તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Morbi
 • Morbi News Five Policemen Including Lrd Jawan Who Were Trying To Implicate Uncle And Nephew In Honeytrap In Morbi 025657

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરબીમાં કાકા-ભત્રીજાને હનીટ્રેપમાં ફસાવનાર એલઆરડી જવાન સહિત 5ને પોલીસે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોરબીમાં કાકા-ભત્રીજાને હનીટ્રેપમાં ફસાવનાર એલઆરડી જવાન સહિત 5ને પોલીસે ઝડપી લીધા છે. કાર, રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે વીડિયો ઉતારેલ મોબાઇલ કબજે કરવા તજવીજ હાથ ધરાઇ છે.

બનાવ અંગે મળતી વિગતો મુજબ મોરબીના ઝીકીયારી ગામમાં રહેતા કાકા ભત્રીજા અને તેના એક મિત્રગત 23 નાં રાત્રે એક યુવતી સાથે રંગરેલીયા માનવવા એકઠા થયા હતા.

યુવતી સાથે યુવાનોએ શારીરીક સુખ માણ્યું હતું.આ દરમીયાન એક કારમાં 4 જેટલા શખ્સ આવી ચઢયા હતા અને પોલીસ તરીકેની ઓળખ આપી રુ.4000ની લૂંટ ચલાવી ત્રણેય યુવાનને લાકડી ધોકા વતી માર માર્યો હતો. અને તેમનો બીભત્સ વીડિયો વાયરલ કરી તમામ પાસેથી રૂ 3 લાખની માંગણી કરી હતી.

જે બાદ ર.1.5 લાખમાં સમાધાન કર્યું હતું. ઘટના બાદ યુવકે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી અને ઘટનામાં સંડોવાયેલ હળવદ પોલિસ સ્ટેશનમાં ફરજ બજાવતા દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ ઝાલા, યુવતી વસંતબેન જગદીશભાઈ ચાવડા, મુકેશ ભગવનજી સીનોજિયા, મુઝફ્ફર ઇકબાલ લોલડીયા, અને એજાજ હનીફ કગથડાને ઝડપી લીધા હતા.

આરોપીઓ પાસેથી જે કારમાં આરોપીઓ આવ્યા હતા તે જી જે 3 સી 4633 નમ્બરની કાર અને યુવાનને માર મારી લૂંટી લેવાયેલ રુ.4 હજાર રોકડ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો