તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ

ભાદરા, પાલિતાણા | જીતુભાઇ જયશંકરભાઇ જોષી (ઉ.વ.63, ભાદરા નિવાસી (હાલ પાલિતાણા) તા.14/4ને રવિવારે કૈલાસવાસી થયેલ છે. તે સ્વ. જયશંકરભાઇ મોનજીભાઇ જોષીના પુત્ર, અમિતભાઇ, પ્રશાંતભાઇ, કાજલબેન દિપેશકુમાર રાજ્યગુરૂ (ખાંટસુરા)ના પિતાશ્રી, સ્વ. પ્રફુલ્લભાઇ જે. જોષી, જ્યોતિબેન સુરેશકુમાર પંડિત (ડુંગર)ના ભાઇ, વિરલ પ્રફુલ્લભાઇ જોષીના બાપુજી, સ્વ. મયારામભાઇ ભીખાભાઇ જોષી, સ્વ. ત્રિભોવનભાઇ ભીખાભાઇ જોષીના ભત્રીજાના દિકરા, સ્વ. મણીશંકરભાઇ પ્રભુરામભાઇ જોષી, સ્વ. પ્રાણશંકરભાઇ નથુભાઇ જોષી, સ્વ. બાલુાઇ હરજીવનભાઇ જોષીના ભાઇના દિકરા, સ્વ. લાભશંકરભાઇ ભાણજીભાઇ જોષી (પાદરગઢ)ના જમાઇ, અનંતરાય, જયસુખભાઇ લાભશંકરભાઇ જોષીના બનેવી, સ્વ. બટુકભાઇ, સ્વ. કાંતિભાઇ કનૈયાલાલ પંડ્યાના ભાણેજ, સ્વ. શાંતિલાલ ભવાનીશંકર રાજ્યગુરૂ (ખાંટસુરા), સ્વ. નિમંતરાય નર્મદાશંકર પંડ્યા (વડોદરા), નરેન્દ્રભાઇ લાભશંકર મહેતા (ભાવનગર)ના વેવાઇ થાય. તેમની સંયુક્ત સાદડી તા.18/4ને ગુરૂવારે બપોરે 3 થી 6, રામવાડી ગોરાવાડી પાસે, પાલિતાણા રાખેલ છે.

ચાતુર્વેદી મચ્છુકાંઠિયા મોઢ બ્રાહ્મણ

સિહોર | સ્વ.રેવાશંકર માધવજી દવે (જસદણ)ના પુત્ર કનૈયાલાલ રેવાશંકર દવેના પત્ની ગીતાબેન કનૈયાલાલ (ઉ.વ.56) તા.14/4ને રવિવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ભૂપતભાઇ, હરેશભાઇ, પંકજભાઇના મોટાભાભી, સ્વ.જટાશંકર ગોવિંદજીભાઇ પંડયા(ઉકરડાવાળા)ના પુત્રી, હકાભાઇ જે.પંડયાના બહેન, મેહુલભાઇ કે.દવેના માતૃશ્રી થાય. તેમનું પિયર પક્ષનું બેસણું તા.18/4ને ગુરુવારે સાંજે 4થી 6, તેમના નિવાસસ્થાન સિહોર ખાતે રાખેલ છે.

દશા પાલીવાળ બ્રાહ્મણ

પીપરલા | પીપરલા (તા. તળાજા) નિવાસી કાશીરામભાઇ પ્રભાશંકરભાઇ પંડ્યાનાં પત્ની અંજવાળીબેન કાશીરામભાઇ પંડ્યા (ઉ.વ.73) તા.14/4ને રવિવારે અક્ષરવાસી થયેલ છે. તે કાંતિભાઇ પંડ્યા (હેડ. કો. બી. ડીવી., ભાવનગર), રણછોડભાઇ કે. પંડ્યા (ડી.ઇ.ઓ. ઓફિસ, ભાવનગર), હર્ષાબેન ગૌત્તમભાઇ દવે (ભાવનગર)નાં માતુશ્રી, મનુભાઇ મુળજીભાઇ પંડ્યા, હરજીભાઇ જાગેશ્વરભાઇ પંડ્યા, જીવરામભાઇ જાગેશ્વરભાઇ પંડ્યા, અંબાશંકરભાઇ પરમાણંદભાઇ પંડ્યાના કાકી, દિપકભાઇ (રે. ક્લાર્ક, ભાવ.), અનિલભાઇ ભદ્રેશભાઇના દાદીમાં, ગૌત્તમભાઇ કે. દવેના સાસુ, ભરતભાઇ, ચંદુભાઇ મોનજીભાઇ ધાંધલ્યા (પીપરલા)ના ફઇ થાય. તેમની ઉત્તરક્રિયા નિમિત્તે બુંગણ પાથરવાનું તા.20/4ને શનિવારે સવારે 10 કલાકે રાખેલ છે. પિયર પક્ષની કાણ સાથે રાખેલ છે. સુંવાળા તા.18/4ને ગુરૂવારે રાખેલ છે. બુંગણ પાથરવાનું સ્થળ : પંડ્યા હરજીભાઇ જાગેશ્વરભાઇનાં નિવાસસ્થો તળાજા રોડ, મોતી આતાની વાડી, પીપરલા.

ક્ષત્રિય

અવાણીયા, તા. ઘોઘા | ગોહિલ ધર્મેન્દ્રસિંહ સામંતસિંહ (ઉ.વ.39) તા.15/4ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સામંતસિંહ જીલુભા ગોહિલના પુત્ર, ગોહિલ દિલિપસિંહ બટુકભાના કાકાના દિકરા, વિક્રમસિંહ, ઉપેન્દ્રસિંહ, પરાક્રમસિંહના ભાઇના દિકરા, ભગીરથસિંહ, જયેન્દ્રસિંહ, હરપાલસિંહ, દિવ્યરાજસિંહ, શૈલેન્દ્રસિંહના ભાઇ, કર્મરાજસિંહ દિલીપસિંહના કાકા થાય. તેમની ઉત્તરક્રિયા તા.21/4ને રવિવારે અવાણીયા રાખેલ છે.

ક્ષત્રિય

ઉખરલા (પખામહારાજના) | ઉખરલા (પખામહારાજના) નિવાસી ગોહિલ રાજુબા ગંભીરસિંહ (ઉ.વ.68) તા.15/4ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે ગોહિલ રાજેન્દ્રસિંહ નીરૂભા (સહમંત્રી, ઘોઘા તાલુકા રાજપુત સમાજ), ઇન્દ્રસિંહ ભાવુભા ગોહિલના કાકીમા, બળદેવસિંહ ગંભીરસિંહના માતુશ્રી, નરેન્દ્રસિંહ પંચાણજી ગોહિલના મોટાબા થાય. તેમનુ બેસણું તા.16/4 થી તા.21/4ને રવિવાર સુધી અનિવાર્ય સંજોગોને કારણે સ્થગિત રાખવામાં આવેલ છે. તા.22/4 સોમવારથી બેસણું રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.25/4ને ગુરૂવારે ઉખરલા તેમના નિવાસસ્થાને રાખવામાં આવેલ છે.

કારડિયા રાજપુત

ઢુંઢસર | રવજીભાઇ અમરશંગભાઇ ડોડિયા (ઉ.વ.92) તા.14/4ને રવિવારે રામચરણ પામેલ છે. તે ડોડિયા જીવાભાઇ રવજીભાઇ, ભગવાનભાઇ, બનેશંગભાઇનાં પિતાશ્રી, ડોડિયા મકોડભાઇ મોતીભાઇ, ભવશંગભાઇનાં કાકા, ડોડિયા નારશંગભાઇ વિરાભાઇ, અજયભાઇના મોટાબાપુ, ડોડિયા સંજયભાઇ, મનિષભાઇ, મહેન્દ્રભાઇ, અજીતભાઇ, કિરીટભાઇ, છત્રપાલભાઇ, મુકેશભાઇ, હાર્દિક, બ્રિજરાજનાં દાદા, રાજ, કેયુર, સાર્થક, પાર્થ, યક્ષના મોટાદાદા, કંથારિયા સોલંકી રામશંગભાઇ રાજાભાઇના બનેવી, રાઠોડ વલ્લભભાઇ કાનાભાઇ (ઢુંઢસર)નાં સસરા થાય. તેમનો લૌકિક વ્યવહાર તા.18/4 તથા 19/4 બે દિવસ તેમના નિવાસસ્થાને ઢુંઢસર રાખેલ છે.

કારડિયા રાજપૂત

વડિયા | મણીબા ભગવાનભાઇ ચાવડા (ઉ.વ.71) તા.14/4ને રવિવારે રામચરણ પામેલ છે. તે ધીરુભાઇ ભગવાનભાઇ ચાવડાના માતૃશ્રી, જેશંગભાઇ મશરૂભાઇ ચાવડાના નાનાભાઇના પત્ની, જોરશંગભાઇ રામશંગભાઇ ચાવડા, ભૂપતભાઇ, ઉદેશંગભાઇ, પ્રતાપભાઇ, ભરતભાઇના કાકી, કેયુરભાઇ ધીરુભાઇ ચાવડા, ચિરાગભાઇ ધીરુભાઇ ચાવડા, દિલીપભાઇ બનેશંગભાઇ ચાવડાના મા, દડવા નિવાસી બનેશંગભાઇ વીરશંગભાઇ ગોહિલ, હઠીશંગભાઇ ભીમાભાઇ, ધીરુભાઇ ભૂપતભાઇના ફઇબા થાય. તેમની ઉત્તરક્રિયા તા.22/4ને સોમવારે વડિયા મુકામે રાખેલ છે.

વાળંદ

ભાવનગર | સ્વ. રવજીભાઇ હરિભાઇ નાથાણી (મોટા ખોખરાવાળા)ના પુત્ર મનસુખભાઇ રવજીભાઇ (ઉ.વ.70) તા.14/4ને રવિવારે રામચરણ પામેલ છે. તે નયનભાઇ, સુરેશભાઇ (ઓમ સાઇન), રીટાબેનના પિતાશ્રી, ધનજીભાઇના નાનાભાઇ, સ્વ. અમુભાઇ, જશુબેન કાંતિલાલ બગથળિયા, પ્રભાબેન ધનજીભાઇ ચુડાસમાના ભાઇ, રમેશકુમાર બટુકભાઇ હિરાણીના સસરા, જ્યોતિબેન મહેશકુમાર મજેઠિયાના કાકા, ખુશ્બુબેન હિરેનકુમાર પરમાર, સીમાબેન હિરેનકુમાર હિરાણી, દિક્ષિતાબેન રવિકુમાર પરમાર, વિરલબેન તુષારકુમાર વકાણી, અંકિતાબેન ધર્મેન્દ્રકુમાર વિસાણી, પ્રિયાબેન મેહુલકુમાર વાજા, સાગરભાઇ, રવિ, દર્શન, ઋષભ, અભિષેક, ઓમ, હિત, ભુમિ, કિંજલ, સગુણાના દાદા, સ્વ.મોહનભાઇ, સ્વ. ભરતભાઇ, કિરીટભાઇના કાકાના દિકરા ભાઇ, હિતેષભાઇ, ડો. નિલેષભાઇ, જીગ્નેશભાઇ પરેશભાઇ, જેન્તિભાઇ, જગદીશભાઇનાં દાદા, હર્ષદભાઇ, ગૌત્તમભાઇ, સ્વ. દિપકભાઇ, વલ્લભભાઇ, મહેશભાઇ કાળુભાઇ, રમણીકભાઇ, હિરજીભાઇ, લલ્લુભાઇ, કાળુભાઇ, રાઘવભાઇ, નરસિંહભાઇ, રમુભાઇના કાકા, સ્વ. ટપુભાઇ પોપટભાઇ વિસાણીના જમાઇ, જીવરાજભાઇ, દુલાભાઇ જીતુબેનના બનેવી, નિલેષભાઇ, નિષાબેન યોગેશકુમાર વાજા, માયાબેન કેતનકુમાર ભટ્ટીના ફુવા, સ્વ. મોહનભાઇ ખોડાભાઇ હિરાણીના ભાણેજ થાય.તેમનું બંને પક્ષનું બેસણું તા.18/4ને ગુરૂવારે 4 થી 6, વાણંદ જ્ઞાતિની વાડી, કાળાનાળા, ભાવનગર રાખેલ છે. દશા તા.23/4ને મંગળવારે તથા ઉત્તરક્રિયા તા.24/4ને બુધવારે ગોહિલવાડ વાળંદ જ્ઞાતિની વાડી, ઉપરકોટ, કાળાનાળા, ભાવનગર રાખેલ છે. લૌકિક ક્રિયા બંધ રાખેલ છે.

