તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘાસચારા અને પાણીની તંગી સર્જાતાં પોરબંદર પંથકના નેસ વિસ્તારના પશુપાલકોને હિજરત કરવાની નોબત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરના નેશ વિસ્તારમાં વસવાટ કરતા પશુપાલકોને હાલ ઘાસચારા અને પાણીની તંગીને કારણે હિજરત કરવાની નોબત આવી છે, જેથી ટોકનદરે ઘાસચારો અને પશુઓને પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તેવી માલધારી સમાજના યુવા અગ્રણી મેરૂભાઈ સિંધલે રજૂઆત કરી હતી.પોરબંદર સહિત રાજ્યભરમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડ્યો હોવાને કારણે મોટાભાગના તાલુકાઓને અછતગ્રસ્ત પણ જાહેર કરવામાં આવ્યા છે. થોડા સમય પહેલા જ પોરબંદરના માલધારીઓએ પણ પાણી અને ઘાસચારાની અછત સર્જાતા અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર કર્યું હતું. હાલ ઉનાળા દરમિયાન નેશ વિસ્તારોમાં પાણીના તળ નીચા ગયા હોવાથી પશુપાલકોને પોતાના પશુઓને પીવાનું પાણી ન મળતું હોવાથી હાલાકી વેઠવી પડી રહી છે.

બરડા જંગલ અભ્યારણ્યમાં 32 નેશ, જામબરડા-ભાણવડના 30 નેશ, પોરબંદરના 2 નેશ સહિત 64 જેટલા નેશ તેમજ ભોદ, મોકર, ટુકડા-ગોસા વગેરે સ્થળોએ પશુપાલકો વસવાટ કરે છે.

કેટલી છે પશુઓની સંખ્યા ?
2500 જેટલા પશુપાલક પરિવારો માત્ર પશુપાલનના વ્યવસાય પર નિર્ભર છે તેમની પાસે ગાય, ભેંસ, બળદ, ઊંટ, બકરા સહિતના અંદાજે 20,000 જેટલા પશુઓ છે.

અન્ય સમાચારો પણ છે...