તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઊનાના ભાચા ગામે યુવાન પર પાંચ શખ્સોનો લાકડાથી હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઊનાના ભાચા ગામે રહેતા યુવાનના મામાની દિકરીને પંદર દિવસથી શખ્સ ફોનમાં હેરાન કરતો હોય તેને ઠપકો આપવા જતા પાંચ શખ્સો દ્વારા લાકડી વડે મારમારી ઇજા કરી ભુંડી ગાળો આપી હતી.

આ અંગેની પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ વાવરડા ગામે રહેતો ભાવેશ મોહન ટાંચક નામનો શખ્સએ દિપકભાઇ મોહનભાઇ કિડેચાની મામાની દિકરીને છેલ્લા પંદર દિવસથી મોબાઇલમાં ફોન કરતો હોય જેથી દિપકભાઇ અને જયેશભાઇ એ આ શખ્સને ઠપકો આપવા રૂબરૂ જતાં આરોપી ભાવેશ સહીત અન્ય ચાર શખ્સોએ એકસંપ કરી ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હથિયાર લાકડીઓ વડે હુમલો કરી મારમારી માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. તેમજ ભુંડી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવેલ. આ અંગેની યુવતીના મામા દિપકભાઇ મોહનભાઇ કિડેચાએ પોલીસમાં ફરીયાદ નોધાવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...