ખરક

ભુંભલી | બાલાભાઇ ભાયાભાઇ સેંતા (ભુંભલી)ના પત્ની નાનબાઇબેન સેંતા (ઉ.વ.85) તા.15/4ને સોમવારે રામચરણ પામેલ છે. તે મકનભાઇ, ભુપતભાઇના માતુશ્રી, અશોકભાઇ, રૂપેશભાઇ, કિશોરભાઇ, કિરણભાઇ, કૌશિકભાઇ, સુરેશભાઇના મા, રાણાભાઇ, ગોવિંદભાઇ સેંતાના ભાભી, સ્વ. ડાયાભાઇ ભીમાભાઇ, સ્વ. મોહનભાઇ ભીમાભાઇ પટેલિયા (વાળુકડવાળા)ના બેન થાય. તેમનું ઉત્તરકારજ તા.26/4ને શુક્રવારે સાંજે ભુંભલી મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર ગુરૂ, શુક્ર અને શનિવાર ત્રણ દિવસ તેમના નિવાસસ્થાને રાખેલ છે.

તળપદા કોળી પટેલ

મથાવડા, તા. તળાજા | સોલંકી વાઘાભાઇ ભુરાભાઇ (ઉ.વ.85) તા.14/4ને રવિવારે રામચરણ પામેલ છે. તે રવજીભાઇ, મેઘાભાઇના નાનાભાઇ, વલ્લભભાઇ, વિનાભાઇના પિતાશ્રી, ગોબરભાઇ, પુનાભાઇના કાકા, પારસ, અજય, બીપીન, નરેશના દાદા (મણાર નિવાસી) સડુભાઇ, મેઘજીભાઇના બનેવી, પ્રેમજીભાઇ સુરાભાઇ (મણાર)ના સસરા, આમળા નિવાસી રવજીભાઇ, સુખાભાઇના ભાણેજ થાય. તેમની ઉત્તરક્રિયા તા.21/4ના મથાવડા રાખેલ છે.

તળપદા કોળી

ગઢુલા, તા. તળાજા | લખમણભાઇ ખાટુભાઇ બાંભણિયાના પુત્ર પંકજભાઇ લખમણભાઇ બાંભણિયા (ઉ.વ.22) તા.14/4ને રવિવારે રામચરણ પામેલ છે. તેની ઉત્તરક્રિયા તા.18/4ને ગુરુવારે રાખેલ છે. ઓઘડભાઇ ખાટુભાઇ, કાળુભાઇ, લાભુભાઇના નાનાભાઇના દિકરા, નિતિનભાઇના ભાઇ, હિંમતભાઇના પૌત્ર થાય.

તળપદા કોળી

તળાજા (તલ્લીવાળા) | બચુભાઇ ડાયાભાઇ વાસીયા (ઉ.વ.68) તા.14/4ને રવિવારે રામચરણ પામેલ છે. તે વાલજીભાઇ બચુભાઇ, હિતેશભાઇ બચુભાઇ, મુકેશભાઇ બચુભાઇના પિતાશ્રી, મગનભાઇ બાવભાઇ, ભરતભાઇ બાવભાઇ તલ્લીવાળાના કાકા, બારૈયા આણંદભાઇ કરશનભાઇ, ખીમાભાઇ ચોથાભાઇ (વાલર)ના બનેવી થાય. તેમનું ઉત્તરકારજ તા.25/4ને ગુરુવારે તેમના નિવાસસ્થાને દિનદયાળનગર, બલરની વાડી, મહુવા રોડ, તળાજા રાખેલ છે.

તળપદા કોળી

ભાવનગર | હિંમતભાઇ ગોવિંદભાઇ બારૈયા (ઉ.વ.40) તા.15/4ને સોમવારે રામચરણ પામેલ છે. તે રાહુલભાઇ, હીનાબેન, હીરલબેનના પિતા, રમેશભાઇ, કેશુભાઇ (પ્લમ્બર), શાંતિભાઇના ભાઇ, જવેરભાઇ, બાબુભાઇ, હિરાભાઇ, તુલાભાઇના ભત્રીજા થાય. તેમની ઉત્તરક્રિયા તા.19/4ને શુક્રવારે રાખેલ છે.

તળપદા કોળી

કળસાર | અવલબેન ચીથરભાઈ ભીલ (ઉ.વ.96) તા.15/4ને સોમવારે રામચરણ પામેલ છે. તે પરશોતમભાઈ, વશરામભાઈ, નારણભાઈ, ભગવાનભાઈ માતુશ્રી, વેલાભાઈ મધુભાઈ તેમના મોટાબા, (કેરાળા નિવાસી) માજી સરપંચ બાંભણિયા ભુપતભાઈના સાસુ, ડોડીયા વનાભાઈના ફઈ થાય. તેમની ઉત્તરક્રિયા તા.25/4ને ગુરુવારે તેમના નિવાસસ્થાને પ્લોટ વિસ્તાર કળસાર મુકામે રાખેલ છે.

ચુંવાળીયા ઠાકોર

વરલ | વિસાવડીયા જયસુખભાઇ પ્રવિણભાઇ (ઉ.વ.20) તા.14/4ના રામચરણ પામેલ છે. તે પ્રવિણભાઇ પોપટભાઇના દિકરા, છગનભાઇ પોપટભાઇ, સ્વ. ભરતભાઇ પોપટભાઇના નાનાભાઇના દિકરા, જગદિશભાઇ પ્રવિણભાઇના ભાઇ, ઠાકરશીભાઇ છગનભાઇ, ગિરીશભાઇ છગનભાઇ, નિતિનભાઇના કાકાના દિકરા, લાભુભાઇ બોઘાભાઇ વિસાવડીયા, કનુભાઇ બોઘાભાઇના ભાઇના દિકરા (ભંડારીયા), શિવજીભાઇ માવજીભાઇ વાઘેલા (ચિત્રા)ના ભાણેજ, મુનાભાઇ ઘુડાભાઇ ડાભી (વરલ), જયેશભાઇ લાખાભાઇ વાઘેલા (ચિત્રા), દશરથભાઇ ભીમાભાઇ ગડેચા (ફુલસર), ધરમશીભાઇ ઓધાભાઇ મકવાણા (તળાજા), મહેશભાઇ રમેશભાઇ મોલાડી (તળાજા)ના સાળા થાય. તેમની ઉત્તરક્રિયા તા.18/4ને ગુરૂવારે તેમના નિવાસસ્થાને મુ. વરલ, તા. સિહોર રાખેલ છે.

