લોક માન્યતા... જો ટિંટોડી 4 ઇંડા મૂકે તો ચારેય દિશામાં વરસાદ પડે

Limbadi News - folk beliefs if the tintody lays 4 eggs then there will be rain in all directions 064008

DivyaBhaskar News Network

May 25, 2019, 06:40 AM IST
લીંબડી તાલુકાના ભોયકાની નદીના પટમાં ટીટોડીએ ચાર ઈંડા મુક્યા છે. લોક વાયકા મુજબ ટીટોડી જો ઈંડા નીચે મૂકે તો વરસાદ ઓછો અથવા સામાન્ય રહે છે અને જો ઉંચી જગ્યાએ ચાર ઈંડા મૂકે તે વર્ષે વરસાદ વધુ અને ચારેય દિશામાં પડે છે. જ્યારે ટીટોડી ત્રણ ઈંડા મૂકે તો એક દિશામાં મેઘરાજા મોં ફેરવી લે છે. અહીં ચાર ઈંડા મુકતા ચોમાસાના ચારેય મહિના વરતારો સારો રહેશે તેવું ખેડૂતો અનુમાન છે. ભોયકા ગામના ગોબરભાઇ ધોરાળીયા મુજબ કાળજાળ તાપમાં ઈંડાને ઠંડક અને રક્ષણ આપવા માટે ટીટોડી પાણીમાં પાંખો પલાળી ઈંડા પર બેસે છે જેને જોવા માટે લોકો ઉમટી પડે છે. ત્યારે જોવાનું એ રહ્યૂં કે, બીજી વાયકા મુજબ જો ટિંટોડી જમીન પર ઇંડા મૂકે તો વરસાદ ઓછો કે સામાન્યત રહશે. તો શું આ વખતે પણ સુરેન્દ્રનગર માટે વરસાદ મોળો રહેશે કે પછી ચાર ઇંડા મુકે તો ચારેય દિશામાંથી સારો વરસાદ પડવાની માન્યતા ખરી સાબિત થશે. પંથકના ખેડૂતો દ્વારા ચોમાસું પાક માટે તૈયારીઓ આરંભી દેવાઇ છે. તસવીર-પૃથ્વીરાજસિંહ ઝાલા

X
Limbadi News - folk beliefs if the tintody lays 4 eggs then there will be rain in all directions 064008

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી