તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચક્ષુદાન-દેહદાન માટે - રેડક્રોસ : 2430700, અંગદાન માટે : મો.9825262929

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાંઢીડા (ભાલ) | સાંઢીડા (ભાલ) નિવાસી અનકુંવરબા બચુભા ચુડાસમા (ઉ.વ.96) તા.24/2ને રવિવારે દેવલોક પામેલ છે. તે ગુણુભા નાનભાનાં ભાભી, મહેન્દ્રસિંહ બચુભાનાં માતુશ્રી, પ્રવિણસિંહ, હરદેવસિંહ, કિશોરસિંહ, હિતેન્દ્રસિંહનાં ભાભુમા, ઇશ્વરીયા (તા. ગઢડા સ્વા.) સ્વ. દિલુભા જટુભા, સ્વ. વનરાજસિંહ જટુભાનાં બેન થાય. તેઓનું બેસણું તા.28/2ને શનિવારે સવારે 8 થી સાંજે 5 સુધી સાંઢીડા મુકામે, તા. ધોલેરા રાખેલ છે. તેમની ઉત્તરક્રિયા તા.2/3ને શનિવારે સાંઢીયા રાખેલ છે.

ક્ષત્રિય

ઉખરલા| ગોહિલ ટેમુભા ગુલાબસિંહ (ઉ.વ.60) તા. 24-2 ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે ગોહિલ અજીતસિંહ ગુલાબસિંહ, સ્વ. ઉકુભા ગુલાબસિંહના નાનાભાઇ, ગોહિલ ભવદીપસિંહ, ક્રિપાલસિંહના પિતાશ્રી, વનરાજસિંહ અજીતસિંહ, ભાવુભા ઉકુભા મુન્નાભાઇ (રેતીવાળા), શૈલેન્દ્રસિંહ નરપતસિંહના કાકા થાય. તેમની ઉતરક્રિયા તા.4-3 ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

ક્ષત્રિય

ભાવનગર | આરબલુસ હાલ, ભાવનગર જાડેજા પ્રભાતસિંહ બનેસિંહ તા.24-2 ને રવિવારે રામચરણ પામેલ છે. તે અજીતસિંહ બનેસિંહ, કારૂભા બનેસિંહ, મંગળસિંહ, હનુભા, અભેસંગના મોટાભાઇ, ગિરવાનસિંહ, ગજેન્દ્રસિંહના પિતાશ્રી, શિવભદ્રસિંહ, અમરદીપસિંહના દાદાજી, મહાવીરસિંહ ભીખુભા ગોહિલના બનેવી, હેતુભા (માળ)ના સાળા, રઘુવીરસિંહ કેશુભા ગોહિલ (ભડલી), ભરતસિંહ સાંતુભા ગોહિલ (માળ)ના સસરા થાય. તેમના સુંવાળા તા.1-3 ને શુક્રવારે સવારે રાખેલ છે. તેમનું બેસણું 1-3 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 બ્લોક નં.284, કર્મચારીનગર, સામે, ફુલસર, ભાવનગર મુકામે રાખેલ છે.

લેઉવા પટેલ

હબુકવડ, તળાજા | ગાંગાણી ભીમજીભાઇ કુરજીભાઇ (ઉ.વ.90) તા.25-2 ને સોમવારના રોજ સ્વર્ગવાસ પામેલ છે. તેઓ ગાંગાણી હરીભાઇ, તુલશીભાઇના પિતાશ્રી, ગાંગાણી જેરામભાઇ, બાબુભાઇ, ધુસાભાઇ, મનુભાઇ, લાલજીભાઇ, રણછોડભાઇના કાકા, પંકજભાઇ અજયભાઇના દાદા, લલ્લુભાઇ હરજીભાઇ બેલડીયા (પડવા હાલ, ભાવનગર)ના બનેવી, માંગુકીયા મોહનભાઇ દુદાભાઇ (મોટી રાજસ્થળી), (બપાડા) મકાભાઇ ભવાનભાઇ સવાણી, શીવાભાઇ, રાણાભાઇના મામા થાય. તેમનું બેસણું તા.28-2 ને ગુરૂવારના રોજ હબુકવડ નદીના સામા કાંઠે રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.8-3ના રોજ રાખેલ છે.

લેઉઆ પટેલ

શામપરા (સી) | ધોળીબેન રવજીભાઇ સુતરીયા (ઉ.વ.89) તા.25-2 ને સોમવારે સ્વર્ગવાસી થયેલ છે. તે દેવરાજભાઇ, છગનભાઇના માતુશ્રી, રાકેશભાઇ, મયુરભાઇ, સંદીપભાઇ, ધ્રુવલના દાદીમાં, ગોવિંદભાઇ (કોબડી), કરશનભાઇ (કોબડી), બાબુભાઇના ભાભી, ભાયાભાઇ (કોબડી)ના કાકી, ગોપાભાઇ, નરશીભાઇ, અરવિંદભાઇ (કોબડી)ના મોટાબા થાય. તેમનું બેસણું તા.1-3 ને શુક્રવાર રાત્રેે 8 થી 10 સુર્યકિરણ સોસાયટીની વાડી, હીરા મંદીરની સામે, ચિકુવાડી, સુરત મુકામે રાખેલ છે. તેમની ઉતરક્રિયા તા.7-3 ને ગુરૂવારે શામપરા (સી) મુકામે રાખેલ છે.

કારડિયા રાજપૂત

સિહોર | ભોથાભાઇ નારણભાઇ પરમાર (ઉ.વ.85) તા.25/2ને સોમવારે સ્વર્ગવાસ પામેલ છે. તે અજાભાઇ નારણભાઇ પરમાર, કાનાભાઇ નારણભાઇના મોટાભાઇ, જેમલભાઇ, દુલાભાઇ, જુવાનભાઇના પિતાશ્રી, નથુભાઇ અજાભાઇ, જીકાભાઇ કાનાભાઇના મોટાબાપુ, હળિયાદ નિવાસી સ્વ.વાલાભાઇ મેઘાભાઇ ચાવડા, કાનાભાઇ મેઘાભાઇ, ભૂપતભાઇ મેઘાભાઇ ચાવડાના બનેવી થાય. તેમનું બેસણું તા.28/2ને ગુરુવારે કિરણભાઇ ઘેલડાના ડેલામાં,પ્રગટનાથ રોડ, સિહોર ખાતે તેમજ ઉત્તરક્રિયા તા.2/3ને શનિવારે સવારે 9 કલાકે રાખેલ છે.

કારડીયા રાજપુત

તગડી, ઘોઘા | રાજુભાઇ વીરસીંગભાઇ ચાવડાના પત્ની હંસાબેન (ઉ.વ.30) તા.24-2 ના રોજ રવિવારે અવસાન પામેલ છે. તે રમેશભાઇ વીરસીંગભાઇ ચાવડા, અજીતભાઇના ભાભી, ચાવડા નરેન્દ્રસિંહના મોટાબા, ચાવડા યુવરાજસિંહ, હરદેવસિંહના માતુશ્રી થાય. તેમની ઉતરક્રિયા તા.4-3 ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાને ગામ. તગડી, તા. ઘોઘા મુકામે રાખેલ છે.

લોહાણા

અમરેલી| હેમલતાબેન કાંતિલાલ ગઢીયા (વિજપડીવાળા) (ઉ.વ.82) તા.21-2 ને ગુરૂવારના રોજ શ્રીજીચરણ પામેલ છે. તે ગુણવંતભાઇ સેજપાલ, ભરતભાઇ સેજપાલ (સલડીવાળા)ના બેન થાય. તેમની સાદડી તા.25-2 ને સોમવારના રોજ સાંજે 4:30 થી 6 કલાકે લોહાણા ગેસ્ટ હાઉસ, લીલીયા રોડ, અમરેલી ખાતે રાખેલ છે.

ગોસ્વામી

નાનીમાળ| ડમરાળા નિવાસી ગોસ્વામી કમળાબેન કાળુગિરી (ઉ.વ.87) તા.24-2 ને શનિવારના રોજ કૈલાસવાસ થયેલ છે. તે કૈ.વા. હિંમતપરી શંકરપરી, કૈ.વા.મહારાજપરી, કૈ.વા. ઘનશ્યામપરી, ચિમનપરીના બેન, હરદેવપરી, અશોકપરી, અનિલપરી, શૈલેશપરી, ભાવેશપરી, વિપુલપરી, હરેશપરીના ફઇબા થાય. તેમનું પિયર પક્ષનું બેસણું તા.28-2 ને ગુરૂવારના રોજ સવારે 8 થી સાંજે પ કલાકે નાનીમાળ મુકામે ચમનપરી શંકરપરીના નિવાસ સ્થાને રાખેલ છે.

સિંધી

ભાવનગર | જશોદાબેન ખુશાલદાસ રાયકંગોર (ઉ.વ.76) તા.24-2 ના રોજ અવસાન પામેલ છે. તે સ્વ.ખુશાલદાસના પત્ની, પ્રકાશભાઇ (શિક્ષક), સુભાષભાઇ (મંગલમ ટ્રેડર્સ)ના માતુશ્રી, ભાેનેશ્વરભાઇ, સ્વ.મનોહરભાઇ, જેઠાનંદભાઇ, દયાલદાસના ભાભી થાય. તેમનું બેસણું તા.26-2 ને મંગળવારના રોજ સાંજે 5 થી 6 કલાકે સંત સેવારામ મંદિર, સિંધુનગર, ભાવનગર મુકામે ભાઇઓ - બહેનોની સાથે રાખેલ છે.

દેસાઇ સઇ સુથાર દરજી

વરતેજ | વરતેજ નિવાસી સ્વ. બાબુભાઇ ચત્રભુજભાઇ સરવૈયાનાં પત્ની નિર્મળાબેન બાબુભાઇ સરવૈયા (ઉ.વ.71) તા.24/2ને રવિવારે રામચરણ પામેલ છે. તે સ્વ. દિનેશભાઇ, હિતેશભાઇ, રેણુકાબેન, શોભનાબેન, ઉષાબેન, ક્રિષ્નાબેન બાલકિશનભાઇનાં માતુશ્રી, દિનેશભાઇ ઝવેરભાઇ ગોહિલ (સુરનગર), કિરીટભાઇ હિંમતભાઇ ગોહિલ (ગીર તાતણીયા), અમીતભાઇ વૃજલાલભાઇ પરમાર (ભાવનગર)નાં સાસુ, પિયર પક્ષે તગડી નિવાસી (હાલ ભાવનગર) સ્વ. વશરામભાઇ ગાંડાભાઇ વાઘેલાનાં દિકરી, સ્વ.મોહનભાઇ વશરામભાઇ બાબુભાઇ, પોપટભાઇ, કાંતિભાઇ, અંબાબેન ભીખાભાઇ સોલંકી (મુંબઇ)નાં બેન, જીવરાજભાઇ, રમેશભાઇનાં ફઇબા, પાલિતાણા નિવાસી (હાલ મુંબઇ) પરમાર ચિમનભાઇ બાબુભાઇ, મનુભાઇ, હસમુખભાઇ, જગદીશભાઇનાં મામી થાય. તેમની બંને પક્ષની સાદડી તા.28/2ને ગુરૂવારે 3 થી 6 તથા ઉત્તરક્રિયા તા.4/3ને સોમવારે તેમના નિવાસસ્થાને જૈન દેરાસર ચોક, વરતેજ મુકામે રાખેલ છે.

વાણંદ

કોંજળી | કનુભાઇ હરીભાઇ બારડ (ઉ.વ.52) તે જેન્તીભાઇ, દડુભાઇ બચુભાઇ, વનમાળીભાઇ વલ્લભભાઇ, જયસુખભાઇ લલ્લુભાઇ, સ્વ.અંતુભાઇ દુલાભાઇ, ગં.સ્વ. મંજુબેન ભગવાનભાઇ વાજા(ભાવનગર) ના નાનાભાઇ, જીતુભાઇ જીણાભાઇ, નરેશભાઇ ધીરૂભાઇ, અનિલભાઇ રવજીભાઇ, જગદીશભાઇના મોટાભાઇ કરણભાઇ, સંજયભાઇના પિતાશ્રી, દુલાભાઇ, નાનુભાઇ, સ્વ.ધીરૂભાઇ(સુરત), અરજણભાઇ ચકુરભાઇના ભત્રીજા, જયેશ, હિરેન, નિલેશ (જય હેરઆર્ટ પોલીતાણા)ના કાકા, હીંમતભાઇ જીવરાજભાઇ રામાણી, રમેશભાઇ (જડકલા)ના બનેવી, સ્વ. મગનભાઇ ગાંડાભાઇ રાઠોડ, સ્વ.છગનભાઇ, સોંડાભાઇ (ભાદ્રોડ)ના ભાણેજ તા.24/2ને રવિવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણું તા.28/2ને ગુરૂવારે અને ઉત્તરક્રીયા તા.4/3ને સોમવારે કોંજળી મુકામે રાખેલ છે.

