તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિણીતાની છેડતી કરીને આંગળીમાં ઇજા પહોંચાડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં મીઠાપુર ગામે એક શખ્સે પરિણીતાની છેડતી કરી હાથની આંગળીમાં ઇજા પહોંચાડતાં પ્ર.પાટણ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ વેરાવળ પંથકનાં મીઠાપુર ગામે રહેતી એક પરિણીતાને ગામનો જ શખ્સ માનસિંગ કરશન ડોડીયા છેલ્લા છ માસથી મોબાઇલમાં ફોન કરી હેરાન કરતો હોય અને રસ્તે આવતાં જતાં પણ પરેશાન કરતો હોય આ બાબતે તેને ઠપકો પણ આપેલ. બાદમાં આ પરિણીતા તેના પતિ સાથે પાટણથી ઘરે આવી રહયાં હતાં ત્યારે રસ્તામાં માનસીંગે રોકીને નિર્લજ હુમલો કરી પરિણીતાનાં ડાબા હાથની આંગળીમાં ઇજા પહોંચાડી હતી. આ ઝપાઝપીમાં સોનાનો ચેઇન પણ પડી ગયો હતો. આ બનાવમાં પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી હે.કો. છૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...