાંતભાઇ જોશી (ભાવનગર), સુધાબેન જનકરાય જાની (જામનગર), સાધનાબેન વિજયભાઇ જોશી (ઉના)ના માતુશ્રી, ચિંતનભાઇ, વિશાખાબેનના દાદીમાં થાય. તેમની સંયુક્ત સાદડી, પ્રાર્થનાસભા તા.11-5ને શનીવારે સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન 11, સુમન કોલેજ, ઉન્નતનગર સોસાયટી, ખોડલધામ સામે ઉના રાખેલ છે.

વિસા પાલિવાલ બ્રાહ્મણ

બાડી | બાડી નિવાસી સ્વ.ભાલ વેણીરામ ગૌરીશંકરના પત્નિ કડવીબેન (ઉ.વ.95) તા.8-5ને બુધવારે સ્વર્ગવાસી થયેલ છે. તે સ્વ.સુરેશચંદ્ર કાંતિલાલ ભટ્ટ, વસંતરાય કાંતિલાલ ભટ્ટ, ઘનશ્યામ કાંતિલાલ ભટ્ટ, રમેશચંદ્ર કાંતિલાલ ભટ્ટના ભાભુ, સ્વ.પ્રવિણચંદ્ર ભાનુશંકર આસ્તિકના સાસુ, હંસાબેન પી. આસ્તિકના માતુશ્રી, સ્વ.ભાનુશંકર ભીમજીભાઇ આસ્તિક, બાલકૃષ્ણ ભીમજીભાઇ આસ્તિક, સ્વ.અમૃતબેન, સ્વ.સાકુબેન, સ્વ.વસંતબેનના બેન થાય. તેમની ઉતરક્રિયા બાડી મુકામે તા.18-5ને શનીવારના રોજ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

મોઢ અગીયારસે બ્રાહ્મણ

ભાવનગર | ચંદ્રકાન્તભાઇ નાગરદાસ ત્રિવેદી (ઉ.વ.78, નિવૃત શિક્ષક) તા.8-5ના રોજ શિવલોક પામેલ છે. તે સ્વ.નાગરદાસ ભગવાનજી ત્રિવેદી (સિહોરવાળા)ના પુત્ર, નૈમિષભાઇ (સુખાભાઇ), પરેશભાઇ (ટીનુભાઇ), દક્ષાબેન પંકજકુમાર પાઠક (મ.શિ.ટી.બી.જૈન ગર્લ્સ હાઇ. ભાવનગર)ના પિતાજી, સ્વ.અમુલખરાય (સોનગઢ), સ્વ.રસીલાબેન લક્ષ્મીશંકર પાઠક (નારી)ના નાનાભાઇ, સ્વ.જયોતિન્દ્રભાઇ (અમદાવાદ), સ્વ.પ્રહલાદભાઇ (સિહોર), સ્વ.શૈલેષભાઇ (અમદાવાદ), સ્વ.ભરતભાઇ (સિહોર)ના મોટાભાઇ, પંકજકુમાર લક્ષ્મીશંકર પાઠક (એડવોકેટ), પ્રફુલાબેન, ભાવનાબેનના સસરા, જલકબેન, પલકબેન, રામભાઇ, જયભાઇ, યશભાઇ, કૈયુર (ભાણેજ), આયુષી, જશના દાદા, સ્વ.લવજીભાઇ પ્રાગજીભાઇ જોષીના જમાઇ, સ્વ.ગંભીરદાસ કુબેરદાસ જોષીના ભાણેજ થાય. તેમની સાદડી તા.13-5ને સોમવારે સવારે 10 થી 12 કલાકે મોઢ અગિયારસે બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, અલકા ટોકીઝ પાસે, ભાવનગર રાખેલ છે.

