તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હળવદના સરા રોડ પર આવેલા સદ્દભાવના શૈક્ષણિક સંકુલના પાંચ વર્ષ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હળવદના સરા રોડ પર આવેલા સદ્દભાવના શૈક્ષણિક સંકુલના પાંચ વર્ષ પૂર્ણ થતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆત પહેલા પુલવામા શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.જ્યારે ગત વર્ષના સ્કૂલના તેજસ્વી વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. દેશભક્તી, એકપાત્રીય અભિનય, સફાઇ અભિયાન, ડાન્સ, આર્મીજવાનો સહિતના પાત્રો ભજવીને 18 જેટલી કૃતિઓ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો 500 વિદ્યાર્થીઓએ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં હરિકૃષ્ણધામથી સંતો પધાર્યા હતા અને લક્ષ્મીનારાયણ મંદિરના મહંત સહિતના સંતોએ દિપ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ પ્રસંગે હળવદ મામલતદાર વી.કે. સોલંકી ચન્દ્રકાંતભાઈ કણઝરીયા, પ્રવિણભાઈ કણઝરીયા, સંસ્થાના એમડી ગીરીશભાઈ લકુમ, દિનેશભાઈ દલવાડી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યને સફળ બનાવવા નંદલાલભાઈ જામકીયા તેમજ શાળાના તમામ શિક્ષકોએ કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો