તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીરપુર હાઈ-વે પર ખાનગી બસમાં શોર્ટ સર્કિટથી આગ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરપુર જલારામધામ નેશનલ હાઈવે પર બસ સ્ટેન્ડ પાસે ખાનગી લકઝરી બસમાં ઓચિંતા આગ ભભૂકી ઉઠવા પામી હતી. સુરતથી પોરબંદર તરફ જતી રાઘવ ટ્રાવેલ્સની ખાનગી બસમાં બેટરીમાં શોટ સર્કિટના કારણે ઓચિંતા આગ ભભૂકી ઉઠવા પામી હતી. અને બસ આગના વિકરાળ સ્વરૂપમાં લપેટાઈ જાય તે પહેલાં જ બસમાં સવાર લોકોને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા હતાં. તો બીજી તરફ હાઈવે પર બસમાં ભભૂકી ઉઠેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની જાણ વીરપુર પોલીસને થતા વીરપુર પોલીસના પી.એસ.આઈ આર.એ.ભોજાણી પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી જઈને ગોંડલ નગરપાલિકા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં તેમણે ઘટના સ્થળે દોડી જઈને આગ ઉપર કાબૂ મળ્યો હતો. જેમને લઈને આ બનાવમાં કોઈ જાનહાની ન થવાની સાથે સદનસીબે મોટી દુર્ઘટના થતાં અટકી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...