ક્ષત્રિય

ભાવનગર | કળસાર નિવાસી હાલ ભાવનગર ભરતસિંહ નારસિંહ વાજા (ઉ.વ.85) તા.9-5ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.જશુભા નારસિંહ વાજા, સ્વ.પ્રવિણસિંહ નારસિંહ વાજા, સહદેવસિંહ નારસિંહ વાજા, કિરીટસિંહ નારસિંહ વાજાના ભાઇ, નરેન્દ્રસિંહ ભરતસિંહ વાજા, અજીતસિંહ ભરતસિંહ વાજા, યોગેન્દ્રસિંહ ભરતસિંહ વાજાના પિતાશ્રી, ચેતનાબા મહાવીરસિંહ વાળા, નિર્મળાબા ગંભીરસિંહ ગોહિલ, રસીકબા જટુભા જાડેજાના મોટાભાઇ, વનરાજસિંહ, ઘનશ્યામસિંહ, હરદેવસિંહ, રમજુભા, જયદેવસિંહ, ધર્મેન્દ્રસિંહના મોટાબાપુ, કિશોરસિંહ પ્રતાપસિંહ પરમાર, ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ પરમારના બનેવી સાહેબ થાય. તેમનું બેસણું તા.11-5ને શનિવારના રોજ સાંજે 4 થી 6 ગૌશાળીયા જૈન ભવન, HCG હોસ્પિટલની સામે, મેઘાણી સર્કલ, ભાવનગર મુકામે રાખેલ છે. ઉતરક્રિયા તા.20-5ને સોમવારે બી-110, હરીરામનગર-1, અજયવાડી પાછળ, સુભાષનગર, ભાવનગર તેમના નિવાસસ્થાને રાખેલ છે.

કડવા પટેલ

ભાવનગર | ધનજીભાઇ અમરસીભાઇ વરમોરા (ઉ.વ.71) તા.9-5ને ગુરૂવારે અક્ષરવાસ થયેલ છે. તે વરમોરા પ્રકાશભાઇ (PGVCL), વરમોરા મુકેશભાઇ (પટેલ ઇલેક્ટ્રીક્સ)ના પિતાશ્રી, વરમોરા ત્રિભોવનભાઇ (રેલ્વે નિવૃત કર્મચારી)ના ભાઇ, વરમોરા ભાવેશભાઇ (પાયલ સ્ટાઇલ્સ), વરમોરા જિગરભાઇ (રેલવેવાળા)ના કાકા થાય. તેમનું બેસણું તા.11-5ને શનિવારના રોજ સાંજે 4 થી 6:30 કલાકે કડવા પાટીદાર છાત્રાલય, સરદારનગર ગુરૂકુળની પાછળ, વકીલ હોલની બાજુમાં ભાવનગર ખાતે રાખેલ છે.

કારડીયા રાજપુત

પાદરગઢ તા.તળાજા | સોલંકી ઉદાભાઇ વજાભાઇ (ઉ.વ.53) તા.10-5ને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તે જયદીપભાઇના પિતાશ્રી, પથુભાઇ વજાભાઇ, નારસંગભાઇ વજાભાઇ, સુરસંગભાઇ વજાભાઇના મોટાભાઇ, દેહાભાઇ કાબાભાઇ સોલંકીના ભત્રીજા, ત્રાપજ નિવાસી સ્વ.હમજીભાઇ દાનસંગભાઇ વાળાના જમાઇ, ઉસરડી નિવાસી પરમાર માવસંગભાઇ દાનસંગભાઇના સાળા, નવાગામ નિવાસી ચાવડા મોહનભાઇ માધાભાઇના ભાણેજ થાય. તા.10-5ને શુક્રવારના રોજ રામચરણ પામેલ છે. તેમનું બેસણું પાદરગઢ મુકામે રાખેલ છે.

શ્રીમાળી સોની

પાલીતાણા | ભાવનગર નિવાસી વિનીલ અજયભાઇ ભડીયાદ્રા (ઉ.વ.19) તા.9-5ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે નગીનદાસ હરગોવિંદદાસ કોંઢીયા(પાલીતાણા)ના પુત્રી નીલાબેન અજયભાઇ ભડીયાદ્રાનો પુત્ર, યોગેશભાઇ નગીદાસ કોંઢીયા, મહેશભાઇ નગીનદાસ કોંઢીયા, જીતેન્દ્ર નગીનદાસનો ભાણેજ થાય. તેમની મોસાળ પક્ષની સાદડી તા.11-5ને શનિવારના રોજ 4 થી 6 કલાકે બ્રહ્મભટ્ટ બારોટ જ્ઞાતિની વાડી, મહાકાળી મંદિર પાસે, માંડવી ચોક પાસે ભાઇઓ બહેનોની સાથે રાખેલ છે.

સિંધી

પાલિતાણા | પાલિતાણા નિવાસી અમરમલ બખતમલ શીવનાણીના પત્નિ ઇન્દ્રાબેન અમરમલ (ઉ.વ.67) તા.9-5ને ગુરૂવારના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તે સ્વ.મહેશભાઇ, સુનીલભાઇ, મનોજભાઇ (જલારામ પ્રો.સ્ટોર્સવાળા)ના માતુશ્રી થાય. તેમનું બેસણું (પગડીયું) તા.11-5ને શનિવારના રોજ સાંજે 5 થી 6 કિર્તન સંત રાધાબાઇ લંગર હોલ, ગુરૂનાનક સોસાયટી, સિંધુનગર, પાલિતાણા ખાતે રાખેલ છે.

દશનામ ગૌસ્વામી

ત્રાપજ| ગૌસ્વામી હાર્દીકગીરી મહેશગીરી (ઉ.વ.25) તા.10-5ને શુક્રવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તે મહેશગીરી બચુગીરી ગૌસ્વામીના પુત્ર, કિશોરગીરી બચુગીરીના ભત્રીજા, નિરજગીરી મહેશગીરી ગૌસ્વામી, નિલેશગીરી કિશોરગીરી, ભાવેશગીરી કિશોરગીરીના નાનાભાઇ, રિટાબેન મયુરગીરી (ભાવનગર આખલોલ), ભુમિકાબેન રાજેશગીરી (નિષ્કલંક મહાદેવ કોળીયાક), શ્રધ્ધાબેન અનિલગીરી (મોટી વડાળ)ના નાનાભાઇ, જયસુખગીરી બાબુગીરી (ઝાંઝમેર), બાબુગીરી મોજગીરી (રાણપરડા)ના ભાણેજ થાય.

રામી માળી

પાલિતાણા | પાલિતાણા નિવાસી સ્વ.ગોરધનભાઇ જેસાભાઇ રાઠોડના પુત્ર શશીકાંતભાઇ ગોરધનભાઇ રાઠોડ (ઉ.વ.56) તા.9-5ને ગુરૂવારના રોજ રામચરણ પામેલ છે. તે રમેશભાઇ ગોરધનભાઇ રાઠોડ, સ્વ.નિતિનભાઇ ગોરધનભાઇ રાઠોડ, માલી દુર્ગાબેન પ્રવિણભાઇ (અમદાવાદ), સોરઠીયા સુમનબેન ખોડીદાસ (અમદાવાદ)ના નાનાભાઇ, હાર્દિકભાઇ (મોમાઇ ટ્રેડર્સ), પારગડા મીરાબેન અલ્પેશકુમારના પિતાજી, પ્રશાંતભાઇ (ભોલુભાઇ), સમીરભાઇ (મોમાઇ કન્ટ્રક્શન), જીગરભાઇ, જૈમિનભાઇ, અંજલીબેનના કાકા, સાસરીયા પક્ષે સ્વ.ઠાકરશીભાઇ ડાયાભાઇ સોરઠીયા (બાબરા)ના જમાઇ, ભાવનાબેન મુકેશભાઇ ભારદીયા, જગદીશભાઇ, ભરતભાઇ, ગિરીશભાઇના બનેવી, મોસાળ પક્ષે સ્વ.મગનભાઇ કાનજીભાઇ બારડના ભાણેજ થાય. તેમનું બેસણું તા.11-5ને શનિવારના રોજ સાંજે 5 થી 7 કલાકે રામી માળી જ્ઞાતિ-1, પાલિતાણા મુકામે બન્ને પક્ષનું સાથે રાખેલ છે. તેમના સુંવાળા તા.13-5ને સોમવારના રોજ રાખેલ છે. ઉતરક્રિયા તા.18-5નેા રોજ રાખેલ છે. લૌકીક વ્યવહાર ઉત્તરક્રિયાના દિવસે રાખેલ છે.

