તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મચ્છુના પૂરથી માછીમારોની રોજગારી છીનવાઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબી | મોરબી મચ્છુ ડેમમાં નવા નીર અાવતા નદીમાં પાણી છોડાયું હતું. જેના કારણે મોરબી અને માળિયાના ગ્રામ્ય વિસ્તારના પાણી ફરી વળ્યા હતાં. તેમજ મચ્છુ નદીમાં ઘોડાપુર અાવવાને કારણે મચ્છુ નદીમાં તેમજ દરીયાઇ ખાડી નજીક માછીમારી કરતા હંજિયાસર, વેણાસર, લાખીયાસર, નાગાવાડી, સુરજબારી, મુળવદર, કરાડીયા અને ટીકરમાં માછીમારી કરતા માછીમારોની નેટ ગાંડી વેલ સાથે દરિયામા તણાઇ ગઇ હતી. જેથી માછીમારી કરતા માછીમારોની અાવકનુ સાધન છીનવાઇ જતા તેઅો બેરોજગાર બન્યા છે. ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજાઅે મત્સય વિભાગને પત્ર લખી માછીમારોને નેટ ખરીદવા સહાય ચુકવણી કરવા માંંગ કરી છે. અા ઉપરાંત ફિશરીઝને પણ તાકીદ કરી અતિવ્ુષ્ટી લીધે માછીમારોને થયેલી નુકશાની ભરપાઇ કરવા, સહાય ચુકવવા રજુઅાત કરી છે.

અન્ય સમાચારો પણ છે...