Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગંગાનગરમાં રજિસ્ટ્રેશન વિના સારવાર કરતા યુવાન સામે FIR
સાયલાના ગંગાનગર ગામે આયુર્વેદિક સારવાર આપતા યુવાનને સાયલા તાલુકા આરોગ્ય અધિકારીએ તપાસ હાથ ધરતાં આયુર્વેદિક દવા સારવાર આપવાનું કોઈ રજિસ્ટ્રેશન ન હોવાનું બહાર આવતાં તેની સામે આરોગ્ય અધિકારીએ ફરિયાદ દાખલ કરી છે.
સાયલા તાલુકાના સજનપરના ગંગાજળ ગામે વિભાભાઈ ભગવાનભાઈ સભાડ કેટલાય સમયથી આયુર્વેદિક દવાઓથી ઉપચારો કરીને લોકોની કેન્સર જેવી બીમારી મટાડતા હોવાથી મોટા પ્રમાણમાં દર્દીઓ આવતા હતા. સભાડ પાસે કોઈ પણ જાતના આયુર્વેદિક દવા સારવાર આપવાનું રજિસ્ટ્રેશન ન હોવાનું ચર્ચાનો વિષય બન્યો હતો. આ બાબતે તાલુકા હેલ્થ અધિકારી નિતીન દ્વારા તપાસ કરી ખરાઇ કરતા ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક એન્ડ યુનાની મેડિસિનનું બોગસ રજીસ્ટ્રેશનનું આઇકાર્ડ બનાવીને સારવાર કરતો હોવાનું બહાર આવ્યું હતું. મેડિકલ ટીમ ગુજરાત બોર્ડ આયુર્વેદિક અધિકારી પિનાકીન પંડ્યાએ સાયલા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.