વાળંદ

ભાવનગર | સાંખડાસર નં.2 (હાલ ભાવનગર) બારડ તુળશીભાઇ વિઠ્ઠલભાઇ (ઉ.વ.67) તા.10/5ને શુક્રવારે રામચરણ પામેલ છે. તે રાકેશભાઇ, વર્ષાબેન, હિનાબેન, ચેતનાબેનના પિતાશ્રી, રાઠોડ કિર્તીકુમાર, વકાણી મહેન્દ્રકુમાર, બગથળીયા સંજયકુમારના સસરા, અતુલકુમારના કાકાજી સસરા, બારડ ધરમશીભાઇ વિઠ્ઠલભાઇના નાનાભાઇ, સ્વ. પ્રેમજીભાઇ વિઠ્ઠલભાઇના મોટાભાઇ, બારડ કાળુભાઇ જાદવભાઇ, બારડ વિનુભાઇ છગનભાઇના ભત્રીજા, બારડ ભાવેશભાઇ, બીનાબેન, વિશાલભાઇના કાકા, અનિલભાઇ, ભાવિનભાઇના મોટાબાપુજી, જગદિશભાઇ વનમાળીભાઇ, નિરૂભાઇ, ભરતભાઇ, રાજુભાઇ, અમૃતભાઇ, ઇશ્વરભાઇ, વિજયભાઇ, હસમુખભાઇ, વિપુલભાઇ, નિકુંજભાઇના મોટાભાઇ, બારડ ધીરૂભાઇ બચુભાઇ, ચુનિભાઇ રવજીભાઇના નાનાભાઇ, સણોસરાવાળા હિરાણી ઓધવજીભાઇ કરશનભાઇના જમાઇ, સ્વ. રજનીભાઇ, અશોકભાઇ, રાજુભાઇના બનેવી, સ્વ. પુરૂષોત્તમભાઇ રાઠોડ (મોરચંદ), વકાણી ચંદુભાઇ (પીપરલા)ના સાળા, ગોહેલ મુકુંદભાઇ (થોરાળી), નાનુભાઇ, ભરતભાઇ નાનુભાઇના ફઇના દિકરા થાય. તેમનું બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. સ્થળ : ભરતનગર, સીતારામ ચોક, વૃંદાવન સોસાયટી, અજય મંડપની બાજુમાં તથા તેમની દશાવિધિ તા.19/5ને રવિવારે તથા ઉત્તરક્રિયા તા.20/5ને સોમવારે કાળાનાળા, વાળંદ જ્ઞાતિની વાડીમાં રાખેલ છે.

વણકર

ભાવનગર | ઉસરડ નિવાસી હાલ ભાવનગર સ્વ.પુંજાભાઇ ધુડાભાઇ મકવાણાના પુત્ર નારણભાઇ પુંજાભાઇ મકવાણા (ઉ.વ.62) તા.10-5ના રોજ રામચરણ પામેલ છે. તે પ્રેમજીભાઇ પુંજાભાઇ મકવાણા, મગનભાઇ પુંજાભાઇ મકવાણા, દિનેશભાઇ પુંજાભાઇ મકવાણા, નરેશભાઇ હીરાભાઇ (નાસિક), વિજયભાઇ નાનજીભાઇ મકવાણાના મોટાભાઇ, નિલેષભાઇ નારણભાઇ, રેખાબેન, રંજનબેનના પિતાશ્રી, અનિલ પ્રેમજીભાઇ, સ્વ.ધર્મેશભાઇ મગનભાઇ, નિકુંજ મગનભાઇ, યોગેશ પ્રેમજીભાઇ, અભય દિનેશભાઇના મોટાબાપુ, નાનજીભાઇ પાલજીભાઇ ભાદડ (નાસીક), હરીભાઇ માલાભાઇ મકવાણા, અરવિંદભાઇ ભાયાભાઇ, ગીરધરભાઇ ડાયાભાઇ, હિરાભાઇ ભાયાભાઇ, અમૃતભાઇ હરીભાઇના ભત્રીજા, લક્ષ્મીબેન, મંજુબેન, જસુબેનના મોટાભાઇ, હર્ષાબેનના મોટાબાપુ, ભાણજીભાઇ ગાંડાભાઇ અણઝારા, નાનજીભાઇ બીજલભાઇ પરમાર, અનિલ નાથાભાઇ બોરીચાના સાળા, બીજલભાઇ ટાભાભાઇ પરમારના સાળાના દિકરા, પ્રવિણભાઇ ગોવિંદભાઇ અણઝારા, રવિભાઇ જીતુભાઇ જોગદીયા, અશોકભાઇ મુળજીભાઇ વોરાના સસરા, સ્વ.વાલજીભાઇ મીઠાભાઇ યાદવના ભાણેજ - જમાઇ, કરશનભાઇ મુળજીભાઇ યાદવ, સ્વ.દાનજીભાઇ મુળજીભાઇ યાદવ, કેશવભાઇ વાલજીભાઇ યાદવ, અરવિંદભાઇ વાલજીભાઇ યાદવ (નાયબ ઇજનેર - PGVCL), પ્રેમજીભાઇ બીજલભાઇ યાદવ, મનસુખભાઇ બીજલભાઇ યાદવ, હિંમતભાઇ રામજીભાઇ યાદવના બનેવી થાય. તેમનું બેસણું તા.11-5ના રોજ સાંજે 4 થી 6 કલાકે, બારમારની વિધી તા.12-5ને રવિવારના રોજ સવારે 9.30 કલાકે સવગુણનગર મુકામે રાખેલ છે.

જૈન મરણ
વિશાશ્રી માળી જૈન

ભાવનગર | પિપરાળી નિવાસી હાલ કાંદીવલી-મુંબઇ ગીરધરલાલ કરસનભાઇ મેહતાના પુત્ર ચીમનલાલ ગીરધરલાલ મેહતા (ઉ.વ.76) અવસાન પામેલ છે. તે સ્વ.અમૃતલાલ ગીરધરલાલ મહેતા (AG), સ્વ.ડાયાલાલ ગીરધરલાલ મહેતા, લીલીબેન મોહનલાલ વેલચંદ શાહના ભાઇ થાય. સંજોગો વશાત સાદડી રાખેલ નથી.

મુસ્લિમ મરણ
સુન્ની સોરઠીયા ઘાંચી

જેસર | જ.કાદરભાઇ સલેમાનભાઇ કાળવાતરના ઔરત રસીદાબેન (ઉ.વ.52) અલ્લાહપાકની રહેમતમાં પહોંચી ગયેલ છે. તે અબ્બાસભાઇ, ઇમરાનન વાલીદા, મ.સીદીકભાઇ સલેમાનભાઇના ભાભી,(ગુંદરણાવાળા), સત્તારભાઇ હાજીભાઇ, અબ્દુલભાઇના બેન, મુસાભાઇ (અાંબરડી), સત્તારભાઇ (ગુંદરણા), ભાયાભાઇ (આંબરડી), ઇસુબભાઇ બાળાતર (દામનગર), રફીકભાઇ મામદભાઇ સેલોત (રાજુલા)ના વેવાણ થાય. તેમની જીયારત તા.12-5ને રવિવારના રોજ સાંજે નમાજે અસરબાદ મર્દો માટે મદ્રેસા એ ગૌપીયા, ઔરતો માટે તેમના નિવાસસ્થાને ફુલવાડી, પ્લોટ વિસ્તારમાં રાખેલ છે.

ફકીર

ભાવનગર | ફારૂકશા હનીફશા પઠાણ (ઉ.વ.32) તા.3/5ના ઇન્તકાલ પામેલ છે. તેમની જીયારત તા.12/5ને શનિવારે સવારે 9 કલાકે મદીનાબાગ, નવાપરા, ભાવનગર રાખેલ છે. તે હનીફશા હસનશાના દિકરા, રહેમાનશા હસનશાના ભત્રીજા થાય. કંસારા કબ્રસ્તાન, ભાવનગર વાળા.

અન્ય સમાચારો પણ છે...