ચુંવાળિયા ઠાકોર

આંબલા | હેમુબેન વાઘજીભાઇ ચૌહાણ (ઉ.વ.90 )તા.15/4 ને સોમવારે રામચરણ પામેલ છે. તે પ્રવીણભાઈ વાઘજીભાઇ ચૌહાણ, મુકેશભાઈ વાઘજીભાઇ ચૌહાણના માતૃશ્રી, માધાભાઇ ઉકાભાઇ ચૌહાણનાં નાનાભાઈનાં વહુ, નરશીભાઈ, વિનુભાઈ, રાજુભાઈ, અતુલભાઈનાં કાકી, તુલસીભાઈ, ધરમશીભાઈનાં ભાભી, વિનુભાઈ જેઠાભાઈ (માલપરા) જેન્તીભાઇ તુલસીભાઈ(પરવાળા), મહેશભાઈ લાલજીભાઈનાં સાસુ, મહેન્દ્રભાઈ હરજીભાઈ વાઘેલાના મામી, પરેશભાઈ, કિશનભાઇ, વિમલભાઈ, સવજી ઠાકોર, હાર્દિકભાઈ, કલ્પેશભાઈ, ધ્રુવભાઈ, જનકભાઈ, વિશાલભાઈનાં દાદીમા, નીતિનભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ, કિરીટભાઈના મોટાબા થાય. તેમનું ઉત્તરકારજ તા. 21/4 ને રવિવારે તેમના નિવાસસ્થાન આંબલા રાખેલ છે.

વણકર

ભાવનગર | કાંતિભાઇ ધનજીભાઇ પારઘી (ઉ.વ.59) તા.15/4ના અવસાન પામેલ છે. તે સ્વ. ધનજીભાઇ ખીમજીભાઇ પારઘીના પુત્ર, સ્વ. રામુબેન કાંતિભાઇ પારઘીના પતિ, અલ્પેભાઇ કાંતિભાઇ પારઘી, કલ્પેશભાઇ કાંતિભાઇ પારઘીના પિતા, સ્વ. અમૃતભાઇ ધનજીભાઇ પારઘી, મનજીભાઇ ધનજીભાઇ પારઘી, દલપતભાઇ ધનજીભાઇ પારઘી, સ્વ. રાજેશભાઇ ધનજીભાઇ પારઘીના ભાઇ, પાલજીભાઇ ભીખાભાઇ સોલંકીના સાળા, કાનજીભાઇ ટીડાભાઇ રાઠોડ, સ્વ. શામજીભાઇ ટીડાભાઇ રાઠોડ, એમ.ટી.રાઠોડ, જયેશભાઇ રાઠોડના બનેવી, મંગાભાઇ ટીડાભાઇ રાઠોડના વેવાઇ, નરેશભાઇ અમૃતભાઇ પારઘી (રેલ્વે ગાર્ડ), નરેન્દ્રભાઇ, મહેશભાઇ, કિશોરભાઇ, દિનેશભાઇ, સંજયભાઇ (લાઇન ટેપ)ના કાકા, અનિલભાઇ, જીતેન્દ્રભાઇ, કરણભાઇના મોટાબાપા થાય. તેમની ઉત્તરક્રિયા તા.18/4ને ગુરૂવારે સવારે તેમના નિવાસસ્થાને રાખેલ છે.

હિન્દુ

ભાવનગર | રતનબેન નાથાભાઇ બારૈયા તા.14/4ને રવિવારે રામચરણ પામેલ છે. તે રાજુભાઇ નાથાભાઇ બારૈયા, વસંતબેન, જયાબેન, ભાવુબેનના માતુશ્રી, વર્ષાબેન રાજુભાઇ બારૈયાના સાસુ, ભુમીબેન રાજુભાઇ બારૈયાના ગઢામાં થાય. તેમનું ઉત્તરકારજ તા.22/4ને સોમવારે તેમના નિવાસસ્થાને સિંધુનગર, કકુરામ મંદિરની સામેના ખાંચામાં, મફતનગર, ભાવનગર રાખેલ છે.

જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી

મુંબઇ | કામરોળ (હાલ મુંબઇ) નિવાસી દોશી હઠીચંદ ગુલાબચંદના પુત્રવધુ રેખાબેન મનસુખલાલ (ઉ.વ.65) તે સ્વ. મનસુખલાલ હઠીચંદ દોશીના પત્ની તા.14/4ને રવિવારે મુંબઇ મુકામે નવકાર મંત્રનુ સ્મરણ કરતા અવસાન પામેલ છે. તે મણીલાલ ગુલાબચંદ, હિંમતલાલ ગુલાબચંદના મોટાભાઇના દિકરાની વહુ, તળાજા જય ઓટો સેન્ટરવાળા ભોગીભાઇ, નવીનભાઇ, તનસુખભાઇ, પુનમચંદ, કિર્તીભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, કિશોરભાઇના દાદાના દિકરાની વહુ, મુંબઇ નિવાસી ભાવિનભાઇ, ધર્મેશભાઇ, અમિષભાઇના માતુશ્રી થાય. શાશ્વતી ઓળી ચાલતી હોય લૌકિક વ્યવહાર રાખેલ નથી.

વિશા શ્રીમાળી

ભાવનગર | મહુવાવાળા (હાલ ભાવનગર) ચંદ્રકાંત જયસુખલાલ દોશી (ચંદાભાઇ) (ઉ.વ.65) તા.15/4ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે સ્વ. જયસુખલાલ હીરાચંદ દોશીના પુત્ર, અરૂણાબેનના પતિ, સિદ્ધાર્થ, હેતલ (સોની) નીપૂણકુમાર, ધરા (રૂપા) દેવદત્તકુમારના પિતાશ્રી, નીધી (સ્વીટી)ના શ્વસુર, જવાહરભાઇ, નયનાબેન કિરીટકુમાર મહેતા, મહેશભાઇ, ધનવંતભાઇના ભાઇ, સ્વ. અનોપચંદ અમૃતલાલ ટાણાવાળાના જમાઇ, સ્વ. નરેન્દ્ર પ્રભુદાસભાઇ આરતીવાળા, મહેશભાઇ હરીભાઇ, જયુભાઇ પન્નાલાલ શાહ (બુઢણા)ના વેવાઇ થાય. શાશ્વતી ઓળીના કારણે તેમની સાદડી રાખેલ નથી.

જૈન

ભાવનગર | ભાવનગર નિવાસી સ્વ. કનૈયાલાલ દામોદરદાસ શાહના પુત્રી તરૂણાબેન ગુરુવારે મુંબઇ અરિહંતશરણ પામેલ છે. તે મહુવા નિવાસી (હાલ મુંબઇ) પ્રફુલકુમાર મનસુખલાલ શાહ (સરવૈયા)ના પત્ની, બાબાભાઇ (PNR સોસાયટી), મહેશભાઇ (રીટાયર, BPTI), અશ્વિનભાઇ (અજંતા ફોટો/પરમાર્થ ફાઉન્ડેશન), ભુપતભાઇ (સ્ટુડિયો સ્મૃતિ), સ્વ. મધુબેન અનંતરાય શાહ, ભાનુબેન ચિમનભાઇ શાહ, નિરંજના ઇન્દુભાઇ કામદાર (મુંબઇ), ભારતીબેન અતુલભાઇ શાહ, કૈરવીબેનના બેન થાય. તેમની પિયર પક્ષે પ્રાર્થના અંધશાળા વિદ્યાનગરના પ્રાર્થના હોલમાં તા.16/4ને મંગળવારે સાંજે 5 થી 6.30 રાખેલ છે.

મુસ્લિમ મરણ
મુસ્લિમ

તળાજા | ચાૈહાણ અલારખભાઇ હુસૈનભાઇ (બેન્કવાળા)ના પત્ની જુબેદાબેન (ઉ.વ.59) તા.15ને સોમવારે જન્નતનશીન થયેલ છે. તે નાથુભાઇના મમ્મી, સલીમભાઇ રહીમભાઇ શેખ (ટેલીફોનવાળા), મ. યુસુફભાઇ અબ્દુલભાઇ અત્તરવાળા, રસલભાઇ, મહંમદભાઇ, અ. ગફારભાઇ પીરભાઇના ભાભી (ભાવનગર), યુનુસભાઇ શેખ, મ. જમાલભાઇ ગુલાબભાઇ ખોખરના કાકી સાસુ થાય. મર્દોની જીયારત કુબા મસ્જીદ, વાવચોકમાં રાખલ છે. તા.17ને બુધવાર સવારે 9 કલાકે તથા ઔરતોની જીયારત ઘાંચી જમાતખાના, વાવચોક ખાતે રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...