મોટાભાઇ ભરવાડ

કેરાવા તા, તળાજા | ભરવાડ ગીગાભાઇ પાંચાભાઇ (ઉ.વ.55) તા.25-2 ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તે રત્નાભાઇના ભાઇ, કરણભાઇ, ભોળાભાઇ, વિજયભાઇના પિતાશ્રી થાય. તેમનું ઉતરકારજ તા.8-3 ને શુક્રવારના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે.

તળપદા કોળી

મોટી જાગધાર | વેલુબેન બચુભાઇ મુળિયા (ઉ.વ.70) તે મગનભાઇ, શાંતીભાઇ, વિક્રમભાઇના માતૃશ્રી, અરજણભાઇ શિયાળ (શોભાવડ), ગોવિદભાઇના મોટાબેન, વાલજીભાઇ, દેવજીભાઇ, બાબુભાઇના ભાભી તા.24/2ને રવિવારે રામચરણ પામેલ છે. તેમનું બેસણુ તા.28/2ને ગુરૂવારે સવારે 9:30 કલાકે તથા ઉતરક્રિયા(કારજ) તા.2/3ને શનિવારે પોતાના નિવાસસ્થાને રાખેલ છે.

તળપદા કોળી

ગારીયાધાર | વિપુલભાઇ નારણભાઇ રાઠોડની પુત્રી જલ્પાબેન (ઉ.વ.20) તા.23-2 ને શનિવારના રોજ રામચરણ પામેલ છે. તે નારણભાઇ લાખાભાઇ રાઠોડની પૌત્રી, સુરેશભાઇની ભત્રીજી થાય. તેમની ઉતરક્રિયા તા.28-2 ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાને ગારિયાધાર મુકામે રાખેલ છે.

તળપદા કોળી

મથાવડા| મથુરભાઇ ટપુભાઇ સોલંકી (ઉ.વ.76) તા.25-2 ને સોમવારે રામચરણ પામેલ છે. તે સોલંકી ધીરૂભાઇ ભરતભાઇ, રામજીભાઇ, શૈલેષભાઇના પિતાજી, સ્વ.દેવજીભાઇ ટપુભાઇ, માવજીભાઇ ટપુભાઇના નાનાભાઇ, સોલંકી શામજીભાઇ ટપુભાઇ, સ્વ.મંગાભાઇ ટપુભાઇના મોટાભાઇ, સ્વ.ધરમશીભાઇ દેવજીભાઇ, સ્વ.અશોકભાઇ માવજીભાઇના કાકા, અરવિંદભાઇ શામજીભાઇ, મુકેશભાઇ મંગાભાઇના દાદા, રવજીભાઇ ઘેલાભાઇ, જેરામભાઇ પોલાભાઇ મકવાણાના બનેવી થાય. તેમનું ઉતરકારજ તા.4-3 ને સોમવારના રોજ રાખેલ છે. માટલી પ્રથા બંધ છે.

તળપદા કોળી

હાથબ| સ્વ.રાણાભાઇ રૂપાભાઇ જેઠવાના પત્ની વાલીબેન (ઉ.વ.95) તા.24-2 ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે ગોવિંદભાઇ, કેશવભાઇ, રમેશભાઇ, સ્વ.મકાભાઇ, ભુપતભાઇ, જીણાભાઇ, બાઘુબેન, ભાણીબેનના માતુશ્રી, જગદીશભાઇ, સુરેશભાઇ, બાબુભાઇ, જેનાભાઇ, તુલસીભાઇ, હિતેશભાઇના દાદીમાં, ગોહિલ સ્વ.પોલા સુખા, સ્વ.દેવજી સુખા, ભીમજી સુખા, સ્વ.શામજી સુખાના બેન થાય. તેમની ઉતરક્રિયા તા.28-2 ગુરૂવારે ઘોઘા રોડ, મોટા શિતળામાતાની સામે, ગોકુળનગર ભુપતભાઇ રાણાભાઇ જેઠવાના નિવાસ સ્થાને રાખેલ છે.

તળપદા કોળી

નીચા કોટડા|બારૈયા દીવાળીમાં (ઉ.વ.100) તા.24-2 ને રવિવારના રોજ રામચરણ પામેલ છે. તે બાઘાભાઇ, વિરાભાઇ, પ્રેમજીભાઇ, વેલજીભાઇ, નરવણભાઇ, શામજીભાઇના માતુશ્રી, રમેશભાઇ, કનુભાઇ, વિક્રમભાઇ, ભાવેશભાઇ, જેન્તીભાઇના દાદીમા થાય. તેમનું ઉતરકારજ તા.4-3 ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાને નીચાકોટડા મુકામે રાખેલ છે.

ચુંવાળીયા કોળી

ભંડારિયા| ભડી ભંડારિયા નિવાસી ભરતભાઇ મેરાભાઇ વાહડેસા (ઉ.વ.40) તા.23-2 ને શનિવારે રામચરણ પામેલ છે. તે સ્વ.મેરાભાઇ સીદીભાઇ વાહડેસાના પુત્ર, પોપટભાઇ, બળવંતભાઇ, સ્વ.બટુકભાઇ, ઘનશ્યામભાઇના ભાઇ, ચિથરભાઇ ઉકાભાઇ સોલંકી (પાલિતાણા)ના ભાણેજ થાય. તેમનું પાણીઢોળ તા.1-3 ને શુક્રવારે ભંડારિયા મુકામે રાખેલ છે.

વણકર

સિહોર | સ્વ.મયાભાઇ દાનાભાઇ રાઠોડના પુત્ર કેશુભાઇ મયાભાઇ રાઠોડ (માજી નગરસેવક, સિહોર નગરપાલિકા, ઉ.વ.59) તા.25/2ને સોમવારે રામચરણ પામેલ છે. તે દલુબેનના પતિ, પાલજીભાઇ, સ્વ.લાખાભાઇ, સ્વ.અમરાભાઇ, સ્વ.જેરામભાઇ, સ્વ.ભગાભાઇ, ત્રિભોવનભાઇ (માસ્તર), હિંમતભાઇ, વિજયભાઇ, ગમનભાઇ, મીઠાભાઇ, ડાયાભાઇ, વાલજીભાઇ, જેસીંગભાઇ, પ્રવીણભાઇ, કેશુભાઇ છગનભાઇ (સબ રજિસ્ટ્રાર)ના ભાઇ, નારણભાઇ દાનાભાઇના ભત્રીજા, તુષારભાઇ, જીતુભાઇ, મીનાબેન ગોહિલ, ભાનુબેન ગોહિલ, ગીતાબેન બારૈયાના પિતાશ્રી, વાલજીભાઇ માલાભાઇ લકુમ (સખવદર)ના જમાઇ, જીવરાજભાઇ, રમેશભાઇ (શિક્ષણ), વિનોદભાઇ, ગિરધરભાઇ (આર.વી.લેબ), મનોજભાઇ, કિશોરભાઇ, પ્રેમજીભાઇ, નારણભાઇના બનેવી, કિશોરભાઇ સુમરા (ટ્રાફિક પોલીસ)ના સાળા, જસુબેનના મોટાભાઇ, જતીનકુમાર સુમરા (તલાટી કમ મંત્રી), સચિનકુમાર સુમરા (ગાંધીનગર), મીનાબેન સોલંકીના મામા, ધનજીભાઇ ગલાભાઇ ગોહિલ, સ્વ.ભીખાભાઇ મીઠાભાઇ બોરીચા, લક્ષ્મણભાઇ બારૈયાના વેવાઇ, કાંતાબેન સોલંકી, વસંતબેન વોરા, મનીષાબેન બોરીચા, મુકેશભાઇ, પ્રકાશભાઇ, ભરતભાઇ, લીલાબેનના કાકા, પરેશભાઇ, અલ્પાબેન, કેતનભાઇ, રોશનીબેન, આરતીબેન, પૂજાબેનના મોટાબાપુજી, કિશનભાઇ ગોહિલ, અશોકભાઇ ગોહિલ, મેહુલભાઇ બારૈયાના સસરા, મનોજભાઇ સોલંકી, રાજેશકુમાર વોરા (પો.કો.તળાજા), કિશન બોરીચા, નરેશભાઇ બોરીચા, સુરેશ વાઘ, પ્રવીણકુમાર ગીલાતર, જયેશ પરમારના કાકાજી સસરા, સંસ્કૃતિ,મનસ્વીના દાદા થાય. તેમનું બેસણું તા.27/2ને બુધવારે સાંજે 4થી 6, તેમના નિવાસ સ્થાને તેમજ ઉત્તરક્રિયા (બારમું) તા.1/3ને શુક્રવારે સવારે 9:30 કલાકે રાખેલ છે.

જૈન મરણ
ઘોઘારી વિશાશ્રીમાળી

ભાવનગર | વલ્લભીપુર નિવાસી હાલ, ભાવનગર સ્વ.કપુરચંદ હેમચંદ દોશીના દીકરા સ્વ.નગીનદાસ કપુરચંદના પત્ની વિમળાબેન (ભદુબેન) (ઉ.વ.75) તા.25-2 ને સોમવારે નવકારમંત્રનું સ્મરણ કરતા અવસાન થયેલ છે. તેઓ સ્વ. જયંતિલાલ, સ્વ.ચીમનભાઇ, કાંતિભાઇ, જયાબેન રતિલાલના ભાભી, દિપકભાઇ, હિતેશભાઇ, હેમંતભાઇ (શિક્ષક), કલ્પનાબેન મહેન્દ્રકુમાર, વર્ષાબેન પ્રકાશકુમારના માતુશ્રી, સેજલના સાસુ, ભાર્વિ, તનયના દાદી, નિકિતા, ચેતના, એક્તા અક્ષયકુમારના ભાભુ, પિયર પક્ષે વારૈયા મોનજીભાઇ નરશીભાઇ ત્રાપજવાળાના દિકરી, હસુમતીબેન કનૈયાલાલ દોશીના બહેન, વેવાઇ પક્ષે યોગેશકુમાર મણીલાલ કાંસોદરિયા, શાહ હરિલાલ તલકચંદ રૂવાળા, શાહ મહિપતરાય કુબેરદાસની તેમની ભાઇઓ - બહેનોની સંયુક્ત સાદડી તા.26-2 ને મંગળવારે સવારે 9 થી 11 સાંકળીબાઇ હોલ, કૃષ્ણનગર ખાતે રાખેલ છે.

મુસ્લિમ મરણ
સિપાઇ

ભાવનગર | કુરેશી જીભાઇ હમ્દુભાઇના ઔરત જેતુનબેન ઇન્તેકાલ થયેલ છે. તે ઇબ્રાહીમભાઇ, ઉસ્માનભાઇના મમ્મી, મ.મલેક ઉંમરભાઇના સાસુ, જાહીદભાઇ, ઇર્ષાદભાઇ, મુસ્તુફાભાઇ, બાઉદીનભાઇના દાદી, હનીફભાઇ શેખ, અસ્લમભાઇ પઠાણના દાદી સાસુ, સોહીલભાઇ રાઠોડના નાની સાસુ, ભઢીયારા ઉસ્માનભાઇ ઉંમરભાઇના બેન, મ.માજી કોર્પોરેટર કાદરભાઇ માનજીભાઇ, કુરેશી રફીકભાઇ જમાલભાઇના કાકી, કુરેશી મહેબુબભાઇ અલીભાઇના મોટીમા, મુનાફભાઇ અબ્દુલભાઇ મીરાં, ઇસુફખાન અબ્દુલખાનના ખાલા થાય. તેમની મર્દોની જીયારત તા.27-2 ને બુધવારે સવારે 8:30 કલાકે કાદરી મસ્જીદ, મોતી તળાવમાં, ઔરતોની જીયારત ઇમામવાડા મસ્જીદની બાજુમાં, બ્રામણની વાડીમાં રાખેલ છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો