તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Botad
 • Botad News Following The Alert In Gujarat Police Conducted A Check On Religious Places Bus Railway Station Highway In Botad District 021137

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતમાં એલર્ટને પગલે બોટાદ જિલ્લાનાં ધાર્મિક સ્થળો, બસ, રેલવે સ્ટેશન, હાઇવે પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જમ્મૂ-કાશ્મીરના પુલવામા ખાતે 12 દિવસ પહેલા સીઆરપીએપના જવાનો પર કરાયેલાં આત્મઘાતી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેના પરિણામે ભારત વાયુસેના દ્વારા પાકિસ્તાનમાં આવેલાં આંતવાદી કેમ્પ પર ત્રાટકીને નેસ્તોનાબૂક કરી દીધો હતો. આથી ગુજરાત સહિત સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેના પગલે બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષ મહેતાનાં આદેશ અનુસાર બોટાદ શહેર અને જિલ્લામાં ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં સાળંગપુર હનુમાનજી મંદિર, પાળિયાદ, ગઢડા સ્વામિનારાયણ મંદિર સહિતનાં ધાર્મિક સ્થળો તેમજ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશનમાં એસ.ઓ.જી. સ્ટાફ તથા બીડીડીએસ ટીમ દ્વારા મંદિર સંકુલની સાથે-સાથે હાઇવે પરથી પસાર થતા તમામ વાહનોમાં સઘન ચેકીંગ હાથ ધરાયું હતું. આની સાથે અમદાવાદ અને બોટાદ જિલ્લાનાં તમામ પોઈન્ટ ઉપર ચેક પોસ્ટ ઉભી કરી વાહનોનું પણ ખાસ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.તસવીર-ગૌરાંગ વસાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો