તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોરબી હાઇવે પર ઘડિયાળ ફેક્ટરીમાં આગ ભભૂકી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોરબીનાં રાજકોટ હાઈવે પર વૃંદાવન પાર્ટી પ્લોટ પાછળનાં ભાગે આવેલી એક્સેટ નામની ઘડિયાળ અને ફોટો ફ્રેમની એક ફેક્ટરીમાં આગ સોમવારે વહેલી સવારે કોઈ કારણસર આગ ફાટી નીકળી હતી.

શનાળા નજીક એક્સેટ નામની ઘડીયાળની ફેક્ટરીનાં કલર શોપ વિભાગમાં કોઈ કારણસર આગફાટી નીકળી હતી. આગ આસપાસના અન્ય વિભાગ તરફ પણ પ્રસરી રહી હતી. ઘટના અંગે જાણ થતા જ ફાયર વિભાગની ટીમનાં બી ડી જાડેજા, વિનયભાઈ ભટ્ટ, વસીમ મેમણ અને વિજય પંડ્યા સહિતની ટીમ સ્થળ પર દોડી જઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઇ નથી. જોકે આગને કારણે કલરશોપ વિભાગમાં રહેલી મશીનરીને નુકશાન પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...