Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાણાવાવના મેમણવાડામાં રહેણાંક મકાનમાં અાગ, ઘરવખરી બળીને ખાક
રાણાવાવનાં મેમણવાડા વિસ્તારમાં રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાક થઇ હતી. રાણાવાવના મેમણવાડા વિસ્તારમાં રહેતા સમીમબાનુ અબામીયા અબ્બાસીના રહેણાંક મકાનમાં અચાનક જ ધૂમાડા નીકળવા લાગ્યા હતા, અા જોઇને ઘરમાં રહેતા લોકો તરત જ બહાર નીકળી ગયા હતા અને બહાર નીકળતાની સાથે જ થોડી જ ક્ષણોમાં અાગ લાગી હતી અને અા અાગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા, અાગ બુઝાવવા માટે અાજુબાજુની પાણીની મોટરો ચાલુ કરીને અા અાગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો અને અડધા કલાકની જહેમત બાદ અાગ કાબૂમાં અાવી હતી. જોકે અા વિસ્તારમાં ફાયર ફાઇટર જઇ શકે તેમ ન હતુ. અા અાગના કારણે ઘરમાં રહેલી તમામ ચીજ-વસ્તુઅો બળીને ખાખ થઇ ગઇ હતી અને પંખો પણ અોગળી ગયો હતો તેમજ લાદીનો ભૂકકો થઇ ગયો હતો. સદનશીબે જાનહાની ટળી હતી. જોકે ઘરમાં રહેલો લાકડાનો કબાટ અને કબાટમાં રાખેલી પેટી સળગી ઉઠી હતી જોકે પેટીમાં રાખેલા કુરાન અે શરીફને કોઇ જ નુકશાન થયુ ન હતુ.
તસવીર : દિલીપ જોષી
અડધો કલાક પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી : સદનસીબે જાનહાની ટળી